મેષ:આપનો આજનો દિવસ થોડો ચડાવઉતાર વાળો છે. આજે આપ માનસિક રીતે સ્વસ્થ ન હોવાથી સંખ્યાબંધ વિચારોમાં ઘેરાયેલા રહેશો. આ સ્થિતિ આપને કેટલાક નિર્ણય લેવામાં અવરોધરૂપ બની શકે છે. સામે શારીરિક રીતે પણ ઓછુ સ્ફૂર્તિના કારણે કામકાજમાં ઉત્સાહ ઓછો રહે. ખર્ચ પર અંકુશ રાખવાની વિશેષ સલાહ છે. સ્વજનો સાથે શક્ય હોય તો વધુ સમય પસાર કરવાની સલાહ છે. મૂડીરોકાણ કરવામાં ખાસ ધ્યાન રાખવું. પરોપકારના કાર્યોમાં ગજા બહારનો ખર્ચ ના થઈ જાય તેનું પણ ધ્યાન રાખવું. કોઇની સાથે પૈસાની લેવડદેવડ કરવામાં સંભાળવું. આધ્યાત્મિકતામાં વધારે રસ રહે.
વૃષભ:આપના કુટુંબમાં સુખશાંતિભર્યું વાતાવરણ જળવાશે. પરિવારજનો અને મિત્રો સાથે આપ મોજમસ્તી માણી શકશો. આપના વેપાર ધંધામાં વૃદ્ધિ થશે અને આપની આવક પણ વધશે. સુંદર સ્થળોએ પ્રવાસ પર જવાનું થાય તેવી પણ શક્યતા છે. મહિલાઓથી લાભ અને માનપાન મેળવી શકશો. ધંધામાં સંપર્ક વધશે અને તેનાથી લાભ થશે. સંતાનો અને પત્ની તરફથી સારા સમાચાર મળતા આનંદ અનુભવશો. લગ્નજીવનમાં આનંદ વ્યાપશે.
મિથુન:આજે સમગ્ર દિવસ દરમ્યાન આપની શારીરિક અને માનસિક સુખાકારી સારી રહેશે. નોકરી વ્યવસાયના ક્ષેત્રે આપની કામગીરીના વખાણ થાય. સહકર્મચારીઓનો સાથ સહકાર મળે. ઉપરી અધિકારીઓ દ્વારા તમારા કામની સરાહના થતાં આનંદ અનુભવશો. સામાજિક ક્ષેત્રે માન- સન્માન પ્રાપ્ત કરો. કુટુંબના સભ્યો, મિત્રો વગેરે સાથે આનંદથી સમય પસાર થાય. નોકરીમાં પદોન્નતિ થાય. આપનું વર્ચસ્વ વધે. સરકારી કાર્યો સરળતાથી પાર પડે અને તેનાથી લાભ થાય. દાંપત્યજીવનમાં સુખ અને આનંદનો અનુભવ કરો.
કર્ક:તન મનની સુખાકારી સાથે ભાગ્યવૃદ્ધિનો એકાદો પ્રસંગ આપની પ્રસન્નતામાં વધારો કરશે. વિદેશથી શુભ સમાચાર મળે. ધાર્મિક કાર્ય, દેવદર્શન અને યાત્રાધામની મુલાકાતથી આનંદ થશે. કુટુંબીજનો સાથે સારી રીતે સમય પસાર કરશો, વિદેશગમન કરવા ઇચ્છતા લોકોને રાહ જોવી પડે. આકસ્િમક ધનલાભની શક્યતા સાથે નોકરિયાતોને પણ લાભ થવાની સંભાવના જણાઈ રહી છે.
સિંહ:આપને તબિયતની બાબતમાં વિશેષ કાળજી લેવાની ચેતવણી આપવામાં આવે છે. માંદગીના કારણે દવાખાનામાં ખર્ચ કરવો પડે. આજે વર્તન અને કાર્યશૈલીમાં શાંતિ તેમજ ધીરજ રાખવી જેથી તમારું કામ બગડે નહીં અને વાણીની કુટતાના કારણે કારણે કોઈની સાથે સંબંધો પણ બગડે નહીં. બહારનું ખાવાપીવાથી તબિયત બગડે. આપના મન પર નકારાત્મક વિચારો દૂર કરીને મન પ્રફુલ્લિત થાય તેવા પ્રયાસો વધારવા. આ સમયે આધ્યાત્મિકતાનો સહારો મનને હળવાશ આપશે.
કન્યા:આજના દિવસે નવા કાર્યનો આરંભ ના કરવો. આરોગ્યની પણ કાળજી લેવી. ખાસ કરીને બહારનું ખાવાપીવાનું ટાળવું. ગુસ્સો વધારે રહે તેથી બોલવા પર સંયમ રાખવો. પરિવારજનો સાથે ઉગ્ર વાતચીતથી મનદુ:ખ ના થાય તેનું ધ્યાન રાખવું. પાણીથી સંભાળવું. ધનખર્ચ વધુ થાય. રાજ્ય કે સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. કોઈની સાથે ઝગડો અને વિવાદ ટાળવા.