મેષ :આપનો આજનો દિવસ થોડો ચડાવઉતાર વાળો છે. આજે આપ માનસિક રીતે સ્વસ્થ ન હોવાથી સંખ્યાબંધ વિચારોમાં ઘેરાયેલા રહેશો. આ સ્થિતિ આપને કેટલાક નિર્ણય લેવામાં અવરોધરૂપ બની શકે છે. સામે શારીરિક રીતે પણ ઓછુ સ્ફૂર્તિના કારણે કામકાજમાં ઉત્સાહ ઓછો રહે. ખર્ચ પર અંકુશ રાખવાની વિશેષ સલાહ છે. સ્વજનો સાથે શક્ય હોય તો વધુ સમય પસાર કરવાની સલાહ છે. મૂડીરોકાણ કરવામાં ખાસ ધ્યાન રાખવું. પરોપકારના કાર્યોમાં ગજા બહારનો ખર્ચ ના થઈ જાય તેનું પણ ધ્યાન રાખવું. કોઇની સાથે પૈસાની લેવડદેવડ કરવામાં સંભાળવું. આધ્યાત્મિકતામાં વધારે રસ રહે.
વૃષભ :આજના દિવસે આપ ખૂબ આનંદમાં હશો. આપની આવક અને વેપારધંધામાં વૃદ્ધિ થશે અને કુટુંબના સભ્યો અને દોસ્તો સાથે હસીખુશીની પળોમાં મશગૂલ બનશો. મહિલા વર્ગ તરફથી લાભ અને આદર મળે. વેપારક્ષેત્રે નવા સંપર્કો અને ઓળખાણોથી લાભ થાય. નાનકડી મુસાફરી આપને આનંદથી પ્રફુલ્લિત કરી દેશે. જીવનસાથીના પ્રેમની વર્ષા આપને ભીંજવી નાખશે. એકંદરે આજનો દિવસ ખૂબ સારી રીતે પસાર કરશો.
મિથુન :આજનો દિવસ સારો હોવાને કારણે આપનું દરેક કાર્ય સારી રીતે પાર પડશે. ઘર અને ઓફિસનું વાતાવરણ પ્રફુલ્લિત અને આનંદમય રહેશે. પ્રતિષ્ઠામાં વધારો થશે. ઉચ્ચ અધિકારીઓની મદદથી આપ પ્રગતિને પંથે આગળ વધી શકશો. પારિવારિક જીવનમાં ખુશી રહેશે. સુખી લગ્નજીવન માણી શકશો. સરકારી કામકાજમાં વિઘ્નો દૂર થશે અને કામ સરળતાથી પૂરા થશે.
કર્ક :શરીર અને મનમાં આનંદની અનુભૂતિ થશે. આપની ભાગ્ય વૃદ્ધિ પણ થઇ શકે છે. વિદેશથી સારા સમાચાર મેળવી શકશો. ધર્મને લગતા કામકાજથી કે દર્શનાર્થે બહાર જવાનું થાય. પરિવારજનો સાથે આનંદની પળો માણી શકશો. વિદેશ જવાની ઇચ્છા ધરાવતા લોકો માટે સમય સારો છે. અચાનક આર્થિક લાભ થઇ શકે. નોકરીમાં પણ લાભ થવાની શક્યતા છે.
સિંહ :આપે સ્વાસ્થ્યની ખાસ સંભાળ રાખવી જોઇએ. સ્વભાવ વધુ શાંત રાખવો અને વાણી પર સંયમ રાખવો જરૂરી છે. પરિવારજનો સાથે શક્ય હોય એટલે વધુ સમય ફાળવવો અને તેના દિલની વાત સમજવાનો પ્રયાસ કરવો. ખાવા-પીવામાં ધ્યાન નહીં રાખો તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા નકારી શકાય નહીં. મનમાં ધાર્મિક અને સકારાત્મક વિચારોનો સંચાર થાય તેવા પ્રયાસો વધુને વધુ કરવા. ખોટા કાર્યોમાં ન ફસાઇ જાવ તેનું ધ્યાન રાખવું પડે. ધાર્મિક બાબતોમાં રસ લેવાથી માનસિક શાંતિ મળી શકે.
કન્યા :આપ સમાજમાં યશ પ્રતિષ્ઠા અને નામના મેળવી શકશો. સ્ત્રીઓથી ફાયદો થઇ શકે. લગ્નજીવનમાં આનંદનો અનુભવ થશે. નવા પરિધાન તેમ જ અલંકારો ખરીદી શકશો. વિજાતીય પાત્રને મળવાનું થાય અને તેમની સાથે સંબંધો વધે. આ સમય ભાગીદારી કરવા ઇચ્છતા લોકો માટે પણ સારો છે. પ્રવાસના યોગ પણ જણાઈ રહ્યા છે.