મેષ:મનની ચંચળતાના કારણે આજે મહત્વના નિર્ણયો લેવામાં થોડી મુશ્કેલી વર્તાશે, પરિણામે અગત્યના કાર્યો પાર પાડવામાં વિલંબ થાય. આવી સ્થિતિમાં જરૂર જણાય ત્યાં બીજાની મદદ લઈ શકો છો. નોકરી ધંધામાં પ્રતિસ્પર્ધીઓનો મુકાબલો કરવાની તૈયારી રાખવી. નવું કાર્ય કરવાની પ્રેરણા મળે. બૌદ્ધિક કે તાર્કિક વિચાર વિનિમય થાય. કોઇપણ કારણસર નાનકડા પ્રવાસનું આયોજન થાય. સ્ત્રીઓને પોતાની વાણી પર કાબુ રાખવાની સલાહ આપવામાં આવે છે. સાહિત્ય લેખન માટે સારો દિવસ છે.
વૃષભ:આજે આપને મનની સ્થિરતા જાળવીને કામ કરવાની સલાહ છે. મનની દ્વિધાના કારણે હાથમાં આવેલી સોનેરી તક સ્વીકારવી કે ઇનકાર કરવો તેનો નિર્ણય લેવામાં ગુંચવાશો માટે શાંતિ અને ધીરજથી પગલું ભરવું. આજે આપે આપના હઠાગ્રહ છોડીને સમાધાનકારી વલણ અપનાવવું પડશે. મુસાફરીનું આયોજન કરી શકશો પરંતુ તેમાં થોડો વિલંબ કે અડચણ આવી શકે છે. એમ છતાં ભાઇ બહેનો વચ્ચે પ્રેમ અને સહકારની ભાવના જળવાઇ રહેશે. કલાકારો, કસબીઓ અને લેખકોને પોતાની પ્રતિભા દર્શાવવાની સારી તક સાંપડશે. તંદુરસ્તી જળવાશે. હરીફોને મ્હાત કરી શકો.
મિથુન: આપનો આજનો દિવસ આર્થિક દૃષ્ટિએ લાભદાયી નીવડશે. શારીરિક માનસિક રીતે આપ તાજગી અને પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. સ્વાદિષ્ટ ભોજન, સુંદર વસ્ત્ર પરિધાન અને મિત્રો તથા પરિવારજનોના સંગાથમાં આજનો દિવસ આનંદથી પસાર થાય. તેમના તરફથી ભેટ- ઉપહાર મળે. આર્થિક લાભ થાય. મનમાં ઉદભવતા નકારાત્મક વિચારોને હડસેલી દેવાની સલાહ આપવામાં આવે છે. દાંપત્યજીવનમાં મધુરતા રહે.
કર્ક:આજે મર્યાદિત આવકમાં ઘણા ખર્ચની શક્યતા હોવાથી તમારી આર્થિક કુનેહ દર્શાવવાનો દિવસ છે. પરિવારનું વાતાવરણ પણ સારું રહેશે પરંતુ દરેક વચ્ચે સુલેહ જાળવી રાખવા માટે તમારે પ્રયાસો વધારવા પડશે. કુટુંબના સભ્યો સાથે કોઈ બાબતે ચર્ચામાં ઉગ્રતા ટાળવી. મનમાં અનેક પ્રકારના વિચારો એકસાથે આવશે માટે તમારે પોતાની રીતે નક્કી કરવાનું છે કે તમારે કઈ દિશામાં જવું છે. આ માટે તમે શાંતિ અને ધીરજ જાળવો તે આવશ્યક છે. વધુ બોલવાના બદલે વધુ મૌન પર ધ્યાન આપજો. ગેરસમજ અંગે ચોખવટ કરશો તો વાત જલ્દી સમેટાઇ જશે. આરોગ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું.
સિંહ: આજે આપને વેપાર ધંધામાં ફાયદો અને આવકમાં વૃદ્ધિ થાય. ઉત્તમ ભોજન પ્રાપ્તિ તથા મિત્રો સાથે સુંદર સ્થળે પ્રવાસ પર્યટનનું આયોજન થાય. સ્ત્રી મિત્રો આજે વિશેષ સહાયરૂપ બનશે. પુત્ર સાથે મેળાપ થાય. વડીલો તેમજ મોટાભાઇનો સાથ સહકાર મળે. શુભ પ્રસંગોનું આયોજન થાય. ઉત્તમ સ્ત્રી સુખની પ્રાપ્તિ થાય. નવી વસ્તુઓની ખરીદી માટે શ્રેષ્ઠ સમય છે.
કન્યા: નવું કામ શરૂ કરવા આપે જે યોજનાઓ બનાવી છે તેને પુરી કરી શકશો. પિતા સાથેની નિકટતામાં વધારો થશે, તેમજ આપના માન-પાન પણ વધશે. સરકારી કામકાજમાં સફળતા મેળવી શકશો. સ્વાસ્થ્ય સારું રહે, પારિવારિક જીવનમાં સુમેળ અને શાંતિ રહે. આપે નાણાંની વસુલાત કે વેપારના હેતુથી મુસાફરી કરવાનું થાય.