ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Horoscope of Capricorn Today news

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે મંગળવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

astrology predictions of 2 february 2021
astrology predictions of 2 february 2021

By

Published : Feb 2, 2021, 6:30 AM IST

  • મેષ

આપનો આજનો દિવસ આનંદ- પ્રમોદમાં વીતશે. આજે આપને કોઈપણ પ્રકારે આર્થિક લાભ થાય અથવા તો આર્થિક યોજનાઓ ઘડી શકો. વ્‍યવસાયમાં પણ પ્‍લાનિંગ થાય. આજે વધુ લોકો સાથે સંપર્ક કરવાનું બને. આજે અન્‍ય લોકો સાથે કોમ્‍યુનિકેશન વધારે રહે. બૌદ્ધિક કાર્યોમાં જોડાવું પડે. આજે ટૂંકા પ્રવાસની સંભાવના છે. આપ અન્‍ય લોકોના લાભાર્થે કોઇ સેવાકાર્ય કરો. તન- મન પ્રફુલ્લિત રહેશે. એકંદરે આપનો આજનો દિવસ આનંદ પ્રમોદમાં પસાર થશે.

  • વૃષભ

આપના વિચારો વધુ વિશાળ બનશે અને વાણીથી આપ લોકોને આકર્ષિત અને પ્રભાવિત કરી શકશો. આપના સંબંધોમાં સુમેળ વધશે. ચર્ચા કે વિવાદમાં આપ સફળતા મેળવી શકશો. લેખન કાર્ય કે વાંચનમાં પણ આપનો રસ વધશે. વિદ્યાર્થીઓ માટે સમય ઘણો અનુકૂળ જણાઇ રહ્યો છે. આપની મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળશે છતાં આપ નિષ્ઠાથી આગળ વધી શકશો. પાચન ક્રિયા ખોરવાતા સ્વાસ્થ્ય કથળે તેવી શક્યતા છે.

  • મિથુન

મહત્વના નિર્ણય લેવામાં આંશિક મુશ્કેલી અનુભવાય તેવી શક્યતા છે. વ્યવહારુ અભિગમ અપનાવશો તો વાંધો નહીં આવે. માતા અને સ્ત્રીવર્ગ માટે આપ વધુ લાગણીશીલ બની જશો. વધુ પડતા વિચારોને કારણે આપ તનાવ અનુભવશો. ઊંઘ ન આવવાને કારણે શારિરીક અસ્વસ્થતા રહી શકે. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ટાળવો.આપે જળાશયથી સાચવવું જોઇએ. જમીન કે મિલકત વિશેની વાતચીત મુલતવી રાખવી.

  • કર્ક

આજના દિવસ દરમ્‍યાન આપ તન મનથી પ્રફુલ્લિતતા તાજગીનો અનુભવ કરશો. નવા કાર્યનો આરંભ કરવા માટે સારો દિવસ છે. મિત્રો અને સ્‍નેહીઓ સાથેની મુલાકાતથી આનંદ થાય. કાર્ય સફળતાથી આપના ઉત્‍સાહમાં વધારો થશે. હરીફો અને પ્રતિસ્‍પર્ધીઓ પર વિજય મેળવી શકો. ભાઇ- બહેનોથી લાભ થાય. પ્રિયપાત્રના સંગાથથી મન રોમાંચિત બને. અન્‍યો સાથે લાગણીસભર સંબંધો બંધાય. આનંદમય પ્રવાસ થાય. નાણાકીય લાભ થાય. જાહેરમાં માન- સન્‍માન મળે.

  • સિંહ

આપનો વર્તમાન દિવસ મિશ્રફળદાયી રહેશે. કુટુંબના સભ્‍યો સાથે આપ સારી રીતે સમય વીતાવો. તેમનો સાથ સહકાર પણ સારો મળશે. આર્થિક ક્ષેત્રે આવક કરતાં જાવકનું પલ્‍લું નમતું રહે. સ્‍ત્રી મિત્રો આજે તમારી સહાયક બનશે. વાકછટાથી દરેકને વશ કરી શકશો. દૂર વસતા મિત્રો, સ્‍નેહીજનો સાથેના કોમ્‍યુનિકેશનથી આજે લાભ થાય. ગણતરીપૂર્વકનું પ્‍લાનીંગ કરવા જતાં લાંબા અને વધુ પડતા વિચારોના કારણે માનસિક દ્વિધામાં ગુંચવાયેલા રહેશો.

  • કન્યા

આપના સમૃદ્ધ વિચારો અને આકર્ષક વાકપટુતાને કારણે આપને લાભ થશે અને સંબંધો વધુ સારા બનાવીને આપ આપનું કામ આગળ વધારી શકશો. આજનો દિવસ વ્યવસાસિક દૃષ્ટિએ લાભ કરાવનારો બની રહેશે. આપનું શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. સ્નેહીજનોને મળવાનું થશે અને ખુશી તેમજ આનંદ મેળવી શકશો. આર્થિક લાભ અને પ્રવાસની શક્યતાઓ પણ વધારે છે.

  • તુલા

આજના દિવસે તમારે વિચારોમાં સ્થિરતા અને કામકાજમાં ખંત રાખવા પડશે. જો પરિશ્રમથી પાછા પડશો તો લક્ષ્ય અધુરું રહી શકે છે. વાણીની શિથિલતા ઉગ્ર બોલાચાલી કરાવે તેવી શક્યતા છે માટે . સગાં સંબંધીઓ સાથે વ્યવહાર અને સંબંધો સાચવવા માટે તમારે વધુ પ્રયાસ કરવા પડશે. મનોરંજન કે હરવાફરવા પાછળ નાણાં ખર્ચાય. શારીરિક માનસિક વ્‍યગ્રતા ઓછી કરવા આધ્‍યાત્મિકતા મદદરૂપ થાય.

  • વૃશ્ચિક

આપને આજે ધંધા અને વ્યવસાયમાં લાભ થઇ શકે છે. આપ મિત્રો, સગા અને વડીલો તરફથી લાભ મેળવી શકશો. આપ સમાજમાં લોકો સાથે મિલન-મુલાકાત, પ્રવાસ તેમજ બીજા પ્રસંગોમાં હાજરી આપશો. આપનું શરીર અને મન આનંદથી ભરપૂર રહેશે. આપની આવકના સ્રોતમાં વધારો થશે. કુંવારા હોય તેમને લગ્નનો પ્રસ્તાવ મળવાની શક્યતા છે. આપને લગ્ન જીવનમાં આનંદનો અનુભવ થશે.

  • ધન

કાર્ય સફળતાનો દિવસ છે. નવા કામની શરૂઆત કરી શકો. વેપારીઓ તેમના બિઝનેસનું આયોજન અને વિસ્‍તરણ સારી રીતે કરી શકશે. નોકરીમાં ઉપરીઓ આપની બઢતી માટે વિચારશે. ગૃહજીવનમાં આનંદ અને સંતોષ રહેશે. તન- મનનું આરોગ્‍ય જળવાશે. આર્થિક લાભ, જાહેરજીવનમાં માન પ્રતિષ્‍ઠા વધશે.

  • મકર

બૌદ્ધિક કાર્યો અને વ્‍યવસાયમાં આપ નવી શૈલી અપનાવશો. સાહિત્‍ય લેખનની પ્રવૃત્તિને વેગ મળશે. શરીરમાં બેચેની અને થાકનો અનુભવ કરશો. સંતાનોની સમસ્‍યા મુંઝવશે. લાંબી મુસાફરી માટેની શક્યતા છે. વિરોધીઓ અને હરીફો સાથે ઉંડી ચર્ચામાં ન ઉતરવાની અને ખોટા ખર્ચથી બચવાની સલાહ આપવામાં આવે છે.

  • કુંભ

નિષેધાત્‍મક કાર્યો તથા નકારાત્‍મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. વધુ પડતા વિચારો અને ક્રોધ અપાવી શકે છે માટે શક્ય હોય ત્યાં સુધી ખૂબ વિચાર કરવાના બદલે પૂર્વાયોજન કરીને કામ પર ધ્યાન આપો તેવી ખાસ સલાહ છે. આપની માનસિક સ્‍વસ્‍થતા જાળવી રાખવા માટે કામ અને પરિવાર વચ્ચે સંતુલન રાખવાની સલાહ છે. પરિવારજનો સાથે સુમેળ રહે તેવા પ્રયાસો વધારવા. ખર્ચનુ પ્રમાણ વધતાં નાણાંભીડ વર્તાય. ઇષ્‍ટદેવની આરાધના કરવાથી આપ હળવાશ અનુભવશો.

  • મીન

આજે વેપારીઓ માટે ખૂબ ઉજળી તકો જુએ છે. વ્‍યવસાયમાં ભાગીદારી કરવા માટે પણ શુભ સમય છે. સાહિત્‍ય સર્જકો, કલાકારો અને કસબીઓ પોતાની સર્જનાત્‍મકતા નિખારી શકશે, અને કદર પામશે. પાર્ટી પિકનિકના માહોલમાં મનોરંજન માણી શકશો. દાંપત્‍યજીવનનો ભરપૂર આનંદ માણી શકશો. નવા વસ્‍ત્રો આભૂષણો કે વાહનની ખરીદી થાય.

ABOUT THE AUTHOR

...view details