ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Horoscope of Aquarius

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે ગુરુવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

જાણો તમારૂ રાશિફળ
જાણો તમારૂ રાશિફળ

By

Published : Nov 19, 2020, 6:30 AM IST

મેષ:આપને કોઇપણ પ્રકારનું જોખમ ન ખેડવાની સલાહ છે. નોકરી વ્‍યવસાયમાં આજે ઉપરી અધિકારીઓ સાથે દલીલબાજી ન કરવા પણ જણાવવામાં આવે છે. ભાગ્‍ય સાથ ન આપતું હોય તેમ લાગે તો પણ પરિશ્રમ છોડવો નહીં. કાર્ય સફળતામાં વિલંબ થાય. પરંતુ મધ્‍યાહન બાદ આપના સંજોગો ઉજળા બને. ગૃહસ્‍થજીવનમાં આનંદ વ્‍યાપશે. ઉપરી અધિકારીઓ પણ આપના પર ખુશ રહેશે. હોદ્દામાં બઢતી મળવાના યોગ છે. આર્થિક આયોજનો ખૂબ સારી રીતે પાર પાડી શકશો.

વૃષભ:આજે વધારે પડતી લાગણીવશતા આપના મનને અસ્‍વસ્‍થ બનાવશે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય પણ નરમગરમ રહેશે. નવું કાર્ય શરૂ ન કરવું. વાણી અને વર્તન પર સંયમ રાખવો જરૂરી છે. ખાવાપીવામાં ધ્‍યાન રાખવું. વ્‍યવસાયમાં સ્પર્ધાનો સામનો કરવાની તૈયારી રાખવી. કામ પ્રત્યેનું સમર્પણ તમને વ્યવસાયમાં જીત અપાવી શકે છે. ઉપરી અધિકારીઓ સાથે વધુ પડતી ચર્ચાથી દૂર રહેવું. કાર્યસફળતા વિલંબ થઈ શકે છે પરંતુ તમે સફળ થશો તે ચોક્કસ છે.

મિથુન:આપનો આજનો દિવસ આનંદપ્રમોદમાં પસાર થશે. મનોરંજનની પ્રવૃત્તિઓમાં ખોવાયેલા રહેશો. મિત્રો સાથે બહાર ફરવાનો કે પ્રવાસ પર્યટનનો કાર્યક્રમ થાય. સુંદર ભોજન વસ્‍ત્રો ઉપલબ્‍ઘ થાય. મધ્‍યાહન બાદ આપ વધારે પડતાં સંવેદનશીલ બનશો. જેથી આપનું મન વ્‍યથિત બનશે. ધનખર્ચ વધશે. અનૈતિક સંબંધો અને નિષેધાત્‍મક કાર્યોથી દૂર રહેવું. પ્રભુભક્તિ અને યોગધ્‍યાનથી મન શાંત થાય.

કર્ક:બહુ મોટો લાભ આપની રાહ જોઈ રહ્યો છે. નોકરિયાત વર્ગ માટે લાભદાયી દિવસ છે. આપનું કાર્ય સફળ થશે. કાર્યમાં સફળતા અને યશ મળે. બપોર પછી આપને મનોરંજનની દુનિયામાં જવાની તક મળે. દોસ્‍તો સાથે બહાર ફરવા જવાનું, ભોજન લેવાનું કે પાર્ટી પિકનિક માણવાનું થાય. ભાગીદારો સાથે લાભદાયક વિચારવિમર્શ થાય. દાંપત્‍યજીવનમાં પતિપત્‍ની વચ્‍ચેનો સંબંધ ગાઢ બને.

સિંહ:સાહિત્‍ય-કલા પરત્‍વે આજે આપને રુચિ રહે. પ્રિયપાત્ર સાથેની રોમાંચક ક્ષણો આપ માણી શકશો. પ્રણય પ્રસંગો અનુકૂળ બનશે. પેટને લગતી બીમારીઓ રહે, પરંતુ બપોર પછી આપની આર્થિક તકલીફનો અંત આવતો જણાશે. ઘરમાં આનંદ-ઉલ્‍લાસનું વાતાવરણ રહેશે. તંદુરસ્‍તી સારી રહેશે. નોકર વર્ગને સહકાર મળશે. સ્‍ત્રીમિત્રો સાથે મુલાકાત થાય. નોકરિયાતોને નોકરીમાં લાભ મળે.

કન્યા:આજે આપને શારીરિક અને માનસિક તંદુરસ્‍તી પરત્‍વે સાવધ રહેવાની ચેતવણી આપવામાં આવે છે. સ્‍વજનો સાથે અણબનાવ ટાળવા માટે સહકારની ભાવના વધારવી અને દરેકને આદર આપવો. ધનખર્ચની શક્યતા જણાય છે. પાણીથી સંભાળવું. યાત્રા- પ્રવાસ શક્ય હોય ત્યાં સુધી ન કરવાં. સંતાનોના અભ્‍યાસ કે તેમની તંદુરસ્‍તીમાં તમારે વધુ ધ્યાન આપવું પડશે. ગુસ્‍સા પર કાબૂ રાખવો. વાટાઘાટો કે બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવું.

તુલા:નવા કાર્યની શરૂઆત કરવા માટે આજનો દિવસ અનુકૂળ હોવાનું જણાઈ રહ્યું છે. ‍પ્રિયતમાના સંગાથથી ખુશ રહેશો. આઘ્‍યાત્મિકતા અને ગૂઢ રહસ્‍યો તરફ આકર્ષણ રહેશે. જાહેર માન-સન્‍માન મળે. ભાઈભાંડુઓ સાથે સુમેળ રહે, પરંતુ મધ્‍યાહન પછી આપને તાજગી અને સ્‍ફૂર્તિનો અભાવ વર્તાશે. મનમાં ચિંતા રહે. ઘરમાં સુલેહપૂર્ણ વાતાવરણ જાળવવા માટે તમારે કેટલીક બાબતોમાં બાંધછોડ કરવી પડશે. આપને તાજગી અને સ્‍ફૂર્તિ જાળવવા માટે કામની સાથે સાથે મોજશોખની બાબતોમાં રુચિ લેવાની સલાહ છે.

વૃશ્ચિક:આજે આપના નિર્ધારિત કાર્યો પાર પાડવા માટે મહેનત વધારવી પડશે. આજે કોઇ મહત્ત્વના કામ કે નિર્ણયો લેવામાં બીજાની મદદ લેવાની સલાહ આપવામાં આવે છે. પારિવારિક વાતાવરણ શાંત અને સુલેહભર્યું રાખવા માટે પણ પ્રયાસો કરવા પડે. જોકે, મધ્‍યાહન બાદ ભાઇબહેનો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય. પ્રતિસ્‍પર્ધીઓને પરાજિત કરી શકશો. શારીરિક- માનસિક આરોગ્‍ય જળવાશે. મુસાફરી થાય. આપના જીવનમાં આધ્યાત્મિકતાનો સ્‍પર્શ થશે.

ધન:આજનો દિવસ આપના માટે શુભફળદાયક નીવડશે. કાર્યસિદ્ધ અને ધનપ્રાપ્તિ બંને આજના દિવસે આપને મળે. તન અને મન પણ આનંદિત રહેશે. એટલે દરેક કાર્ય કરવામાં આપનો ઉત્‍સાહ જળવાઇ રહેશે. ધાર્મિક સ્‍થળે પ્રવાસ થવાની શક્યતા છે. બપોર બાદ આપ થોડા દ્વિધામાં અટવાયેલા રહેશો. ઘર કે નોકરી વ્‍યવસાયમાં કાર્યબોજ વધશે. ખોટો ધનખર્ચ થાય.

મકર:વાણી અને વર્તનના કારણે કોઈની સાથે ગેરસમજ ઉભી ના થાય તેનું ધ્યાન રાખવું. મનમાંથી ક્રોધની લાગણી દૂર કરીને દરેકની સાથે સહકાર અને આદર સાથે રહેવાની સલાહ છે. વાહન ચલાવતા ધ્‍યાન રાખવું. મનની બેચેની દૂર કરવા માટે વધુ પડતા કામકાજમાં ઓતપ્રોત રહેવાના બદલે મનોરંજનને પણ મહત્ત્વ આપવું. આ સમય આધ્યાત્મિકતાનો આશરો લેવાથી મન શાંત બનશે. બપોર પછી તાજગી અને સ્‍ફૂર્તિનો અનુભવ કરશો. પરિવારનું વાતાવરણ પણ શાંત અને આનંદિત રહેશે. કોઇક શુભ પ્રસંગ હાજરી આપવાનું થાય. દાંપત્‍યજીવનમાં ખુશાલી રહેશે.

કુંભ:આપના માટે આજનો દિવસ બઘી રીતે લાભ અપાવનારો છે. આજે સામાજિક જીવનમાં આપ વધારે પડતા સક્રિય રહો અને ત્‍યાં આપની માન પ્રતિષ્‍ઠા પણ વધશે. સ્‍ત્રી મિત્રો સાથે વધારે સમય પસાર થાય. લગ્‍નોત્‍સુક યુવાનોની જીવનસાથીની તલાશ પૂરી થાય. મધ્‍યાહન બાદ ઘરનું વાતાવરણ કલુષિત બને. કામકાજમાં અને વાહન ચલાવવામાં અતિ ઉતાવળ ટાળવી. તંદુરસ્‍તીની થોડી કાળજી લેવી પડશે. મનમાં આવેગોને અંકુશમાં રાખવું વધુ પડતા ધનખર્ચથી સંભાળવું.

મીન:આજે આપના વિચારોમાં વધુ દૃઢતા આવશે. નોકરીમાં ઉપરી અધિકારીઓથી લાભ થાય. હોદ્દામાં બઢતી મળે. બિઝનેસ અંગેનું આયોજન થાય. પરિવારમાં સુખશાંતિ રહે. પિતા કે વડીલ વર્ગ તરફથી લાભ થાય. આર્થિક સામાજિક અને પારિવારિક દૃષ્ટિએ આપના માટે લાભકારક દિવસ છે. મિત્રો સાથે રમણીય સ્‍થળે પ્રવાસનું આયોજન થશે. સ્‍ત્રી મિત્રોથી લાભ થાય.

ABOUT THE AUTHOR

...view details