મેષ : આપને નવા કાર્યનો પ્રારંભ કરવાની મનોમન પ્રેરણા મળશે. તમે વિચારોમાં સ્થિરતા જાળવજો જેથી કેટલીક જરૂરી બાબતોમાં મુંઝવણ ટાળી શકો. નોકરી કે વ્યવસાયમાં સ્પર્ધાત્મક વાતાવરણ રહે તેમજ નાની મુસાફરી માટેના સંજોગો ઉભા થાય. ભાઇભાંડુઓ સાથે મનમેળ રહે, તેમનાથી લાભ થાય. સ્ત્રીઓએ વાણી પર કાબુ રાખવો.
વૃષભ : આજે આપના મનનું ડામાડોળ વલણ મહત્ત્વની તકોથી આપને વંચિત રાખશે. આજે નવા કામની શરૂઆત કરવી યોગ્ય નથી. વાતચીતમાં આપનું જક્કી વલણ ઘર્ષણ ઉભું કરી શકે છે. આપની વાકપટુતા કોઇને પ્રભાવિત કરી દેશે. પરિવારમાં શાંતિ જળવાશે. આર્થિક લાભ થાય. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.
મિથુન : આજનો દિવસ તાજગી અને સ્ફૂર્તિભર્યો રહેશે. ઉત્તમ ભોજન, સુંદર વસ્ત્રાલંકાર અને મિત્રો સ્વજનોની સંગાથે આપનો દિવસ ખૂબ આનંદમાં પસાર થાય. દાંપત્યજીવનમાં સુખસંતોષની લાગણી અનુભવશો. આર્થિક લાભ અને આયોજનો માટે અનુકૂળ દિવસ છે. ખર્ચ વધારે થશે, તેથી તેના પર સંયમ રાખવો પડે. નકારાત્મક વિચારોને દૂર હડસેલી દેવાની સલાહ આપવામાં આવે છે.
કર્ક : શરીરમાં સ્ફુર્તિ અને મનમાં સ્થિરતા જેટલી વધુ હશે એટલા તમે વધુ સારી રીતે કામ કરી શકશો માટે આજે કામની સાથે આરામ અને મનોરંજન બંનેને મહત્વ આપવાની સલાહ છે. કેટલીક બાબતોમાં તમારી વિચાર ક્ષમતાની કસોટી થશે પરંતુ છેવટે આવી સ્થિતિનો તમને આનંદ પણ આવશે. વધુમાં પરિવારજનોને કદાચ ઓછો સમય આપો તો પણ તેમની સાથે અન્ય કોઈ પ્રકારે સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરવો. માતાની સેવા કરજો અને તેમને ખુશ રાખવાનો વધુ પ્રયાસ કરજો. ધનખર્ચ વધશે. ગેરસમજ કે વાદવિવાદથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.
સિંહ : આજનો દિવસ આપના માટે લાભકારક નીવડશે, પરંતુ મનનું ઢચુપચુ વલણ હાથમાં આવેલી તક ગુમાવી ન દે તેનું ધ્યાન રાખવું પડશે. સ્ત્રી મિત્રોથી મુલાકાત અને લાભ થાય. વડીલવર્ગના આશીર્વાદ મેળવી શકશો. ઘરમાં માંગલિક કાર્યો થાય. વેપારીઓને વેપારમાં વૃદ્ધિ થાય. નોકરિયાતોને આવકના સ્ત્રોતમાં વધારો થશે. બહારગામ જવાનું આયોજન થાય.
કન્યા : નવા કાર્યના આરંભ માટે આપે જે આયોજનો કર્યા હોય તેના અમલીકરણ માટે સમય ઘણો અનુકૂળ છે. ધંધામાં પણ લાભ થવાના યોગ છે. આપ ઉઘરાણીના રૂપિયા મેળવી શકશો. નોકરી કરતા લોકોને બઢતી મળવાના યોગ છે. આપને પિતૃપક્ષથી લાભ થઇ શકે. પરિવારમાં ખુશીનું વાતાવરણ જળવાઇ રહેશે. દાંપત્યજીવન પણ સારું રહેશે. સરકારી કામકાજ સારી રીતે પૂરા થશે અને આજનો દિવસ પણ સારી રીતે પસાર થશે.