ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Daily Horoscope news

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે રવિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

By

Published : Apr 25, 2021, 6:15 AM IST

મેષ: આપનો આજનો દિવસ પરોપકાર અને સદભાવનાઓથી ભરપૂર હોવાનું જણાઈ રહ્યું છે. કારણ કે આજે આપના હાથે કોઇ સેવા- પુણ્‍યનું કામ થાય. આપ અન્‍યોને મદદરૂપ થવાનો પ્રયત્‍ન કરો. આજે આપના પર કામનો બોજ વધારે રહેશે. એમ છતાં આજે આર્થિક લાભ થવાના કારણે આપ ખુશખુશાલ રહેશો. શરીર અને મનથી સ્‍ફૂર્તિ અનુભવો. તમારા પરિવારજનો અને મિત્રવર્તુળ સાથે કોઇ નાનકડા સમારંભમાં કે પ્રવાસમાં જોડાવાની શક્યતા છે. આજે આપની માન્‍યતાઓમાં દૃઢતા આવે પરંતુ એક અજાણ્‍યો ભય સતાવ્‍યા કરે.

વૃષભ:વિચારોની વિશાળતા અને વાણીનો જાદૂ આજે અન્‍યને પ્રભાવિત અને મંત્રમુગ્‍ધ કરશે. લોકો સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. બૌદ્ધિક ચર્ચા કે વાદવિવાદમાં સફળતા મળશે. વાંચન લેખનમાં અભિરૂચિ વધશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. મહેનતના પ્રમાણમાં ઓછી સફળતા મળવા છતાં નિષ્‍ઠાપૂર્વક આપ આગળ વધશો. પાચનતંત્રની સમસ્‍યાથી તબિયત બગડવાની શક્યતા છે.

મિથુન: આજે આપની માનસિક ગડમથલ વધુ રહેવાની શક્યતા જણાતા અગત્‍યના નિર્ણયો લેવામાં આપ દ્વિધા અનુભવશો. માતા અને સ્‍ત્રીઓ સંબંધી બાબતમાં વધારે સંવેદનશીલ બનશો. વધુ પડતા નકારાત્મક વિચારોના બદલે કાર્યશૈલીમાં નવીનતા આવે તેવું કંઈક વિચારશો તો આપને વધુ સાનુકૂળતા થશે. અનિદ્રાની સમસ્યા હોય તેઓ સ્વાસ્થ્યની એકાદ ફરિયાદ કરે તેવી પણ સંભાવના છે. શક્ય હોય તો પ્રવાસ ટાળવો. પાણી કે અન્‍ય પ્રવાહી પદાર્થો ભયજનક પુરવાર થઇ શકે છે. જમીન, મિલકત વગેરેની ચર્ચા નિવારવી.

કર્ક: આપનો આજનો દિવસ શુભ નીવડશે. નવા કાર્યો શરૂ કરવા માટે શુભ દિવસ છે. મિત્રો અને સ્‍વજનો સાથે મુલાકાત થાય. સહોદરથી સુખ અને આનંદની પ્રાપ્તિ થાય. પર્યટન માટે મિત્રો અને સગાંસ્‍નેહીઓ સાથે આપ બહાર જાઓ. ચિત્તમાં પ્રસન્‍નતા છવાયેલી રહેશે. આજે કરેલા દરેક કાર્યમાં આપને સફળતા મળશે. નોકરી- ધંધામાં પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવી શકશો. આર્થિક લાભ થવાના યોગ છે. સમાજમાં માન- પ્રતિષ્ઠા વધે.

સિંહ:આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયક રહેશે. આજનો દિવસ આર્થિક લાભાલાભનો કહી શકાય. આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહેશે. દૂર દૂરના લોકો સાથેના સંદેશા વ્‍યવહારથી ફાયદો થાય. આજે કુટુંબીજનોનો સારો સાથ સહકાર મળી રહેશે. સ્‍ત્રી મિત્રો પણ તમારી મદદે આવશે. આંખ કે દાંતની તકલીફોથી રાહત મળે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. આજે આપ વાણીના માધુર્યથી કોઇનું મન જીતી શકો. ધાર્યા કામોમાં સફળતા મળવાની શક્યતાઓ ઓછી છે.

કન્યા:આજે આપનો દિવસ મધ્‍યમ ફળ આપનારો રહેશે. આજે આપની વૈચારિક સમૃદ્ધિ વધશે. લાભ અને સુમેળભર્યા સંબંધો આપ વાણીના ઉપયોગથી બનાવી શકશો. વ્‍યાવસાયિક રીતે લાભદાયી દિવસ નીવડે. આપનું સ્‍વાસ્‍થ્‍ય સારું રહે. મન પ્રસન્‍ન રહે. આર્થિક લાભ મેળવી શકો. સુખ આનંદની પ્રાપ્તિ થાય. શુભ સમાચાર મળે. આનંદદાયી પર્યટન થાય. સારું દાંપત્યસુખ મળે.

તુલા:આજના દિવસે અવિચારી વલણ આપને તકલીફમાં મૂકી શકે છે માટે કોઈની સાથે વાત કરવામાં અથવા કામ કરવામાં તમારા વર્તન અને વાણીમાં વિનમ્રતા અને સહકારની ભાવના હોવી ખાસ આવશ્યક છે. અવિચારી ઉતાવળ ટાળશો તો ઈજાથી બચી શકો છો. કોઈની સાથે વધુ પડતી દલીલબાજીમાં પડવાના બદલે પોતાના કામથી મતલબ રાખવાની નીતિ આપના માટે બહેતર રહેશે. સગા સંબંધીઓ સાથે અણબનાવ થાય. મનોરંજન કે હરવાફરવા પાછળ નાણાં ખર્ચાય. શારીરિક માનસિક વ્‍યગ્રતા ઓછી કરવા આધ્‍યાત્મિકતા મદદરૂપ થાય.

વૃશ્ચિક:નોકરી ધંધા અને વ્‍યવસાય ક્ષેત્રે આજે આપને લાભ જ લાભ છે. આ સાથે મિત્રો, સગાંસંબંધીઓ અને વડીલો તરફથી પણ લાભ પ્રાપ્તિનો સંકેત છે. સામાજિક મેળાવડા, પર્યટન જેવા પ્રસંગોમાં જવાનું બને. શરીર અને મનથી આપ ખૂબ પ્રફુલ્લિત રહેશો. આવકના સ્‍ત્રોત વધશે. અપરિણિતો માટૈ લગ્‍નયોગ બને છે. સાંસારિક જીવનમાં આનંદનો અનુભવ કરશો.

ધન:આપનો આજનો દિવસ શુભ ફળદાયક રહે. આપના ગૃહસ્‍થજીવનમાં આનંદ પ્રાપ્‍ત થશે. દરેક કાર્યમાં સફળતા મળે. ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ આપના પર રહે. પિતા અને વડીલ વર્ગ તરફથી લાભ થાય. વ્‍યવસાયના કાર્ય અર્થે પ્રવાસ થાય. પદોન્‍નતિ થાય. આર્થિક આયોજનો ખૂબ સારી રીતે પાર પાડી શકો.

મકર:આપનો આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. બૌદ્ધિક કાર્યો અને વ્‍યવસાયમાં આપ નવી વિચારસરણી અપનાવશો તેમજ લેખન સાહિત્‍યને લગતી બાબતોમાં આપની સર્જનશક્તિ વિકસશે. આપની માનસિક પરિસ્થિતિ બહુ સારી ન રહે માટે વધુ પડતું કામનું ભારણ ટાળીને શોખ પુરા થાય તેવા કાર્યોમાં પણ ધ્યાન આપવું. સંતાનોના પ્રશ્નો તમને મુંઝવશે. ખોટા ધનવ્‍યાપથી બચવું. માનસિક અજંપો અનુભવો. નાનકડા પ્રવાસની શક્યતા છે. રાજકીય મુશ્‍કેલીઓ નડે. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો.

કુંભ:આજે આપને અનૈતિક કૃત્‍યોથી દૂર રહેવું તેમજ કોઇપણ વસ્‍તુને સકારાત્‍મક દૃષ્ટિકોણથી જોવી. ખર્ચ વધવાના પરિણામે નાણાંભીડ રહે. ગુસ્‍સાની લાગણી પર કાબૂ રાખવો પડશે કારણ કે થોડુગણું પણ કામનું ભારણ વધશે તો પણ તમે અકળાઇ જાવ તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં ધીરજ અને સંયમ રાખવાની સલાહ છે. આર્થિક તંગીથી બચવા માટે શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી ખર્ચ ટાળવા. શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા માટે આધ્યાત્મિક બાબતોમાં ધ્યાન આપી શકો છો.

મીન:વર્તમાન સમય દરમ્‍યાન આપ મનોરંજન અને મોજશોખમાં રચ્‍યાપચ્‍યા રહેશો. લેખક, કસબીઓ અને કલાકારોને પોતાની પ્રતિભા પ્રગટ કરવા મોકળું મેદાન મળશે. વ્‍યવસાયમાં ભાગીદારી માટે ઉત્તમ સમય છે. સ્‍વજનો, દોસ્‍તારો સાથે પર્યટનની મોજ માણી શકશો. પતિ- પત્‍નીના દાંપત્‍યજીવનમાં નિકટતા અને મધુરતા આવે. જાહેરજીવનમાં ખ્‍યાતિ મળશે.

ABOUT THE AUTHOR

...view details