મેષ: આર્થિક અને વ્યાવસાયિક દૃષ્ટિએ આજનો દિવસ લાભદાયી રહેશે. લાંબાગાળાના નાણાકીય આયોજનો પાર પડશે. વ્યવસાયમાં પણ યોજનાઓ ઘડી શકો. પરોપકાર અર્થે કરેલા કાર્યથી આપનું મન પ્રફુલ્લિત રહે. આરોગ્ય જળવાય. સતત જનસંપર્કમાં રહેવાનું થાય. બીમાર વ્યક્તિને તબિયતમાં સુધારો જણાશે. આર્થિક લાભ થવાની આશા રાખી શકો. હરીફો સામેની લડાઇમાં આજે તમારી જ જીત છે.
વૃષભ: આજે આપની વાણીનો જાદૂ કોઇને અભિભૂત કરીને આપને લાભ અપાવશે. વાણીની સૌમ્યતા નવા સંબંધો બાંધવામાં સહાય કરશે. સારૂં કામ કરવાની પ્રેરણા થાય. વાંચન- લેખન જેવી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં અભિરૂચિ વધશે. મહેનતનું અપેક્ષિત પરિણામ ન મળવા છતાં આપના કામમાં ખંત અને ચીવટ આપની પ્રગતિ કરશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારો દેખાવ કરી શકશે. પ્રિયજનની મુલાકાત શક્ય બને. પેટની તકલીફ પરેશાન કરે.
મિથુન: દ્વિધામાં અટવાતું આપનું મન અગત્યના નિર્ણયો લેતા અટકાવશે માટે દરેક બાબતોને વ્યવહારુ અભિગમથી વિચારવી પડશે. વધુ પડતો વિચાર કરવાના બદલે કામ પર ધ્યાન આપશો તો પણ આપ બહેતર અનુભવ કરી શકશો. વધુ પડતી લાગણીશીલતા આપની મક્કમતાને ઢીલી બનાવશે. પાણી તથા અન્ય પ્રવાહી પદાર્થોથી કાળજી રાખવી. પરિવાર કે જમીન મિલકતને લગતી બાબતો અંગેની ચર્ચા અને પ્રવાસ ટાળવાની સલાહ આપવામાં આવે છે. શારીરિક અને માનસિક સ્વસ્થતાનો અભાવ રહે.
કર્ક: આજે તમને તાજગીના અનુભવ સાથે ઘરમાં પણ આનંદનું વાતાવરણ રહેશે. મિત્રો, સ્નેહીજનો સાથે મુલાકાત થાય. ભાઇબહેનોથી લાભ, શુભ કાર્યોના આરંભ માટે આજે અનુકૂળ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. કાર્ય સફળતા અને પ્રિયપાત્રના સંગાથથી આપ આનંદિત રહેશો. આર્થિક લાભ અને ભાગ્યવૃદ્ધિની સંભાવનાઓ છે. નાની મુસાફરી થાય. માન- સન્માનમાં વૃદ્ધિ થાય.
સિંહ: પરિવારના સભ્યો સાથે સુખશાંતિથી દિવસ પસાર થાય તેમનો સાથ સહકાર મળે. સ્ત્રી મિત્રોની વિશેષ મદદ મેળવી શકશો. દૂર વસતા મિત્રો અને સ્નેહીજનો સાથેનો સંપર્ક કે સંદેશવ્યવહાર આપને લાભદાયી નીવડશે. આપ પ્રભાવિત વાક્છટાથી અન્ય લોકોનું ધ્યાન કેન્દ્રીત કરી શકો. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધારે રહે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. નિર્ધારિત કાર્યોમાં ઓછી સફળતા મળે.
કન્યા: આજના લાભદાયી દિવસે આપની વૈચારિક સમૃદ્ધિ વધશે. વાક્ચાતુર્ય અને મીઠી વાણીથી આપ લાભ પ્રદ સુમેળભર્યા સંબંધો વિકસાવી શકો. ઉત્તમ ભોજન, ભેટ-સોગાદ અને સુંદર વસ્ત્રોની પ્રાપ્તિ થાય. શરીર તેમજ મનની સ્વસ્થતા જળવાય. સુખ આનંદની પ્રાપ્તિ, જીવનસાથીની નિકટતા અને પ્રવાસ પર્યટનથી આપનો આજનો દિવસ ખુશહાલ રહેશે.
તુલા: આજનો દિવસ આપની અપેક્ષાની તુલનાએ થોડો પ્રતિકૂળતાભર્યો હોવાથી સાવચેતીપૂર્વક ચાલવાની સલાહ છે. ખાસ કરીને આજે આપની તબિયતમાં સુસ્તિ અને બેચેની રહે. માનસિક રીતે પણ વૈચારિક ગડમથલ ટાળવા માટે સકારાત્મક વ્યક્તિઓને મળવું અને પ્રેરાણદાયક લોકોના જીવનચરિત્ર પણ વાંચી શકો છો. આપની વાણી અને વ્યવહારથી કોઇ સાથે ગેરસમજ ઉભી ન થાય તેની સાવધાની રાખવી. પરિવારના સભ્યો સાથે વિનમ્રતાપૂર્વક વર્તન રાખવું. આવક કરતાં ખર્ચનું પલ્લું ભારે રહેશે. ક્રોધને કાબુમાં રાખવાની સલાહ છે.
વૃશ્ચિક: વર્તમાન સમય આપના માટે લાભકારી અને શુભફળ આપનારો રહે. આપને સાંસારિક જીવનનો સુખદ અનુભવ થાય. લગ્ન કરવા ઇચ્છતા યુવક- યુવતીઓ માટે લગ્નના યોગ સર્જાય. નોકરી વ્યવસાયમાં વિશેષ લાભ થાય. સ્ત્રી મિત્રો થકી ફાયદો થાય. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથેના કામની કદર કરશે. મિત્રો સાથેના કામની કદર કરશે. મિત્રો સાથે મુલાકાત અને રમણીય સ્થળે પર્યટન પર જવાની શક્યતા છે.
ધન: આર્થિક અને વેપારના આયોજન કરવા માટે શુભ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. કાર્ય સરળતાપૂર્વક સફળ બનશે. પરોપકારની ભાવના આજે બળવત્તર રહેશે. આનંદ પ્રમોદ સાથે આપનો દિસ પસાર થાય. નોકરી વ્યવસાયમાં બઢતી અને માનસન્માન પ્રાપ્ત થાય. ગૃહસ્થજીવનમાં આનંદ વ્યાપી રહેશે.
મકર: આપનો આજનો દિવસ મિશ્રફળદાયી નીવડશે. બૌદ્ધિક કાર્યો અને વ્યવસાયમાં નવી વિચારસરણી અમલમાં મૂકશો. લેખન અને સાહિત્યને લગતી પ્રવૃત્તિઓમાં આપની સર્જનાત્મકતા દેખાશે, છતાં મનના કોઇક ખૂણે આપને અસ્વસ્થતા અનુભવાશે. પરિણામે શારીરિક થાક અને કંટાળો રહે. સંતાનોના પ્રશ્નો વિશે ચિંતા ઉદભવે. ઉપરી અધિકારીઓ કે હરીફો સાથે ચર્ચામાં ઉતરવું હિતાવહ નથી.
કુંભ: નકારાત્મક વિચારો દૂર રહેવાની સલાહ છે. આ સમયે માનસિક ઉદ્વેગ અને ક્રોધની લાગણી છોડશો નહીં તો તમારા પરફોર્મન્સ પર નબળી અસર પડી શકે છે. ખર્ચ વધશે. વાણી પર સંયમ નહીં રાખો તો પરિવારમાં કોઈની સાથે મનદુ:ખ થઈ શકે છે. આરોગ્યની પણ વિશેષ કાળજી લેવી. શક્ય હોય ત્યાં સુધી મુસાફરી ટાળવી તેમજ વાહન શાંતિથી ચલાવવું. ઇશ્વરનું નામ સ્મરણ અને આધ્યાત્મિક વાંચન આપને માનસિક શાંતિ આપશે.
મીન: રોજિંદા કાર્યોમાંથી બહાર આવી આજે આપ હરવા ફરવા અને મનોરંજન પાછળ આપનો સમય વીતાવશો. સ્વજનો તથા મિત્રવર્તુળ સાથે પિકનિક પર જવાનું આયોજન થશે. સિનેમા, નાટક કે બહાર જમવા- જવાનો કાર્યક્રમ આપને આનંદિત કરશે. કલાકાર કસબીઓને પોતાનો હુન્નર પ્રદર્શિત કરવાની તક મળશે. વ્યવસાયમાં ભાગીદારી માટે શુભ સમય છે. દાંપત્યજીવનમાં વધારે નિકટતા માણી શકાય. જાહેર જીવનમાં માનસન્માન મળે.