મેષ: આજે આપને વાણી વર્તન પર સંયમ જાળવવાની અને રાગદ્વેષથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. હિતશત્રુઓથી ચેતતા રહેવું. આજે આપને રહસ્યમય બાબતોમાં વધુ રસ પડે તથા ગૂઢ વિદ્યાઓ તરફ વધારે આકર્ષણ અનુભવો. આજે શક્ય હોય તો પ્રવાસ ટાળવો. પ્રવાસમાં અણધારી મુશ્કેલીઓ આવી શકે છે. નવા કાર્યોની શરૂઆત કરવી સલાહ ભરેલી નથી. આધ્યાત્મિક સિદ્ધિ મળવાના યોગ છે. એકંદરે આજનો દિવસ મિશ્રફળદાયી છે.
વૃષભ: આપ આપનું લગ્નજીવન માણી શકશો તેમ જ પરિવાર સાથે કોઇ સામાજિક પ્રસંગે અથવા ટૂંકા પ્રવાસે જવાનું થશે જ્યાં આપ આનંદ અનુભવશો. મિત્રો અને સગા-સંબંધીઓ સાથે સ્વાદિષ્ટ ભોજનની લિજ્જત માણી શકશો. વિદેશમાં આપના કોઇ સ્નેહીઓ રહેતા હોય તો તેમના સારા સમાચાર મળશે. અચાનક આર્થિક લાભ થઇ શકે. વેપારીઓ માટે લાભદાયી સમય છે.સમાજ અને લોકોમાં આપ માન-પાન મેળવી શકશો.
મિથુન: અધુરાં કાર્યોની પૂર્ણતા માટે શુભ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. કુટુંબમાં આનંદ ઉલ્લાસનો માહોલ રહેશે. તંદુરસ્તી જળવાશે. કાર્યોમાં યશકીર્તિ મળે. અન્ય લોકો સાથેની વાતચીત દરમ્યાન ક્રોધ પર કાબૂ રાખવા અને વાણી સંયમિત રાખવાથી મનદુ:ખના પ્રસંગ ઉભા નહીં થાય. ધન લાભ મળે. જરૂરિયાત મુજબ જ ખર્ચ થશે. પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મળશે. નોકરિયાત વર્ગને ફાયદો થશે.
કર્ક: સ્વસ્થ ચિત્તથી દિવસ પસાર કરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આજનો દિવસ શારીરિક અને માનસિક ઉદ્વેગ ભર્યો રહેશે. પેટના દર્દોથી સાચવવું પડશે. આકસ્મિક ધનખર્ચ થાય. પ્રેમીજનો વચ્ચે સુલેહ માટે તમારે કેટલીક બાબતોમાં નમતું જોખવાની તૈયારી રાખવી પડશે. વિજાતીય પાત્ર તરફનું વધુ પડતું આકર્ષણ આપના માટે સંકટ ન લાવે તેનું ધ્યાન રાખવું. નવા કામની શરૂઆત કે યાત્રા પ્રવાસ ન કરવા સલાહ ભરેલા છે.
સિંહ: નકારાત્મક વિચારોને આજે દિમાગમાંથી કાઢી નાખવા. શારીરિક, માનસિક રીતે સ્વસ્થતા ઓછી રહે માટે કામનું ભારણ લેવાનું ટાળજો. ઘરમાં સુલેહ જાળવી રાખવા માટે વધુ પ્રયાસો કરવા પડે. માતા સાથે વાણી અને વર્તનમાં વધુ વિનમ્રતા રાખવી. જમીન, મકાન, વાહન વગેરેના દસ્તાવેજો કરવામાં સાવધાની રાખવી. જળાશયથી સાચવવુ. લાગણીશીલતાના પ્રવાહમાં તણાઇ ન જવાની સલાહ આપવામાં આવે છે.
કન્યા: આજે કોઇપણ અવિચારી પગલું ભરવાથી અટકજો. જો કે કાર્યમાં સફળતા તો તમને મળશે જ. હરીફોને પણ તમે હંફાવી શકશો. ભાઇભાંડુઓ અને પાડોશીઓ સાથેના સંબંધો ખૂબ સારા રહે. આર્થિક લાભ પણ થશે. પ્રિયતમાનો સંગાથ મળશે. જાહેર માન સન્માન મળશે. ચિત્તમાં પ્રસન્નતા રહેશે.