મેષ: આપના શરીર તથા મનમાં સ્ફૂર્તિ આવે અને તમે આનંદિત રહો તેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની સલાહ છે. તાવ, શરદી કે કફ જેવી સમસ્યાઓ હોય તેમણે સારવારમાં જરાય ગાફેલ રહેવું નહીં. સેવા કાર્યોમાં વધુ પડતો ખર્ચ ના થાય તે જોવું અને બીજાની અંગત બાબતોમાં પડવું નહીં. આપ ખોટા પ્રલોભનોથી દૂર રહેવું. જમીન કે મકાનને લગતા દસ્તાવેજોમાં સતર્ક રહેવું. માતાની તંદુરસ્તીનું આજે ધ્યાન રાખવાની સલાહ છે. હમણાં આપે કોઇના જામીન ન બનવું જોઇએ.
વૃષભ: આપના વેપાર અને આવકમાં વધારો થશે. આપ નવા સંપર્ક બનાવી શકશો. મિત્રો સાથે મોજમસ્તી કરવાનો સમય છે. પ્રવાસ થવાની પણ શક્યતા છે. સ્ત્રીઓથી લાભ થઇ શકે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ મધુર બનશે. સહોદરો અને વડીલોથી લાભ થશે. શારીરિક-માનસિક તંદુરસ્તી સારી રહેશે.
મિથુન: આજે સમગ્ર દિવસ દરમ્યાન આપની શારીરિક અને માનસિક સુખાકારી સારી રહેશે. નોકરી વ્યવસાયના ક્ષેત્રે આપની કામગીરીના વખાણ થાય. સહકર્મચારીઓનો સાથ સહકાર મળે. ઉપરી અધિકારીઓ દ્વારા તમારા કામની સરાહના થતાં આનંદ અનુભવશો. સામાજિક ક્ષેત્રે માન- સન્માન પ્રાપ્ત કરો. કુટુંબના સભ્યો, મિત્રો વગેરે સાથે આનંદથી સમય પસાર થાય. નોકરીમાં પદોન્નતિ થાય. આપનું વર્ચસ્વ વધે. સરકારી કાર્યો સરળતાથી પાર પડે અને તેનાથી લાભ થાય. દાંપત્યજીવનમાં સુખ અને આનંદનો અનુભવ કરો.
કર્ક: આજે આપના માટે ભાગ્યવૃદ્ધિનો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. દૂર દેશથી સારા સમાચાર આવે. નાનો પ્રવાસ કે કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત આપ આનંદ અનુભવશો. શરીરના આરોગ્યની સુખાકારી જળવાય. માનસિક રીતે પણ આપ પ્રસન્ન હશો. મિત્રો અને કુટુંબના સભ્યો સાથે સારી રીતે દિવસ પસાર થાય. નોકરિયાતોને પણ અમુક અંશે લાભ મળે. આકસ્િમક ધનલાભની સંભાવના છે. ધાર્મિક કાર્યોમાં અને વિદેશ જવાનો પ્રયાસ કરનારને સફળતા મળશે.
સિંહ: આજે સૌથી મહત્વની વાત આપના આરોગ્યની સંભાળ લેવાની છે. કારણ કે તબિયત પાછળ ધનખર્ચ સંભવિત છે. બહારનું ખાવાનું ટાળવું. આપના મનમાં આજે નિષેધાત્મક વિચારોને પ્રવેશવા દેવા નહીં તેમજ શક્ય હોય ત્યાં સુધી વિચારશૈલીમાં ઉદાર તેમજ સકારાત્મક રહેવું. ઇષ્ટદેવનું ધ્યાન, જપ તેમજ આધ્યાત્મિક વિચારો તમને સાચો માર્ગ દેખાડશે અને ચિંતા હળવી કરશે.
કન્યા: આજનો દિવસ આપના માટે શુભ છે. દાંપત્યજીવન શ્રેષ્ઠતમ પળો આપના માટે શુભ છે. જાહેર જીવનમાં યશકીર્તિ પ્રાપ્ત થાય. વિજાતીય વ્યક્તિઓ પરત્વે આકર્ષણ વધશે. વેપાર ઉદ્યોગમાં ભાગીદારો સાથેના સંબંધો સારા રહે. સારાં વસ્ત્રો ઘરેણાં પહેરવાનો કે ખરીદવાનો મોકો મળે. મિત્રો સાથે પર્યટનનું આયોજન કરો.