મેષઃ આજે આપને ગુસ્સાને કાબૂમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે, આ ગુસ્સો આપના કાર્યો અને સંબંધો પણ વિપરિત અસર પાડી શકે છે. આજે મનમાં થાક, બેચેની અને કંટાળાના કારણે આપને કોઇ કામ કરવાની સ્ફુરણા ન થાય. તબિયતની વિશેષ કાળજી લેવી પડશે. આજે કોઇક ધાર્મિક સ્થળે જવાનું આયોજન શક્ય બને. કોઇક ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં આપની હાજરી રહે એવું બને.
વૃષભઃ કાર્યસફળતામાં વિલંબની શક્યતા હોવાથી સમયસર અને સારી રીતે કામ પાર પાડવા માટે અગાઉથી શિડ્યુલ બનાવજો. તબિયત સારી ન રહેતાં કામમાં મન ન લાગે અને સમયસર આપનું કામ પૂરું ન થતાં મનથી પણ આપ બેચેન રહો. આજે કોઇ નવા કામની શરૂઆત કરવાની હોય તો મુલતવી રાખવાની સલાહ છે. પેટને માફક ના આવે તેવો ખોરાક ન લેવો. વધુ પડતો કામનો બોજ રહે જેથી થાક લાગે. આજે પ્રવાસમાં વિલંબ અને અવરોધોની શક્યતા રહેશે માટે પ્રવાસ ટાળવાની સલાહ આપવામાં આવે છે. આવા સમયે યોગ, ધ્યાન અને આધ્યાત્મિકતાનો સહારો લેવો.
મિથુનઃ આજના દિવસ દરમિયાન આપ મનોરંજન અને મોજમજામાં જ પ્રવૃત્ત રહેશો. મિત્રો અને પરિવારજનો સાથે આપને ઉત્તમ ભોજન કરવાનો તેમજ સુંદર વસ્ત્રો પહેરીને બહાર જવાનો પ્રસંગ ઉપલબ્ઘ થાય. વાહનસુખની પ્રાપ્તિ થાય. આજે વિજાતીય આકર્ષણ વધુ રહે અને તેમની સાથે મિલન- મુલાકાત સંભવે. મિત્રો અથવા પ્રયિપાત્ર સાથે આનંદદાયક યાત્રા- પ્રવાસ થાય. પ્રણય પ્રસંગો માટે આજે શુભ દિવસ છે. જાહેર સન્માન અને પ્રસિદ્ધિના અધિકારી બનો. દાંપત્યજીવનનો ભરપૂર આનંદ ઉઠાવી શકશો.
કર્કઃ વર્તમાન દિવસ આપને ઘણી ખુશી અને સફળતા આપશે. ઘરમાં કુટુંબના સભ્યો સાથે આપનો સમય સુખ શાંતિ સાથે પસાર થાય. આજે તન અને મનથી સ્વસ્થતા અનુભવશો. જરૂરી કાર્યોમાં ખર્ચ કરો. આર્થિક લાભ માટે દિવસ સારો છે. નોકરિયાતોને ઓફિસમાં સાનુકૂળ વાતાવરણ રહે. નોકરીવર્ગથી લાભ થાય. સ્ત્રી મિત્રો સાથેની મુલાકાત સારી રહેશે. પ્રતિસ્પર્ધીઓ તેમની ચાલમાં ફાવે નહીં.
સિંહઃ વર્તમાન દિવસમાં આપનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. મનમાં કલ્પનાના તરંગો આપને રંગીન દુનિયામાં લઇ જશે. આપને સર્જનાત્મક પ્રવૃત્તિ વધારે ખીલે જેના કારણે સાહિત્ય કલાક્ષેત્રે નવું સર્જન કરવાની પ્રેરણા થાય. પ્રિયતમા કે પ્રિયતમ સાથે રોમાંચક ક્ષણો અનુભવો. સંતાનો તરફથી શુભ સમાચાર મળે. મિત્રો સાથે આનંદભરી મુલાકાત થાય. સ્ત્રી મિત્રોનો સહકાર મળે. આપ ધાર્મિક પરોપકારનું કાર્ય કરો.
કન્યાઃ આજના દિવસે આપ દરેક કાર્યમાં અવરોધો અથવા વિલંબનો અનુભવ કરશો. આરોગ્ય પણ નાજૂક રહી શકે છે. મનમાંથી ચિંતા દૂર કરવાનો પ્રયાસ કરવો. પરિવારજનો સાથે અણબનાવ ટાળી સૌહાર્દ વધારવાનો પ્રયાસ કરવો. જાહેરમાં માનહાનિ થાય તેવા કાર્યોથી દૂર રહેવું. જળાશય પાસે જવામાં આંધળુ સાહસ ના કરવું. સ્થાવર મિલકત, વાહન વગેરેના કાગળિયા પર સહી સિક્કા કરતા પહેલાં વિચારવાની જરૂર છે.