મેષ: આ આપને વિચારોમાં સ્થિરતા અને સ્પષ્ટતા રાખવાની સલાહ છે. નોકરી વ્યવસાયના ક્ષેત્રે સ્પર્ધાયુક્ત વાતાવરણ રહેશે. તેમાંથી બહાર આવવાના આપના પ્રયત્નો કામયાબ નીવડશે. નવું કાર્ય કરવા પ્રેરિત થશો. નાના સરખા પ્રવાસની શક્યતા છે. બૌદ્ધિક તેમજ લેખન કાર્ય માટે સારો દિવસ છે. મહત્વના નિર્ણયો ન લેવાની અથવા અન્યો સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેવાની સલાહ આપવામાં આવે છે
વૃષભ: આ જો આપને મનમાં થોડી પણ દ્વિધા વર્તાય તો નિર્ણયો લેવાનું ટાળજો. મોટાભાગે તમે સ્થિર સ્થિતિમાં જ રહેશો પરંતુ ક્યાંક હાથમાં આવેલી તક ગુમાવવાનો વિચાર આવશે જે આપને વિચલિત કરવાનો પ્રયાસ કરશે. જક્કીવલણના કારણે કોઈની સાથે સંઘર્ષ ના થઈ જાય તેનું ધ્યાન રાખવું. લેખકો, કસબીઓ, કલાકારોને પોતાનો હુન્નર દાખવવાની તક સાંપડશે. આપની વાકપટુતા આપનું કામ પાર પાડશે અને અન્યને મોહિત કરશે. નવા કાર્યની શરૂઆત માટે હાલમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી પડશે.
મિથુન: આજનો દિવસ લાભદાયક નીવડવાની આશા રાખી શકો. સવારથી તાજગી અને પ્રફુલ્િલતતાનો અનુભવ થશે. મિત્રો, સગાંસંબંધીઓ સાથે મળીને ઉત્તમ ભોજનનો આનંદ માણશો. આર્થિક લાભ મળવાની સાથે સાથે ક્યાંકથી ગિફટની પ્રાપ્તિ થતાં આપ વધારે આનંદ પામશો. બધા સાથે મળીને આનંદદાયક પ્રવાસનું આયોજન પણ શક્ય બને. દાંપત્યજીવનમાં સંવાદિતા જળવાશે.
કર્ક: આજના દિવસે આપ મનમાં થોડા અજંપાનો અનુભવ કરશો. કુટુંબના સભ્યો સાથે મતભેદ ટાળવા માટે સહકારની ભાવના વધારવી તેમજ દરેકને પુરતો આદર આપવો. મનમાં કોઈપણ બાબતે ક્યાંય પણ દ્વિધા વર્તાય તો ગુસ્સે થવાના બદલે શાંતિથી અને બીજાની સલાહ લઈને તેમજ ચર્ચા કરીને ઉકેલ લાવવો. આવી સ્થિતિમાં વાણી પર સંયમ રાખવો આપના માટે હિતકારી રહેશે. આરોગ્યની સંભાળ લેવાની સલાહ છે. વધુ પડતા ધનખર્ચ યોગ છે. ગેરસમજ ટાળવાથી મનમાં હળવાશ અનુભવશો.
સિંહ: વર્તમાન દિવસે આપને વિવિધ લાભ મળવાની શક્યતા છે, આવા વખતે મનનું ઢચુપચુ વલણ આપને લાભથી વંચિત ન કરી દે તેનો ખ્યાલ રાખવો પડશે. મિત્રવર્તુળથી તેમજ સ્ત્રીવર્ગ અને વડીલવર્ગથી લાભ થાય. નોકરી વ્યવસાયમાં બઢતી અને આવકવૃદ્ધિના યોગ છે. દાંપત્યજીવનમાં જીવન સાથે વધુ નીકટતા અનુભવશો. પુત્ર, પત્નીથી લાભ થાય.
કન્યા: આજે આપ નવા કાર્યોની યોજનાને અમલમાં મુકી શકશો. વેપાર અને નોકરી કરતા લોકો આજના દિવસે લાભ મેળવી શકશે. ઉચ્ચ અધિકારીઓ આપના પર કૃપા વરસાવે અને ઉચ્ચ પદ મળવાની શક્યતા છે. પિતા તરફથી કોઇ લાભ મળી શકે. સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવારમાં માહોલ આનંદમય રહેશે. બિઝનેસના કામથી પ્રવાસ થઇ શકે. દાંપત્યજીવનમાં મનમેળ રહેશે.