મેષ: આજે આપની ઉપર છે તેથી આજનો દિવસ સારી રીતે પસાર કરશો. આજે સુખમય દાંપત્યજીવનની સાથે સાથે બહાર હરવા ફરવાનો અને ભાવનાં ભોજન મળવાનો યોગ છે. વાહનસુખ સારું રહે. ખોવાયેલી વસ્તુ પરત મળવાની શક્યતા છે. ગૃહસ્થ જીવનમાં આનંદ વ્યાપી રહે. વિચારોના આવેગને અંકુશમાં રાખવો. એક્સપોર્ટ- ઇમ્પોર્ટ સાથે સંકળાયેલા વેપારીઓને લાભ અને સફળતા મળે. બૌદ્ધિક ચર્ચામાં જોડાઓ તો પણ વિવાદ ટાળી સમાધાનકારી વલણ અપનાવવું પડે.
વૃષભ:આપનો આજનો દિવસ શુભ ફળ આપનારો બની રહેશે. આપ નક્કી કરેલા કામમાં સફળતા મેળવી શકશો. આપના અધુરા કાર્યો પૂરા થશે. શારિરીક માનસિક સ્વસ્થતામાં વધારો થશે. મોસાળથી સારા સમાચાર મેળવી શકશો. ખરાબ તબિયતમાં સુધારો થશો. નોકરીમાં લાભ થઇ શકશે. નોકરીમાં સહકાર્યકરો તરફથી મદદ મેળવી શકશો.
મિથુન: આપનો આજનો દિવસ મધ્યમ રીતે પસાર થશે. નવું કામ શરૂ ન કરવાની સલાહ છે. સંતાનો અને જીવનસાથી સંબંધિત બાબતોમાં તમારો ઘણો સમય વ્યતિત થશે જેથી બીજા કાર્યોમાં ધ્યાન ઓછુ રહેશે. પેટને લગતી અજીર્ણ જેવી બીમારી હોય તેમણે ભોજન પર સંયમ રાખવો. આજે ખર્ચનું પ્રમાણ વધારે રહે. ખાસ કરીને સ્ત્રીવર્ગ પાછળ વધારે ખર્ચ કરવો પડે. વિદ્યાર્થીઓ માટે એકંદરે સમય સારો છે. અન્ય વ્યક્તિઓ સાથે વાદવિવાદના કારણે કોઇનું મનદુ:ખ ન થાય તેનું ધ્યાન રાખવું.
કર્ક:આજે આપનું મન થોડી ચિંતાથી ઘેરાયેલું રહે માટે વધુ પડતા અથવા બિનજરૂરી વિચારોથી દૂર રહેવું. આજે પ્રફુલ્લિતતા, સ્ફૂર્તિ અને આનંદ જાળવવા માટે સહકર્મીઓ અને પરિવાર સાથે થોડી મજાક-મસ્તી પણ કરવાની સલાહ છે. કુટુંબના સગાંસ્નેહીઓ તેમજ નિકટના સ્વજનો સાથે તકરાર ટાળીને દરેકને આદર આપવાની તેમજ સુલેહ જાળવવાની સલાહ છે. વિજાતીય પાત્ર સાથે કોઇક કારણસર વાંકુ પડે તો શાંતિથી ચર્ચા કરીને સ્થિતિ થાળે પાડવી. છાતીને લગતા રોગ હોય તેવા જાતકોએ અત્યારે સારવાર પર વિશેષ ધ્યાન આપવું.
સિંહ:આપના કાર્યોમાં સફળતા મળવાથી તેમજ પ્રતિસ્પર્ધીઓ પર વિજય મળવાથી આપ પ્રસન્ન હશો. ભાઇબહેન સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. તેમના તરફથી લાભ થવાની સંભાવના છે. કોઇ રમણીય સ્થળની મુસાફરી દોસ્તો અને સ્હેનીજનો સાથે થાય. આરોગ્ય સારું રહે. પ્રિયપાત્રની મુલાકાતથી આપ રોમાંચ અનુભવો. આર્થિક લાભનો સંકેત મળે છે. મન ઉદ્વેગરહિત હશે. ભાગ્યવૃદ્ધિ થાય. ગાઢ પ્રેમાળ સંબંધો બંધાય. ચિત્તની પ્રસન્નતા વધશે. નવા કાર્યો કરવા માટે શુભ દિવસ છે.
કન્યા:પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. વાણીની મીઠાશથી આપ ધાર્યું કામ કઢાવી શકશો. આરોગ્ય સારું રહેશે. બૌદ્ધિક ચર્ચાઓ થાય પરંતુ વાદવિવાદમાં ન પડવાની સલાહ છે. મિષ્ટાન્ન ભોજન મળે. પ્રવાસની શક્યતા છે. ખોટો ખર્ચ ન થાય તેનાથી સંભાળવું. વિદ્યાર્થીઓ માટે થોડો કપરો સમય રહેશે.