મેષ:ઘરમાં સભ્યો સાથે આજે વાણી અને વ્યવહારમાં સૌમ્ય રહેવાની સલાહ છે. આ ઉપરાંત દરેકની જરૂરિયાતો પૂર્ણ કરવાનો તેમજ દરેક વાત સમજવાનો જેટલો વધુ પ્રયાસ કરશો એટલી સંબંધોમાં આત્મીયતા વધશે. છાતીમાં કે અન્ય કોઇ વિકારથી પરેશાની હોય તેવા જાતકોએ સ્વાસ્થ્યની કાળજી લેવી. વધુ પડતા નાણાંખર્ચથી સંભાળવું. મનમાંથી નકારાત્મક વિચારો દૂર કરવા. બપોર પછી પ્રેમીજનો વચ્ચે મુલાકાતની શક્યતા ઘટશે. યાત્રા- પ્રવાસ ન કરવાની સલાહ આપવામાં આવે છે. બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવું.
વૃષભ:વર્તમાન સમયમાં આપને દરેક કાર્યમાં સફળતા મળશે. આપ પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવી શકશો. પ્રિયપાત્રના સંગાથથી મનમાં આનંદ થાય. સમાજમાં માન સન્માન મળે, પરંતુ બપોર પછી પરિવારમાં સુલેહ માટે તમારે વધુ પ્રયાસ કરવા પડશે. આપની પ્રફુલ્લિતતા અને સ્ફૂર્તિ ઘટી શકે છે. સ્ત્રીપાત્ર સાથે કાંઇક કારણસર અબોલા લેવાય.
મિથુન:આજે સવારના ભાગમાં આપના મનમાં ક્રોધાવેશ રહે પરંતુ તેમ સમય વિતશે તેમ તમારા આનંદ અને ઉત્સાહ બંનેમાં વધારો થશે. શારીરિક- માનસિક સ્ફૂર્તિ અને ખુશી માટે તમારે મનગમતા કાર્યોમાં ભાગ લેવો જોઈએ. વિદ્યાર્થીઓનું ધાર્યું પરિણામ મેળવવા માટે મહેનત વધારવી પડશે. મધ્યાહન બાદ મિત્રો, સ્નેહીઓ સાથેની મુલાકાતથી આપ આનંદિત થઇ જશો. આર્થિક લાભ થવાના યોગ છે. ભાઇભાંડુઓ સાથે સુમેળ વધશે. ભાગ્યવૃદ્ધિના પ્રસંગો બનો. કાર્યસફળતા આપનો ઉત્સાહ વધારશે.
કર્ક:આજે આપ ભાવનાઓના પ્રવાહમાં વધુ પડતા ન તણાઇ જાઓ તેની ખાસ સલાહ આપવામાં આવે છે. પ્રવાસ-પર્યટનની શક્યતા છે. આપનું આરોગ્ય સારું રહેશે. તેમજ મન પ્રફુલ્લિત રહેશે પરંતુ બપોર પછી આપના મનમાં હતાશાની લાગણી જન્મતાં મન અસ્વસ્થ બને. ઝડપથી આગળ વધવાની લાલસામાં ખોટા કાર્યો તરફ ના પ્રેરાતા. સમયસર ભોજન ના મળે તેવી પણ સંભાવના છે. વધારે ધનખર્ચની તૈયારી રાખજો.
સિંહ:આજે આપ કોઇ જરૂરી અને મોટા નિર્ણય લેવાનું ટાળો તેવી સલાહ આપવામાં આવે છે. કૌટુંબિક કાર્યો પાછળ ધનખર્ચ કરવો પડે. વાણી પર સંયમ રાખવો. સંબંધો અને કમ્યુનિકેશનમાં ગેરસમજ ટાળવી. સગાં- સંબંધીઓ સાથે મનદુ:ખ થાય પરંતુ મધ્યાહન બાદ આપના પ્રિય દોસ્તો સાથે સ્નેહીજનો સાથેની મુલાકાતથી આપનું મન ખુશ થઇ જશે. સુરૂચિપૂર્ણ ભોજન માણવા મળશે. દાંપત્ય સુખ સારું મળશે.
કન્યા:આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. દિવસના ભાગમાં આપના માટે લાભદાયી અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે. શારીરિક માનસિક સુખશાંતિ રહેશે. વ્યવાસયક્ષેત્રે પણ સારું રહેશે પરંતુ બપોર પછી આપનું મન દ્વિધામાં અટવાયેલું રહેશે તેથી આપ મહત્વના નિર્ણયો નહીં લઇ શકો. વાણી પર સંયમ રાખવો જરૂરી બની રહેશે. કોર્ટકચેરીના કાર્યોમાં સાવચેતીપૂર્વક નિર્ણય લેવો.