મેષ: આજે આપ મિત્રવર્તુળથી ઘેરાયેલા રહેશો. મિત્રો તરફથી ફાયદો થાય. તેમના તરફથી ભેટસોગાદો મળે અને આપ પણ મિત્રો પાછળ ધનખર્ચ કરો. નવા મિત્રો પણ બનશે જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થાય. સરકારી, અર્ધસરકારી કાર્યોમાં સફળતા મળે. સંતાનોથી લાભ થાય. સુંદર પ્રાકૃતિક સ્થળની મુલાકાતના સંજોગો ઉભા થાય. સામાજિક કાર્યોમાં વધારે અભિરૂચિ રહે. દૂર વસતા સ્વજનના સમાચાર મળે અથવા તેમના સંપર્ક થાય. આકસ્મિક ધનલાભની શક્યતા નકારી શકાય નહીં.
વૃષભ: આજનો દિવસ નોકરિયાત વર્ગ માટે સારો પુરવાર થાય જે લોકો નવા કાર્યોનું આયોજન હાથ ધરવા માગતા હશે તેઓ સફળતાપૂર્વક આયોજન કરી શકશે. નોકરિયાતોને પદોન્નતિથી લાભ થાય. તેમજ ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ આપના ઉપર રહે. સરકારી લાભ મળે. દાંપત્યજીવનમાં માધુર્ય આવે. ભેટ- ઉપહાર અને માન- સન્માનથી મનમાં આનંદ વ્યાપી રહે. આજે આપના અધૂરાં કાર્યો પૂર્ણતા પામે.
મિથુન: આજે આપને થોડી મુશ્કેલીઓનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. આપ થાક અને સુસ્તી ટાળવા માટે કામથી વિરામ લઇને આપ્તજનો સાથે ક્યાંક નજીકના સ્થળે પિકનિકનું આયોજન કરી શકો છો. આપના મન ચિંતાનું સ્તર નીચું લાવવા માટે વધુ પડતા વિચારો કરવાનું ટાળીને વ્યવહારુ અભિગમ અપનાવવો. ઓફિસમાં સાથી કર્મચારીઓ પાસેથી વધુ પડતી અપેક્ષાઓ રાખવી નહીં. ઉચ્ચ અધિકારીઓ સાથે દલીલ કે ચર્ચા ટાળવી. વિરોધીઓથી પણ બચીને રહેજો.
કર્ક: ઉગ્રતા અને નકારાત્મકતા દૂર કરીને શાંત ચિત્ત રાખીને વ્યવહારુ અભિગમ સાથે કામ કરવાની સલાહ છે. આમ કરવાથી આપ મન પર કાબુ રાખી શકશો અને સંબંધોમાં પણ ઘનિષ્ઠતા રહેશે. ખાનપાનમાં અતિશયોક્તિ ટાળવાથી સ્વાસ્થ્ય સુખાકારી ભોગવી શકશો. પરિવારમાં થોડી શાંતિ અને સુલેહ સ્થપાઇ રહે તે માટે તમારે વાણી અને વર્તનમાં ઉગ્રતા ટાળવી પડશે. ખર્ચ વધતા નાણાંકીય કટોકટી વધવાની શક્યતા છે. નવા સંબંધો શક્ય હોય ત્યાં સુધી શરૂ ના કરવામાં મજા છે. આજે આપે કોઇ કાર્ય આરંભ ન કરવું જોઇએ.
સિંહ: આપના લગ્નજીવનમાં થોડા મતભેદો હોય તો અત્યારે શાંતિથી ચર્ચા દ્વારા તે દૂર કરવા. પતિ અથવા પત્ની એકબીજા સાથે વધુ સમય વિતાવીને અને એકબીજાની જરૂરિયાતો સંતોષની સુખી દાંપત્યજીવનની મજા માણી શકશે. તેના કારણે આપ સાંસારિક બાબતોમાં પણ વધુ સકારાત્મક અહેસાસ કરશો. વેપાર ધંધામાં ભાગીદારો સાથેના વ્યવહારમાં પારદર્શકતા રાખવી. સમાજમાં આપની પ્રતિષ્ઠા અચાનક વધી જાય તેવી ઝંખના રાખવી નહીં. વિજાતીય લોકોને મળીને આપને ઘણી ખુશી અનુભવાશે.
કન્યા: આજે પરિસ્થિતિ દરેક રીતે આપને અનુકૂળ છે. આપના ઘર-પરિવારમાં સુખ શાંતિ રહેશે અને તેના કારણે માનસિક પ્રસન્નતા પણ આપ અનુભવશો. આપના જીવનમાં કેટલાંક સુખદ પ્રસંગો બનશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. જે બિમાર હોય તેમનુ સ્વાસ્થ્ય સારું થતું જશે. નાણાંકીય ફાયદો થવાની શક્યતા છે. કામમાં આપ બધાનો સહકાર મેળવી શકશો. આપ વિરોધીઓનો સામનો કરી શકશો.