મેષ:આજે દરેક કાર્ય આપ સારી રીતે પૂરા કરી શકશો, પરંતુ આપે જે દિશા પસંદ કરી છે તે યોગ્ય ન હોય તેવી પણ શક્યતા છે. આપ કોઇ ધર્મને લગતી શુભ પ્રવૃત્તિમાં જોડાઇ શકો. કોઇ યાત્રાધામની મુલાકાત લેવાનું થાય. સ્વભાવની ઉગ્રતાને અંકુશમાં રાખવી પડશે. આપના ઉગ્ર સ્વભાવને કારણે વ્યવસાય કે પરિવારમાં કોઇનું મન દુભાઇ શકે.
વૃષભ:આપ જે કામ હાથમાં લેશો તે સમયસર પાર ન પડતા મનમાં થોડી બેચેની આવી શકે છે. આવી સ્થિતિમાં ધીરજ રાખવી કારણ કે ઘણા કામ એવા હોય છે તેમાં સફળ થવામાં થોડી વાર લાગે. આહારમાં ધ્યાન ન રાખવાને કારણે તબિયત બગડી શકે માટે સાચવજો. કોઇ નવું કામ શરૂ કરવું હોય તો આયોજન કરી શકો છો પરંતુ અમલ કરવા માટે થોડી રાહ જુઓ. પ્રવાસમાં તમારા માલ-સામાનની કાળજી લેવી પડશે. નોકરી કે વ્યવસાયમાં કામનું અતિભારણ લેવાથી થાક અનુભવશો માટે સાચવવાની સલાહ છે. આપ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને યોગને કારણે મનની શાંતિ મેળવી શકશો.
મિથુન:આપનો આજનો દિવસ મોજશોખ અને ભોગવિલાસમાં પસાર થાય. વિજાતીય વ્યક્તિઓ સાથે મુલાકાત થાય. મિત્રો અને પ્રિયપાત્ર સાથે મનોરંજક યાત્રાપ્રવાસ કે પર્યટન થાય. વાહનસુખ મળે નવા વસ્ત્રોની ખરીદી થાય તેમજ નવાં વસ્ત્ર પરિધાન માટેના પ્રસંગો બને. પ્રણય અને પરિણામ માટે શુભ દિવસ છે. મિષ્ટાન્ન સહિતનું ઉત્તમ સુરૂચિ ભોજન પ્રાપ્ત થાય. તંદુરસ્તી સારી રહે. જાહેર સન્માન અને ખ્યાતિ મળે. આજે ઉત્તમ દાંપત્યસુખની પ્રાપ્તિ થાય.
કર્ક:આપનો આજનો દિવસ સારી રીતે પસાર થશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. સુખદાયક બનાવો બને. આપ જે કોઇ કાર્ય કરો તેમાં યશની પ્રાપ્તિ થાય. આરોગ્ય સારું રહે તેથી ઘરમાં સુખ અને આનંદદાયક રીતે પરિવારજનો સાથે આરામથી સમય પસાર કરો. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ થાય. હાથ નીચેના માણસો અને નોકરિયાત વર્ગથી ફાયદો થશે. સ્ત્રી મિત્રો સાથે મુલાકાતથી મન પ્રસન્ન રહેશે. શત્રુઓ પર વિજય મેળવી શકશો.
સિંહ:આજે આપનો દિવસ આનંદથી પસાર થાય. આજે આપ વધારે પડતા કલ્પનાશીલ બનશો. મૌલિક સાહિત્ય સર્જન કે કાવ્ય લખવાની પ્રેરણા થાય. પ્રિયજન સાથે રોમાંચકારી મુલાકાતનો પ્રસંગ બને અને આપને એ મુલાકાત હર્ષિત કરે. સંતાનોની પ્રગતિના સમાચાર મળે. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે ખૂબ સારો સમય છે. મિત્રવર્તુળ સાથે મિલન- મુલાકાત સંભવિત બને. સ્ત્રી મિત્રોથી લાભ થાય. આજે આપને હાથે કોઇ પરોપકારનું કાર્ય થાય.
કન્યા:આપનો વર્તમાન દિવસ આંશિક પ્રતિકૂળતાભર્યો રહેવાની સંભાવના જણાઈ રહી છે. આજે તનની સ્વસ્થતા રહે પરંતુ મન ચિંતાગ્રસ્ત રહેશે. પાણીજન્ય બીમારીઓ અને જળાશયથી સંભાળવાનું રહેશે. સ્ત્રી સાથે મનદુ:ખ કે અબોલા ટાળવા માટે વાણી અને વર્તનમાં પારદર્શકતા વધારજો. આપ્તજનો સાથે મનદુ:ખની ઘટના ટાળવી. માતાની સેવા કરવાથી ફાયદો થશે. જમીન- મિલકતના દસ્તાવેજો કરવામાં સાવચેતી રાખવી.