મેષ:મનમાં સ્થિરતા અને નિર્ણાયકતાનો અભાવ હોવાથી આપ ઝડપથી કોઇ નિર્ણય નહીં લઇ શકો. આના પરિણામે અગત્યના કાર્યો મુલતવી રાખવા પડે. નોકરી ધંધામાં હરીફોનો સામનો કરવાની તૈયારી રાખવી. જો, થોડી વૈચારિક સ્થિરતા અને આત્મવિશ્વાસ કેળવશો તો, નવાં કાર્યની શરૂઆત કરવા પ્રેરાઓ. સમાન વિચારસરણી ધરાવતી વ્યક્તિઓ સાથે બૌદ્ધિક કે તાર્કિક વિચાર વિનિમય થાય. નાનકડો પ્રવાસ થાય. સ્ત્રી વર્ગને બોલવા પર સંયમ રાખવાની સલાહ છે. સાહિત્ય લેખન માટે અનુકૂળ દિવસ છે.
વૃષભ:આજે આપે તમામ પ્રકારની દ્વિધાઓ બાજુ પર મૂકીને મનને એકાગ્ર અને સ્વસ્થ રાખવાની જરૂર છે, કારણ કે મનની અસ્થિરતાના કારણે આપ હાથમાં આવેલી સુવર્ણ તક ગુમાવી દો તેવી શક્યતા છે. આજે આપે જિદ અને મમત છોડીને સમાધાનકારી વલણ અપનાવવું પડશે. ભાઇભાંડુઓ વચ્ચેના સંબંધો વધુ ઉષ્મા અને સહકારભર્યા બનશે. કલાકારો, લેખકો અને કારીગરો જેવા મૌલિક સર્જકો માટે આજનો દિવસ લાભદાયી નીવડશે. આરોગ્ય સારું રહે.
મિથુન:તન- મનથી તાજગી અને પ્રફુલ્લિતતા અનુભવશો. ઘરમાં મિત્રો- સગાં સ્નેહીઓના આગમનથી ખુશાલીભર્યું વાતાવરણ રહે. ભાવતાં ભોજન મળવાના અને સુંદર વસ્ત્ર પરિધાનના યોગ છે. આર્થિક લાભનો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. મિત્રો- સગાં સંબંધીઓ તરફથી ભેટ- ઉપહાર મળે. દાંપત્યજીવનમાં સુખશાંતિ અને નિકટતા અનુભવાય. આપને નકારાત્મક વિચારો મન પર હાવિ ન થવા દેવાની સલાહ છે.
કર્ક:પરિવારમાં મનદુ:ખના પ્રસંગ ટાળવા માટે કોઈની સાથે ચર્ચામાં ઉગ્ર થવું નહીં અને દરેકને પૂરતો આદર આપવો. જો મનની દ્વિધા અનુભવાય તો, અગત્યના નિર્ણયો લેવાનું ટાળવું હિતાવહ છે. કોઇ સાથે ગેરસમજ કે વાદવિવાદ ઉભો થવાની શક્યતા છે. આરોગ્ય પ્રત્યેની બેદરકારી તમારી તંદુરસ્તી બગાડી શકે છે માટે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પણ સચેત રહેવું. કોર્ટ કચેરીના મામલામાં સંભાળીને કામ લેવું પડશે. ધનહાનિથી બચવા માટે આર્થિક નિર્ણયો સમજીને લેવા.
સિંહ:આપના વેપાર ધંધામાં આજે લાભ થશે અને આવક વધશે. સારું ભોજન ગ્રહણ કરશો અને મિત્રો સાથે બહાર ફરવા જવાનું થાય. સ્ત્રી મિત્રો આપને મદદરૂપ થઇ શકશે. પુત્રને મળવાનું થાય. વડીલો આપને સાથ આપશે. સારા પ્રસંગો યોજાય. સ્ત્રીઓ તરફથી સુખ અનુભવાશે. નવી વસ્તુ ખરીદવા માંગતા હોવ તો સમય યોગ્ય છે.
કન્યા:નવા કાર્યોની શરૂઆત કરવા મનમાં ઘડેલી યોજનાઓ આજે સાકાર થશે. પિતા સાથેની આત્મીયતા વધે, તેમનાથી લાભ થાય. વેપારીઓ અને નોકરિયાત વર્ગને તેમના ક્ષેત્રમાં આગળ વધવાના યોગ છે. ધન, માન સન્માનમાં વૃદ્ધિ થાય. સરકાર તરફથી ફાયદો થાય. તંદુરસ્તી સારી રહે. ગૃહસ્થજીવનમાં સુખશાંતિ અને સંવાદિતા રહેશે. ઉઘરાણી કે વેપારના કામ અર્થે બહારગામ જવાનું થાય.