ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Horoscope of Capricorn Today news

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શુક્રવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

astrology prediction
astrology prediction

By

Published : Mar 5, 2021, 6:30 AM IST

મેષ: આજે આપનું ધ્યાન આધ્યાત્મિકતા તરફ વળશે અને સાંસારિક બાબતો બાજુ પર રહી જશે. રહસ્યોથી ભરપૂર ગૂઢ વિદ્યાઓ તરફ પણ આપનો ઝુકાવ વધશે. ઊંડાણપૂર્વકનું ચિંતન આપને કંઇક અદભૂત અનુભવ કરાવશે. વાણી પર અંકુશ રાખશો તો ઘણાં મતભેદને ટાળી શકશો. અચાનક આર્થિક લાભ થઇ શકે. વિરોધીઓથી સંભાળવું પડશે. આજે કોઇ નવા કામની શરૂઆત ન કરવા સલાહ છે .

વૃષભ: આપ જીવનસાથીની નિકટતા માણશો અને તેનું સુખ ભોગવી શકશો. કુટુંબ સાથે સામાજિક મેળાવડામાં બહાર ફરવા કે પર્યટન પર જશો અને આનંદમાં સમય પસાર થશે. તન મનથી પ્રસન્‍નતા અનુભવશો. જાહેર જીવનમાં યશકીર્તિ મળે. વેપારીઓ વેપારનો વિકાસ સાધી શકશે. ભાગીદારીથી લાભ થાય. આકસ્મિક ધનલાભ અને પરદેશથી સમાચાર મળે.

મિથુન: આજના દિવસે આપ નામના અને કાર્યસફળતા મેળવી શકશો. આપના ઘર-પરિવારમાં આનંદ અને શાંતિભર્યો માહોલ રહેશે. આપનું શરીર અને મન સ્વસ્થ રહેશે. નાણાંકીય લાભ થવાની પણ શક્યતા છે. આપના રૂપિયા યોગ્ય સ્થાને ખર્ચાશે. જે કાર્યો વિલંબમાં પડ્યા હોય તે હવે પૂરા થઇ શકશે. પ્રતિસ્પર્ધી સામે સફળતા મેળવશો. આપે આપના ક્રોધને અંકુશમાં રાખવો જોઇએ.

કર્ક: આપે આજે ચિત્ત શાંત રાખીને દિવસ પસાર કરી લેવો જોઇએ. શારીરિક માનસિક સ્વસ્થતા જાળવવા માટે મેડિટેશન અને યોગ કરવા. અચાનક ખર્ચની તૈયારી રાખવાની સલાહ છે. પ્રેમીઓ વચ્ચે સંદેશાવ્યવહાર દરમિયાન ઉગ્રતા ટાળવી. આપ વિજાતીય પાત્રથી આકર્ષાશો. કોઇ નવા કાર્યની શરૂઆત કરવા કે પ્રવાસ કરવા દિવસ અનુકૂળ નથી. આપને પેટની તકલીફો થઇ શકે.

સિંહ: તન અને મનની સ્વસ્‍થતા ઓછી રહેવાથી કામકાજમાં તમારે એકાગ્રતા વધારવી પડશે. પરિવારજનો સાથે કોઈપણ બાબતે ચર્ચા કરવામાં હઠાગ્રહ છોડવાની સલાહ છે. માતા સાથે આત્મીયતા વધારવાની સલાહ છે. જમીન, મકાન વાહનની ખરીદી કે તેના દસ્‍તાવેજ કરવા માટે અનુકૂળ સમય નથી. નકારાત્‍મક વિચારો મનમાંથી દૂર કાઢીને ખુશ રહેવાનો પ્રયાસ કરવો. જળાશય નજીક જવાનું ટાળજો. પાણીજન્ય બીમારીથી પણ બચવાની સલાહ છે. નોકરીમાં સ્‍ત્રીવર્ગથી સંભાળવું.

કન્યા: આજે અવિચારી સાહસ કરવા સામે આપને ખાસ ચેતવવામાં આવે છે. લાગણીભર્યા સંબંધો બંધાશે. ભાઇબહેનો સાથે સુમેળ રહે. મિત્રો અને સગાંસ્‍નેહીઓ સાથે મુલાકાત થાય. ગૂઢ રહસ્‍યમય વિદ્યાઓ પરત્‍વે આકર્ષણ થાય અને તેમાં ‍સિદ્ધિ મળે. વિરોધીઓ અને પ્રતિસ્‍પર્ધીઓ સામે ટક્કર ઝીલી શકો.

તુલા:આપની માનસિક હાલત આજે થોડી અસમંજસપૂર્ણ હોવાથી આપે કોઇ મહત્વના નિર્ણય ન લેવા જોઇએ. આજે કોઈ નવું કાર્ય શરૂ ન કરવું જોઇએ. કુટુંબીજનો સાથે વિવાદ ટાળવા માંગતા હોવ તો વાણી પર સંયમ રાખજો. આપે જીદ છોડીને થોડું જતું કરવું પડશે. નાણાંકીય ફાયદો થઇ શકે. તબિયત સાચવવી પડશે.

વૃશ્ચિક: આજે આપ પરિવારજનો સાથે મોજ મસ્તીમાં દિવસ પસાર કરશો. આપના શરીર અને મનમાં આનંદ વ્યાપેલો રહેશે. પ્રિયજનને મળીને આપ આનંદ અનુભવશો. કોઇ સારા સમાચાર મળવાની શક્યતા છે. આપના મિત્રો કે સ્નેહીઓ આપને ભેટ આપશે અને આપ ખુશી મેળવી શકશો. પ્રવાસ સારો રહેશે. લગ્ન જીવન સુખરૂપ બનશે. આપનો દિવસ આનંદથી પસાર થઇ જશે.

ધન: આજે ગુસ્‍સાના કારણે આપના પરિવારજનો તેમજ અન્‍ય લોકો સાથેના સંબંધો સાચવવાની સલાહ છે. આપના વાણી અને વર્તનની સમયમર્યાદા ઝઘડાનું મૂળ બની શકે છે માટે સંયમ રાખવો. અકસ્‍માતથી સાવધાન રહેવું. માંદગી પાછળ ધનખર્ચ થાય. અદાલતી કામકાજમાં સાવચેતીભર્યું પગલું લેવાની સલાહ છે. નકામા કાર્યો પાછળ આપની શક્તિનો વ્‍યય થશે.

મકર: આપનો આજનો દિવસ તમામ ક્ષેત્રે લાભદાયી રહેશે. સ્‍નેહીજનો અને મિત્રોને મળવાનું થાય. પ્રિયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક બનશે. લગ્‍નોત્‍સુક પાત્રોનો લગ્‍નનો પ્રશ્ન નજીવા પ્રયત્‍નો ઉકેલી જશે. વેપારીઓને વેપારધંધામાં અને નોકરિયાતોને નોકરીમાં આવકવૃદ્ધિ થાય. ગૃહસ્‍થજીવનમાં આનંદ રહે. નવી વસ્‍તુઓની ખરીદી થાય.

કુંભ: દરેક કાર્ય સરળતાથી પાર પડશે અને તેમાં સફળતા મળશે. નોકરી ધંધાના સ્‍થળે પણ સાનુકૂળ પરિસ્‍િથતિ સર્જાય. સરકારી કાર્યો નિર્વિધ્‍ને પાર પડે. ઉચ્‍ચ અધિકારીઓનું વલણ સહકારભર્યું રહે. તંદુરસ્‍તી જળવાશે. માનસિક રીતે હળવાશ અનુભવશો. બઢતી અને ધનપ્રાપ્તિના યોગ છે. ગૃહસ્‍થજીવન આનંદપૂર્ણ રહે. જાહેર માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થાય.

મીન: આજના દિવસની શરૂઆત થોડા અજંપો અને ઉચાટ સાથે થાય પરંતુ સમય વિતેશ તેમ તમે ખુશમિજાજમાં આવી જશો. શરીરમાં સુસ્‍તી અને થાક અનુભવાય માટે આરામ પર ધ્યાન આપવું. કોઇપણ કામ પાર ન પડે તો નિરાશ થવાના બદલે બમણા પ્રયાસ કરવા. નસીબના ભરોસે બહું રહેવું નહીં. ઓફિસમાં અધિકારીવર્ગ સાથે સંભાળીને કામ લેવાની સલાહ આપવામાં આવે છે. સંતાનોને લગતી બાબતોમાં વધુ ધ્યાન આપવું પડશે. નાણાંખર્ચની શક્યતા વધુ છે.

ABOUT THE AUTHOR

...view details