મેષ:વર્તમાન દિવસે સંભાળીને ચાલવાની સલાહ આપવામાં આવે છે. આજે આપને નિકટના સ્વજનો સાથે બોલવામાં સંયમ રાખવો જેથી કોઈપણ ખટરાગની સ્થિતિ ટાળી શકો. શરીર અને મનથી આપ થોડી બેચેની અનુભવશો. અનિદ્રાની સમસ્યા હોય તેમને તકલીફ વધી શકે છે. બૌદ્ધિક ચર્ચામાં ભાગ લેવો પડે પરંતુ આવી ચર્ચાઓથી દૂર રહેવાની આપને સલાહ આપવામાં આવે છે. વિજાતીય આકર્ષણની મોહજાળ આપને ફસાવશે. આજે તેમાં ફસાવું આપના માટે નુકસાનકારક રહેશે. મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવે છે.
વૃષભ:આજે આપ લાગણીસભર બંધનોમાં બંધાયાનો અનુભવ કરશો. દિવસના ભાગમાં આપના કાર્યો સફળ થવાથી આપને આનંદ થશે. ભાઇ- બહેનોથી લાભ થશે. શરીર અને મનથી આપ તાજગીનો અનુભવ કરશો. આર્થિક લાભ પણ થશે પરંતુ બપોર પછીની પરિસ્થિતિ કંઇક જુદી જ હશે. પરિવારમાં બનતા કેટલાક પ્રસંગોથી આપના મનમાં અને પરિવારના સભ્યોના મનમાં કટુતા ઉભી થઈ શકે છે. ધનખર્ચ થાય અને બીજાના માટે કરેલા કાર્યોમાં યશ ના મળે તેવું પણ બની શકે છે. સ્ત્રીપાત્રથી તથા પાણીથી સંભાળવાની સલાહ આપવામાં આવે છે.
મિથુન: આપને નકારાત્મક માનસિક વલણ ન રાખવાની સલાહ આપવામાં આવે છે. મન અસંતોષની લાગણીથી ઘેરાયેલું રહેશે. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું ન હોય. શરીરનું સ્વાસ્થ્ય સારું ન રહે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન ન લાગે પરંતુ બપોર પછી આપનું મન પ્રફુલ્લિતતા અનુભવશે. નવા કામની શરૂઆત કરવાનું જોખમ પ્રાપ્ત થશે. હરિફો પર વિજય મેળવી શકશો. સ્વજનોના સંગાથથી મન ખૂબ આનંદિત થશે. આનંદમય પ્રવાસ થાય.
કર્ક:આપનો વર્તમાન સમય ખુશાલીમાં પસાર થાશે. આજે આપ વધારે પડતા સંવેદનશીલ બનશો. આપની શારીરિક સુખાકારી જળવાશે, વૈવાહિક જીવનમાં આનંદ રહે. સ્નેહી અને મિત્રો સાથેની મુલાકાત થાય પરંતુ બપોર પછી કુટુંબના સભ્યો સાથે ખટરાગ થતાં આપનું મન વ્યથિત થશે. આપની મનોવૃત્તિમાં પરિવર્તન આવે મનમાં હતાશાજનક વિચારો આવે. ક્રોધને કાબુમાં રાખવો.
સિંહ: આજે આપે વાણી અને વર્તનમાં સંપૂર્ણ સંયમ રાખવો પડશે. સગાં- સ્નેહીઓ સાથે મનદુ:ખ ટાળવા માટે તેમની વાતો અને લાગણીઓને સમજવાનો વધુ પ્રયાસ કરવો અને દરેકને વધુ આદર આપવો. આવકના પ્રમાણમાં વધારે ખર્ચ થાય. ગેરસમજ હોય તો ચર્ચાથી ઉકેલજો અને આરોગ્ય પ્રત્યે બેદરકાર ના રહેતા. પરંતુ મધ્યાહન બાદ આપને સમય સુધરતો જણાશે. આપ નવા કાર્યોની શરૂઆત કરી શકશો. દોસ્તો, સ્નેહીઓ સાથે પ્રેમસભર મુલાકાત થાય. આપના કાર્યમાં આપને સફળતા મળશે. આર્થિક લાભ પણ મળશે.
કન્યા: આજના દિવસે આપને વિવિધ ક્ષેત્રોમાં લાભ મળવાની શક્યતા જણાઈ રહી છે. નોકરી વ્યવસાય ક્ષેત્રે પણ લાભ મળે. સહકર્મચારીઓનો પૂર્ણ સહકાર પ્રાપ્ત થાય. મિત્રવર્ગ પાછળ ખર્ચ થાય અને તેમનાથી લાભ પણ મળે. પ્રવાસ પર્યટન થાય. પરંતુ મધ્યાહન બાદ આપનું મન અનિશ્ચિતતામાં અટવાયેલું રહેશે. સગાસંબંધીઓ સાથે અણબનાવનો પ્રસંગ ઊભો થાય. ક્રોધાવેશમાં કોઇ સાથે ઉગ્ર બોલાચાલી ન થાય તે સંભાળવું. આરોગ્ય થોડું નરમગરમ રહે. આવકના પ્રમાણમાં વધુ ધનખર્ચ થાય.