- મેષ
વર્તમાન દિવસે સ્વકેન્દ્રી વલણ છોડીને બીજાનો વિચાર કરવાની આપને સલાહ છે. આજે ઘર પરિવાર કે કાર્યના ક્ષેત્રે આપે સમાધાનકારી વલણ અપનાવવું પડશે. વાણી પર કાબુ નહીં હોય તો કોઇની સાથે વાદવિવાદ કે મનદુ:ખ ઉભું થવાનો યોગ છે. ભોજન અને ઉંઘ સમયસર તેમજ પૂરતા પ્રમાણમાં લેવાની સલાહ છે. ખર્ચ પર અંકુશ રાખવાથી નાણાંનો વ્યર્થ વડફાટ અટકાવી શકશો. નાણાંના પ્રશ્ને સાવધ રહેવાનું સુચન છે.
- વૃષભ
આપ આપની આર્થિક જવાબદારીઓ તરફ ધ્યાન આપશો અને તે આયોજન પણ કરી શકો. આર્થિક લાભ થવાની શક્યતા છે. તનમનના ઉત્સાહ અને વિચારોની સ્થિરતાને કારણે આપના બધા કામ સારી રીતે પાર પડે. આજે મનોરંજન, સૌંદર્ય પ્રસાધનો, આભૂષણો વગેરે પાછળ ખર્ચ થાય. કુટુંબીજનો સાથે આનંદથી સમય પસાર કરી શકશો. દાંપત્યજીવનમાં આનંદ રહેશે.
- મિથુન
આજે આપની વાણી અને વર્તનના કારણે ગેરસમજ ટાળવા માટે તેમાં પારદર્શકતા અને સ્પષ્ટતા રાખવાની સલાહ છે. મનમાં આવેશ અને ઉગ્રતાની લાગણી આવી જાય તો મન કોઈ અન્ય દિશામાં ફેરવવાનો પ્રયાસ કરવો જેથી સ્થિતિ અંકુશમાં રહે. આરોગ્ય સાચવજો. ખાસ કરીને આંખોના દર્દથી પરેશાની અનુભવાય. આકસ્મિક ઈજાથી બચવા ધીરજ રાખવી. પરિવારજનો તેમજ પુત્ર સાથે પ્રેમ અને હૂંફ વધારવાનો પ્રયાસ કરવો. નાણાની આવક ઓછી અને ખર્ચ વધારે થાય તેવી શક્યતા હોવાથી અગાઉથી નાણાંનું આયોજન કરવું. ઇશ્વરનું નામસ્મરણ અને આધ્યાત્મિકતા મનના ભારને હળવો કરશે.
- કર્ક
આજનો દિવસ આપના માટે લાભકારી હોવાનું જણાઈ રહ્યું છે. નોકરી ધંધામાં પણ લાભના સંકેત છે. મિત્રવર્તુળ સાથે આનંદમાં સમય ગુજારો. સ્ત્રી મિત્રો, પ્રેયસી સાથે રોમાંચક ક્ષણો વીતાવો. લગ્નયોગ છે તેથી અપરિણિતોના લગ્ન નક્કી થાય. આવકના સાધનો વધે. આકસ્મિક ધનપ્રાપ્તિ થાય. એકાદ મનોરમ સ્થળ પર પ્રવાસ પર્યટનનું આયોજન કરશો. આર્થિક આયોજનો સફળતાપૂર્વક કરી શકો. ઉત્તમ સ્ત્રી સુખ મળે.
- સિંહ
આજે આપના કાર્ય ક્ષેત્રમાં આપનું વર્ચસ્વ અને પ્રભાવ જમાવી શકો. ઉપરી અધિકારીઓ આપની કામગીરીથી ખુશ રહે. આપ ભરપૂર આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળથી કઠિન કામ પણ સુપેરે પાર પાડી શકો. સરકારને લગતા કાર્યોમાં સફળતા મળે. પિતા સાથે સુમેળભર્યા સંબંધો રહે અને તેમનાથી લાભ થાય. જમીન, વાહન, મિલકત વગેરે સંબંધી કામકાજો કરવા માટે આજે અનુકૂળ દિવસ છે. ગૃહસ્થ જીવનમાં મીઠાશ રહે.
- કન્યા
આપનો વર્તમાન દિવસ સારા-નરસા બંને પ્રકારના સંજોગો ધરાવતો હોવાનું જણાઈ રહ્યું છે. મનમાંથી વ્યગ્ર દૂર રાખવી અને બધા સાથે સહકારની ભાવના રાખવી. શરીરમાં સ્ફૂર્તિ માટે કસરત કરી શકો છો. થાક અને અશક્તિના લાગે તો અત્યારે કામકાજમાંથી વિરામ લઈ લેવો. નોકરી-વ્યવસાયના સ્થળે પણ કર્મચારીઓ, ઉપરી અધિકારીઓ સાથે પણ સહકારની ભાવના વધારવી. નાણાં ખર્ચનું પ્રમાણ વધે. સંતાનોના સ્વાસ્થ્યની કાળજી લેવી પડશે. તેમની સાથે મતભેદ ટાળવા. પ્રતિસ્પર્ધીઓ આપને પરાજિત કરવાનો પેંતરો ઘડશે પરંતુ તેઓ ફાવી શકે તેમ નથી.
- તુલા