ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Horoscope news

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે સોમવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રાશિફળ
રાશિફળ

By

Published : May 31, 2021, 6:18 AM IST

મેષ: આપનો દિવસ મિશ્રિત ફળદાયી નીવડશે. પરિવારજનો સાથે બેસીને આપ અગત્‍યની ચર્ચા વિચારણા કરશો. ઘરના રાચ રચીલાની અને ગોઠવણીમાં આપને પરિવર્તન કરવાનું મન થાય. ઓફિસ કે વ્‍યવસાયમાં ઉપરી અધિકારીઓ સાથે અગત્‍યના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા થાય. આજે સરકારી લાભ મળવાની પણ શક્યતા છે. ઓફિસના કાર્ય અંગે મુસાફરી કરવી પડે. કાર્યબોજ વધે. તબિયતમાં થાક સાથે થોડી અસ્‍વસ્‍થતા જણાય. માતાથી લાભ થવાની શક્યતા છે.

વૃષભ: આજે આપ નવા કાર્યની શરૂઆત કરી શકો. તેમજ નવું કાર્ય કરવાની પ્રેરણા મેળવો. એકાદ ધાર્મિક સ્‍થળની મુલાકાતથી આપનું મન ભક્તિમય બની જાય. લાંબા અંતરની મુસાફરીનો યોગ છે. દૂર વસતા સ્‍નેહી મિત્રોના શુભ સમાચાર સાંપડે. પરદેશગમન માટેની શક્યતાઓ ઉભી થાય. વેપાર ધંધામાં આર્થિક લાભ મળી શકે. સ્‍વાસ્‍થ્‍ય એકંદરે મધ્‍યમ રહે.

મિથુન: સ્વભાવની આક્રમકતાને કારણે આપ પોતાનું નુકસાન કરી બેસો તેવી શક્યતા છે માટે આજે કોઈપણ સ્થિતિમાં ગુસ્સાને અંકુશમાં રાખવો. સ્વાસ્થ્ય સારું ન હોય તેમણે કોઇ નવી સારવાર પદ્ધતિ હમણાં ન અપનાવવી અથવા ઓપરેશન ટાળવું. આજે જાહેર જીવનમાં વધુ પડતું માન-સન્માન કે યશ મળવાની આશા રાખવી નહીં, તેના બદલે તમે પોતાની જીંદગીમાં મસ્ત રહેશો તો વધુ આનંદમાં રહી શકશો. કોઈની સાથે મનદુઃખ હોય તો શાંતિથી ચર્ચા કરીને તેનો ઉકેલ લાવવાની સલાહ છે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે માટે આર્થિક બાબતે અગાઉથી આયોજન કરવું. આ પરિસ્થિતિમાં ભગવાનના નામ સ્મરણથી આપના મનને શાંતિ મળશે.

કર્ક: પ્રેમ અને લાગણીથી ઋજુ થયેલું આપનું મન આજે કોઈ વિજાતીય પાત્ર તરફ આકર્ષિત થશે. મનોરંજન અને મોજશોખમાં આપનો દિવસ પસાર થાય.આ માટે નવી વસ્તુઓની ખરીદી, નવા પરિધાન, ઘરેણાં અને વાહનની ખરીદી પણ થઇ શકશે. વેપાર ધંધામાં ભાગીદારીથી લાભ થશે. દાંપત્યજીવનમાં ખુશાલી વ્યાપશે.વિદેશમાં વેપારથી લાભ થઇ શકશે. ભાગીદારી પણ ફાયદાકારક નીવડે. પ્રેમીજનો પ્રણયમાં સફળતા મેળવી શકશે.

સિંહ: રોજબરોજના કામકાજ પૂરા થવામાં થોડો સમય લાગશે પરંતુ જો વધુ મહેનતે કરશો તો ધારણા અનુસાર ફળ મળી શકશે. નોકરીના સ્થળે વધુ કામની તૈયારી રાખવી પડશે. નવી જવાબદારી મળી શકે છે. સહકર્મીઓના ભરોસે બેસવું નહીં. મોસાળમાંથી કોઈક સમાચાર આવી શકે છે. વિરોધીઓના વિરોધનો સામનો કરવાની તૈયારી રાખવી. ઉપરી અધિકારીઓ સાથે સંઘર્ષમાં ન ઉતરવાની સલાહ છે.

કન્યા: આજે આપને ચિંતા અને અજંપો દૂર કરવા માટે આપ્તજનો સાથે વધુ સમય વિતાવવાની અને મનપસંદ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની સલાહ છે. પેટને લગતી તકલીફો હોય તેમણે આજે ભોજનની અતિશયોક્તિ ટાળવી. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત રાખવા માટે વધુ પ્રયાસ કરવો પડે. મેડિટેશનનો સહારો લઈ શકો છો. બૌદ્ધિક ચર્ચાઓ અને વિચારણામાં હઠાગ્રહ છોડવો. પ્રિયજન સાથે મિલન-મુલાકાત થશે. આપ વિજાતીય પાત્ર તરફ આકર્ષણ અનુભવશો. શેરસટ્ટાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવે છે.

તુલા: આજે આપે વિરોધીઓ અને હિતશત્રુઓથી સાવધાન રહેવું પડશે. સતત વિચારોને કારણે આપની માનસિક સ્થિતિ ડામાડોળ હશે. સ્ત્રીવર્ગને લગતી ચિંતાઓ રહ્યા કરે. આજે મુસાફરી ટાળવી હિતાવહ છે. ભોજન સમયસર લેવાની સલાહ છે. વારસાગત મિલકત વિશે સાવધાનીપૂર્વક આગળ વધવું જોઇએ.

વૃશ્ચિક: આપ કામમાં સફળતા મેળવશો, નાણાંકીય લાભ અને ભાગ્યવૃદ્ધિ થવાની શક્યતાઓ પણ રહેલી છે. સહોદરો સાથે પારિવારિક બાબતો પર ચર્ચા કરશો અનેં ઘર અંગે યોજનાઓ બનાવી શકશો. શારીરિક માનસિક સ્ફૂર્તિ અને આનંદનો અનુભવ થશે. આધ્યાત્મિક બાબતો અને ગૂઢ વિદ્યાઓમાં આપ રસ કેળવશો, નજીકનો પ્રવાસ થવાની પણ શક્યતા છે.

ધન: પરિવારજનો સાથે કોઇ મતભેદ થયા હોય તો તેનું સમાધાન કરી લેવાની સલાહ છે.ખોટા નાણાંકીય ખર્ચ ન કરવા જોઇએ. મનમાં દ્વિધા રહેવાને કારણે અગત્યના નિર્ણયો લેવામાં તકલીફ પડશે. ધારેલા કામમાં સફળતા મેળવવા માટે થોડી મહેનત વધારવી પડશે. સંદેશાવ્યવહારથી આપને લાભ થઇ શકે છે.

મકર: આજના દિવસની શરૂઆત ભગવાનની ભક્તિ અને નામ સ્મરણ દ્વારા કરી શકશો. પરિવારનું વાતાવરણ ઘણું સારું રહેશે. મિત્રો અને સ્નેહીઓ તરફથી ભેટ સોગાદો મળતા ખુશી અનુભવશો. આપનું કામકાજ સરળતાથી પૂરૂં થશે. નોકરી કે વેપારમાં લાભ મેળવી શકશો. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે.પડવા વાગવાથી સંભાળવાની સલાહ આપવામાં આવે છે.

કુંભ: આજે કોઇના જામીન ન થવાની તેમજ કોઇ સાથે પૈસાની લેવડદેવડ ન કરવાની સલાહ આપવામાં આવે છે. માનસિક એકાગ્રતા ઓછી રહે. ખર્ચનું પ્રમાણ વધારે રહે. સ્‍વાસ્‍થ્‍યની બાબતમાં ધ્યાન રાખવું. મૂડીરોકાણ ખોટી જગ્‍યાએ ન થાય તેનું ધ્યાન રાખવું. સ્‍વજનો આપની વાતમાં સંમત ન થાય તેવું બને. પારકી પંચાતમાં ધરમ કરતા ધાડ પડી જેવો ઘાટ ન સર્જાય તે જોવું. ગેરસમજ, અકસ્‍માતથી બચતા રહેવું. ક્રોધ કાબૂમાં રાખવો.

મીન: આપ સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકશો. સમાજને લગતી પ્રવૃત્તિઓમાં આપ ભાગ લેશો. આપને મિત્રો અને વડીલો પાસેથી સારી મદદ મળશે. આપનું મિત્રમંડળ બહોળું બનશે. નોકરી કે વ્યવસાયમાં આપની આવક વધશે. આપને પત્ની અને સંતાન તરફથી ફાયદો થાય. કોઇ શુભ પ્રસંગ યોજાઇ શકે. લગ્નનો યોગ પણ સારો છે. આપ પ્રવાસની યોજના બનાવો તેવી પણ શક્યતા જણાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details