ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે સોમવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

જાણો તમારૂ રાશિફળ
જાણો તમારૂ રાશિફળ

By

Published : Nov 23, 2020, 6:28 AM IST

મેષ :આપ સામાજિક પ્રસંગોમાં હાજરી આપશો અને મિત્રો તથા સ્નેહીઓ સાથે આપ ઘણો આનંદ માણી શકશો. મિત્રો પાછળ ખર્ચ થશે અને તેમની પાસેથી લાભ પણ મેળવી શકશો. આપ કુદરતી સૌદર્યની નિકટતા માણવા ફરવા જવાનું આયોજન કરો તેવી પણ શક્યતા છે. સંતાનો પાસેથી સારા સમાચાર મેળવી શકશો. લગ્નજીવનમાં શાંતિ અને સુમેળ જળવાઇ રહેશે. આપના માટે આવકની નવી તકો ઊભી થશે. અચાનક આર્થિક લાભ થવાની પણ શક્યતા છે.

વૃષભ:આપનો આજનો દિવસ શુભફળ આપનાર નીવડશે. વિશેષ કરીને નોકરીયાતો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. કારણ કે આજે તેમની નોકરીમાં બઢતીના યોગો જણાય છે. સરકારી લાભ મળે. ઓફિસમાં ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળે. ગૃહસ્‍થજીવનમાં સુખ અને સંતોષની લાગણી અનુભવો. મિત્રો સાથેની મિલન- મુલાકાતથી આનંદની અનુભૂતિ થશે.

મિથુન:સમય આપના માટે સંપૂર્ણ અનુકૂળ ન હોવાને કારણે આપનું કામ પૂરૂ થવામાં વાર લાગે તેવી શક્યતા છે. આપના શરીરમાં થાક અને સ્ફૂર્તિનો અભાવ વર્તાશે માટે કામનું અતિ ભારણ લેવાનું ટાળજો. પેટની તકલીફો હોય તેમણે ભોજનની અતિશયોક્તિ ટાળવી. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે આજે મહત્ત્વની ચર્ચા કરવાનું ટાળજો. સરકારી બાબતોને લગતી સમસ્યાઓ સામે આવી શકે. અગત્યના કામ કે નિર્ણય આજે ન લેશો. સંતાનો સાથે મનદુઃખ હોય તો શાંતિથી ચર્ચા દ્વારા તેનો ઉકેલ લાવવાની સલાહ છે. વિરોધીઓ અને હરીફોથી બચીને રહેજો.

કર્ક:નકારાત્મક માનસિકતા દૂર કરવાથી આજે તમે ઘણા કાર્યો વધુ સારી રીતે કરશો અને તેનું બહેતર પરિણામ મેળવી શકશો. બહારનું ખાવા-પીવાનો આગ્રહ રાખવો નહીં. આપે ગરમ મિજાજને અંકુશમાં રાખવો પડશે. તેના બદલે થોડા મોજીલા અને રમૂજી બનશો તો દરેક વ્યક્તિ સાથે તમારી ઘનિષ્ઠતા વધશે. પરિવારજનો સાથે પણ વર્તનમાં વિનમ્ર રહેવું. નવા બંધાયેલા સંબંધોમાં અત્યારે બહુ મોટી આશા રાખવી નહીં. ખર્ચને અંકુશમાં રાખવો. ભગવાનનું નામ લઇને આપનું મન હળવું કરી શકો છો.

સિંહ:આપના લગ્નજીવનમાં થોડા મતભેદો હોય તો અત્યારે શાંતિથી ચર્ચા દ્વારા તે દૂર કરવા. પતિ અથવા પત્ની એકબીજા સાથે વધુ સમય વિતાવીને અને એકબીજાની જરૂરિયાતો સંતોષની સુખી દાંપત્યજીવનની મજા માણી શકશે. તેના કારણે આપ સાંસારિક બાબતોમાં પણ વધુ સકારાત્મક અહેસાસ કરશો. વેપાર ધંધામાં ભાગીદારો સાથેના વ્યવહારમાં પારદર્શકતા રાખવી. સમાજમાં આપની પ્રતિષ્ઠા અચાનક વધી જાય તેવી ઝંખના રાખવી નહીં. વિજાતીય લોકોને મળીને આપને ઘણી ખુશી અનુભવાશે.

કન્યા:આજે આપને દરેક બાબતમાં સાનુકૂળતાનો અનુભવ થશે. ઘરમાં સુખ શાંતિ સ્‍થપાય, જેથી મન પ્રસન્ન રહે. સુખપ્રદ બનાવો બને. આરોગ્‍ય જળવાય. માંદા માણસોના આરોગ્‍યમાં સુધારો થાય. આર્થિક લાભની પ્રાપ્તિ થાય. કાર્યક્ષેત્રે પણ બધાનો સાથ સહકાર મળી રહેશે. હરીફો સાથેનો પડકાર ઝીલવામાં સફળતા મળશે.

તુલા:બૌદ્ધિક પ્રવૃત્તિઓ અને ચર્ચા આજે અગ્રસ્‍થાને રહેશે. આપની કલ્‍પના અને સર્જનશક્તિને સારી રીતે કામે લગાડી શકશો. સંતાનોની પ્રગતિથી સંતોષ અનુભવશો. વ્‍યર્થ વાદવિવાદ કે ચર્ચામાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. આરોગ્‍યની બાબતમાં પાચનતંત્રને લગતી સમસ્‍યાઓ રહેશે. પ્રિયપાત્ર સાથેનું મિલન સુખદ રહેશે.

વૃશ્ચિક:આજે આપ તન મનમાં ઓછી સ્વસ્થતા અનુભવશો. નાની-મોટી ચિંતા આપને સતાવ્યા કરશે માટે અત્યારે વધુ પડતા વિચાર કરવાના બદલે વ્યવહારુ અભિગમ સાથે કામ પર ધ્યાન આપવું. કુટુંબીજનો તથા સંબંધીઓ સાથે બોલચાલમાં નરમાશ રાખવી. જમીન, મિલ્કત કે વાહનની ખરીદી કે તેના દસ્તાવેજ કરવામાં ધ્યાન રાખવું પડશે.

ધન:ગૂઢ રહસ્‍યમય વિદ્યાઓ અને આધ્‍યાત્મિકતાનો પ્રભાવ આપના પર વિશેષ રહેશે અને તેના અભ્‍યાસ સંશોધનમાં પણ રસ લેશો. આપનું મન શાંત અને પ્રસન્ન રહે. ભાઇ બહેનો સાથે વધુ મનમેળ રહે. નવા કામની શરૂઆત આજના દિવસે કરી શકો છો. સગાં વહાલાં, મિત્રો વગેરેનું આપને ત્‍યાં આગમન થતાં આનંદ અનુભવાય. નાની મુસાફરી થવાની પણ શક્યતા છે. ભાગ્‍યવૃદ્ધિની તક મળશે.

મકર:આપે વાણી અને વર્તનને અંકુશમાં રાખવા જોઇએ. કુટુંબીજનો સાથે મતભેદ ન થાય તેની કાળજી રાખવી પડશે. શેરબજારમાં રોકાણ કરવાની યોજના બનાવી શકશો. આપને નાણાંકીય લાભ થઇ શકશે. સ્વાસ્થ્ય નરમ ગરમ રહ્યા કરે. આંખમાં દર્દ કે પીડા થઇ શકે. નકારાત્મકતાથી દૂર રહેશો તેટલો લાભ થઇ શકશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ખાસ ધ્યાન આપવું પડશે.

કુંભ:શારીરિક માનસિક રીતે આપનો દિવસ પ્રફુલ્લિત રહેશે. સગાં સ્‍નેહીઓ તેમજ મિત્રો અને પરિવારના સભ્‍યો સાથે ઘરમાં ઉત્‍સવનું વાતાવરણ રહેશે. સુરૂચિપૂર્ણ અને મિષ્‍ટ ભોજનનો આસ્‍વાદ માણશો. હરવા ફરવાનો અને પર્યટનનો કાર્યક્રમ યોજાય આર્થિક દૃષ્ટિએ લાભદાયી દિવસ છે. અધ્‍યાત્‍મ અને ચિંતનમાં ઉંડો રસ લેશો.

મીન:આજે આપના મનની એકાગ્રતા ઓછી રહેશે અને માનસિક વ્‍યથા વધારે રહેશે માટે શક્ય હોય એટલા શાંત ચિત્તે કામ લેવાની સલાહ છે. ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય. જન સેવાને લગતા ખર્ચનું પ્રમાણ વધારે રહે. રોકાણકારોએ મૂડી રોકાણ કરતાં ધ્યાન રાખવું. સ્‍વજનોથી દૂર રહેવાનું થાય. સ્‍વજનો સાથે મતભેદ ટાળવા વર્તન સૌમ્ય રાખવું. ટૂંકાગાળાના લાભ લેવા જતા નુકસાન ન થાય તે જોવું. મહત્ત્વના કાગળો પર સહી-સિક્કા કરતાં પહેલા ધ્યાન રાખવું અને કોર્ટ કચેરીના કામો આજે સંભાળપૂર્વક હાથ ઘરવા. આધ્‍યાત્મિક કાર્યોમાં દિવસ પસાર થાય. જમીન કે પૈસાની લેવડદેવડ ન કરવી.

ABOUT THE AUTHOR

...view details