મેષ: આજે આપ સમાજ અને જાહેર લોકોમાં વાહવાહી મેળવી શકશો. સાથે જ આપને નાણાકીય લાભ પણ થઇ શકે છે. પરિવાર અને લગ્નજીવન સુખ અને સંતોષથી ભરપૂર પહેશે. વાહનનું સુખ મેળવી શકશો. પ્રિયજન સાથે પ્રેમની પળો માણી શકશો. આપના વિચારો વધુ ઉગ્ર બનશે અને આપનું વલણ બીજા પર હાવિ થવાનું હશે. આપ બૌદ્ધિક ચર્ચા વિચારણામાં ભાગ લઇ શકશો પણ અત્યારે આપ સમાધાનકારી વલણ અપનાવો તે જરૂરી છે. વેપારીઓ તેમના વેપારમાં ફાયદો મેળવી શકશે.
વૃષભ: આપનો આજનો દિવસ શુભફળદાયી નીવડશે. ધાર્યાકામ સફળતાથી પાર પડશે. અધુરા કાર્યો પુર્ણ થશે. તન મનથી સ્વસ્થતા જાળવશો. આર્થિક લાભ થાય. મોસાળપક્ષ તરફથી આનંદના સમાચાર મળે. માંદગીમાં રાહત મળતી જણાય. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ થાય. સહકાર્યકરોનો સહકાર મળશે.
મિથુન: આજે સંતાનો અને જીવનસાથીના આરોગ્ય વિશે થોડી કાળજી લેવાની સલાહ છે. વાદવિવાદ કે ચર્ચાઓમાં ઉંડા ન ઉતરવું હિતમાં રહેશે. સ્ત્રી મિત્રો દ્વારા ખર્ચ કે નુકસાન થવાની શક્યતા છે માટે તેમની સાથે કોઈપણ વ્યવહાર કરવામાં અથવા તેમને લગતી આર્થિક બાબતોમાં સાચવવું. પેટને લગતી સમસ્યાઓ થતી હોય તેમણે ભોજન પર ધ્યાન આપવું પડશે. નવા કાર્યની શરૂઆત કરવામાં દરેક પાસાનો વિચાર કરીને આગળ વધવું.

કર્ક: આજે શારીરિક માનસિક સ્વસ્થતાનો થોડો અભાવ વર્તાશે. ખાસ કરીને છાતીમાં દર્દ કે અન્ય કોઈ વિકારથી પરેશાની અનુભવતા જાતકોને સારવારમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે. પરિવારમાં સભ્યો સાથે વિવાદ ટાળવા માટે બહુ દલીલબાજીમાં પડવું નહીં. ગેરકાયદે કાર્યોથી દૂર રહેવું. સ્ત્રીવર્ગ તેમજ પાણીથી સાચવવાની સલાહ છે. નાણાં ખર્ચની તૈયારી રાખવી. ભોજનમાં અને ઊંઘમાં થોડી અનિયમિતતાનો સામનો કરવો પડશે.
સિંહ: કાર્ય સફળતા અને હરીફો પર વિજયનો નશો આપના દિલોદિમાગ પર છવાયેલો રહેશે, જેથી ખૂબ પ્રસન્નતા અનુભવશો. ભાઇબહેનો સાથે મળીને ઘર અંગેનું કોઇ આયોજન કરશો. મિત્રો, સ્નેહીજનો સાથે મુસાફરી કરવાના યોગ છે. આરોગ્ય જળવાશે. આર્થિક લાભ. પ્રિયજનની મુલાકાતથી હર્ષ થાય. શાંત ચિત્તથી નવા કાર્યોનો આરંભ કરી શકશો. ભાગ્યવૃદ્ધિની તક અચાનક આવી શકે છે.