મેષ:આપ વધુ પડતા સંવેદનશીલ બની જવાને કારણે કોઇની વાણી આપની લાગણીને ઠેસ પહોંચાડશે. માતાના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવાની સલાહ છે. સ્થાવર મિલ્કત અંગે કોઇ નિર્ણય ન લેવો હિતાવહ છે. શરીર અને મનમાં અજંપો અનુભવાય. વિદ્યાર્થીઓ માટે સમય મિશ્ર ફળ આપનારો બની રહેશે. આપનું સ્વમાન ઘવાય તેવી પણ શક્યતા છે. આપે ઓફિસ અને કામકાજમાં સ્ત્રીઓથી સાચવીને રહેવું પડશે.
વૃષભ: આપને શારીરિક તેમજ માનસિક સ્વસ્થતા અને આનંદનો અનુભવ થશે તેમ જણાઈ રહ્યું છે. કુટુંબીજનો અને ઘર પરિવારને લગતા પ્રશ્નો અંગે વિચાર વિમર્શ કરવો જોઇએ. મિત્રો સાથે હરવા ફરવાનું થાય. નાણાંકીય બાબતોનું વધારે ધ્યાન રાખવું પડશે. દરેક કામમાં સફળતા મેળવી શકશો. ભાગ્ય વૃદ્ધિ થવાની શક્યતા પણ છે. સહોદરો પાસેથી મદદ મેળવી શકશો. પ્રિયજનની નિકટતા અને સામાજિક જીવનમાં માન અને આદર મેળવી શકશો. આપના વેપારમાં વૃધ્ધિ થાય. વિરોધીઓના હાથ હેઠા પડશે.
મિથુન: આપનું નિર્ધારિત કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થશે,તેમ જણાઈ રહ્યું છે. નાણાંકીય યોજનાઓ સારી રીતે પાર પાડી શકશો. સ્વાદિષ્ટ ભોજન માણી શકશો. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ માટે દિવસ મધ્યમ રહેશે. મિત્રો અને પ્રિયજનોને મળીને ખુશી અનુભવાશે. ધંધા માટે સમય અનુકૂળ છે. આપની આવકમાં વધારો થશે.
કર્ક:આજે આપ લાગણીઓના પ્રવાહમાં તણાશો અને મિત્રો, પરિવારજનો અને સગાં સ્નેહીઓ પણ તેમાં સહભાગી થશે. આપ ભેટ સોગાદો મેળવી શકશો. હરવા ફરવાનું અને સ્વાદિષ્ટ ભોજન માણવાનું આયોજન કરશો. શુભ પ્રસંગોમાં હાજરી આપી શકશો. પ્રવાસ આનંદ ઉત્સાહથી ભરપૂર રહેશે. આર્થિક લાભ થાય. દાંપત્યજીવનમાં વધુ નિકટતા અનુભવાશે.
સિંહ: ચિંતાના બોજથી દૂર રહેવું અન્યથા આપનું આરોગ્ય જોખમાઈ શકે છે. શક્ય હોય ત્યાં સુધી કોઈની સાથે ઉગ્ર દલીલો કે વાદવિવાદથી દૂર રહેવું તેમજ સંઘર્ષની સ્થિતિ ટાળવી. કોર્ટ કચેરીના કામમાં સાવધાનીપૂર્વક પગલું ભરવું. લાગણીના પ્રવાહમાં તણાઇને આપ કોઇ અવિચારીકાર્ય ના કરતા. વાણી અને વર્તનમાં વધુ સંયમ તથા વિવેક જાળવવાની આપને સલાહ છે.
કન્યા:આપની શારીરિક અને માનસિક સ્વસ્થતા સાથે આજે આપને ઘણાં લાભ મળશે. વેપાર અને નોકરી કરતા લોકોને નાણાંકીય લાભ થઇ શકે. ઉચ્ચ અધિકારીઓ આપનાથી ખુશ રહેશે તેથી આપની પદોન્નતિ પણ થઇ શકે છે. લગ્ન કરવા માંગતા હોય તેમના માટે સમય અનુકૂળ બનશે. સ્ત્રી મિત્રોથી ફાયદો થવાની શક્યતા છે. કોઇ રમણીય સ્થળે ફરવા જવાનુ થઇ શકે. આપ દાંપત્યજીવનનો સંપૂર્ણ આનંદ માણી શકશો.