મેષ: આજનો દિવસ શાંતિ અને ધીરજથી પસાર કરવાની સલાહ છે. શરદી, કફ, તાવના કારણે આરોગ્ય બગડી શકે છે માટે સાચવજો. સ્વજનો સાથે ઓછો સમય ફાળવી શકશો માટે મનોમન થોડી નિરાશા અથવા તેમના સંબંધિત કોઈ ચિંતા રહેવાની શક્યતા છે. બીજાની બાબતોમાં વધુ રસ લેવાના બદલે પોતાનું પલ્લું ઠીક રહે તેના પર ધ્યાન આપવું. માનસિક અસ્વસ્થતા દૂર કરવા માટે મેડિટેશન કરી શકો છો. ધાર્મિક અને સાંસારિક કાર્યો પાછળ વધારે ધન ખર્ચ થશે. આજે ખોટી જગ્યાએ મૂડીરોકાણ ન થાય તેનું ધ્યાન રાખવું. સૂર્યનું મીન રાશિમાં ભ્રમણ થવાથી આપની વિદેશ યાત્રાની સંભાવનાઓ પ્રબળ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે વિદેશ જવાની તકો પ્રાપ્ત થઇ શકે છે. તમારા ખર્ચને અંકુશમાં રાખવાની જરૂર પડશે અન્યથા આર્થિક સંકટની સ્થિતિ આવી શકે છે. પ્રણય જીવનમાં સંતુલન રાખવું પડશે. ઉપાય- સૂર્ય દેવના મંત્રનો જાપ કરવો.
વૃષભ: પરિવારમાં સુખશાંતિ જળવાશે. કુટુંબ અને મિત્રો સાથે આનંદની પળો માણશો, આપની આવક અને વેપાર ધંધામાં વૃદ્ધિ થશે. રમણીય સ્થળે પર્યટનનું આયોજન થાય. સ્ત્રી વર્ગ તરફથી લાભ અને આદર મળે. વેપારક્ષેત્રે નવા સંપર્કો અને ઓળખાણોથી લાભ થાય. પુત્ર અને પત્નીથી આનંદદાયક સમાચાર મળે. શ્રેષ્ઠ દાંપત્યસુખની અનુભૂતિ થાય. મીન સંક્રાંતિના એક મહિના સુધી તમારી આવકમાં વધારો થઇ શકે છે જેથી તમારી ખુશીઓમાં પણ વૃદ્ધિ થશે. કેટલાક અટકેલા કાર્યો હવે પૂરાં થાય અને તમે ઘર માટે કોઇ નવી ખરીદી કરી શકો છો. નોકરિયાત લોકો તેમના સિનિયર્સ તરફથી પૂરતો સહકાર મેળવી શકશે જેથી તમારી સ્થિતિ વધુ મજબૂત રહેશે. સરકારી નોકરી મળવાની સંભાવના વધશે. ઉપાય- દરરોજ પિતાજીના ચરણસ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવા.
મિથુન: આજે આપનું દરેક કાર્ય સરળતાથી પાર પડશે. ઘર ઓફિસ તેમજ સામાજિક ક્ષેત્રે અનુકૂળ વાતાવરણ સર્જાતા પ્રસન્નતા અનુભવશો. માન સન્માનમાં વૃદ્ધિ થાય. ઉપરી અધિકારીઓના સહકારભર્યા વલણને કારણે આપની પ્રગતિનો માર્ગ મોકળો થશે. ગૃહસ્થજીવનમાં આનંદ છવાશે, અને ઉત્તમ સાંસારિક સુખ મેળવી શકશો. સરકારી કાર્યોમાં આવતા અવરોધો દૂર થઇ જશે અને માર્ગ આસાન બનશે. સૂર્યનું મીન રાશિમાં ભ્રમણ તમારા માટે કાર્ય ક્ષેત્રમાં ખૂબ જ અનુકૂળ પુરવાર થશે. નોકરીમાં પ્રમોશનની પ્રબળ સંભાવના છે. જો તમે કોઇ કામ હાથમાં લેશો તો, તે કામ યોગ્ય સમયે પાર પાડી શકશો અને તેના કારણે પ્રશંસા પામશો. તમને પોતાના કાર્ય બદલ પુરસ્કૃત કરવામાં આવે તેવી સંભાવના છે. તમારા મિત્રો તમારા બિઝનેસમાં અને કામમાં ઘણી મદદ કરશે. ઉપાય – કંકુવાળા પાણીથી સૂર્યને અર્ઘ્ય આપવું.
કર્ક: તન મનની સુખાકારી સાથે ભાગ્યવૃદ્ધિનો એકાદો પ્રસંગ આપની પ્રસન્નતામાં વધારો કરશે. વિદેશથી શુભ સમાચાર મળે. ધાર્મિક કાર્ય, દેવદર્શન અને યાત્રાધામની મુલાકાતથી આનંદ થશે. કુટુંબીજનો સાથે સારી રીતે સમય પસાર કરશો, વિદેશગમન કરવા ઇચ્છતા લોકોને સફળતા મળશે. આકસ્િમક ધનલાભની શક્યતા સાથે નોકરિયાતોને પણ લાભ થવાની સંભાવના જણાઈ રહી છે. મીન રાશિમાં સૂર્યનો પ્રવેશ થવાતી આવનારા એક મહિના સુધી તમને ભાગ્યનો સાથ મળે અને તમારા અટકેલા કાર્યો હવે પૂરાં થવા લાગશે. જોકે, તમારે પિતાના સ્વાસ્થ્યની ઘણી કાળજી લેવી પડશે કારણ તે તેમની તંદુરસ્તી ઝડપથી ઘટી શકે છે. લાંબા અંતરની મુસાફરીના યોગ બનશે. પૈતૃક વ્યવસાયમાં સફળતાના યોગ જણાઇ રહ્યાં છે. ઉચ્ચ અભ્યાસ માટે સારા યોગ બનશે. ઉપાય – ભગવાન સૂર્યની કૃપા મેળવવા માટે સૂર્યાષ્ટકનો પાઠ કરવો.
સિંહ: આપને તબિયતની બાબતમાં વિશેષ કાળજી લેવાની ચેતવણી આપવામાં આવે છે. માંદગીના કારણે દવાખાનામાં ખર્ચ કરવો પડે. આજે વર્તન અને કાર્યશૈલીમાં શાંતિ તેમજ ધીરજ રાખવી જેથી તમારું કામ બગડે નહીં અને વાણીની કુટતાના કારણે કારણે કોઈની સાથે સંબંધો પણ બગડે નહીં. બહારનું ખાવાપીવાથી તબિયત બગડે. આપના મન પર નકારાત્મક વિચારો દૂર કરીને મન પ્રફુલ્લિત થાય તેવા પ્રયાસો વધારવા. આ સમયે આધ્યાત્મિકતાનો સહારો મનને હળવાશ આપશે. મીનમાં સૂર્યની સંક્રાંતિના એક મહિના દરમિયાન તમારે સ્વાસ્થ્યની ઘણી કાળજી લેવી પડશે. પેટમાં બળતરા, હાથ-પગમાં મચકોડ, તાવની શક્યતા રહેશે. રોકાણ માટે અત્યારે અનુકૂળ સમય નથી. વિવાહિતોને સાસરી પક્ષ સાથે કોઇ વાતે વિવાદ ના થાય તેનું ધ્યાન રાખવું પડશે. ધાર્મિક કાર્યોમાં તમે વધુ ભાગ લેશો. વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો. ઉપાય – દરરોજ સૂર્ય નમસ્કાર કરવા.
કન્યા: સામાજિક અને જાહેરક્ષેત્રે લાભ સાથે ખ્યાતિ મેળવશો. સ્ત્રી વર્ગથી વિશેષ લાભ થશે. દાંપત્યજીવનમાં પરમસુખની પળોનો અનુભવ થશે. નવા વસ્ત્રાલંકારની ખરીદી કરો તથા પહેરવાનો પ્રસંગ આવે. વિજાતીય પાત્રો સાથે ઓળખાણ થાય, મૈત્રી બંધાય. ભાગીદારી માટે અનુકૂળ સમય હોવાનું જણાઈ રહ્યું છે. પ્રવાસ- પર્યટનની શક્યતા રહે. સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ થવાથી તમને બિઝનેસમાં સારો લાભ થઇ શકે છે. વિદેશ વેપાર સંબંધિત કાર્યોમાં સફળતાના યોગ છે. કેટલાક નવા સંપર્કો સ્થાપિત થશે અને તેનાથી ફાયદો થાય. ગૃહસ્થ જીવન માટે આ સમય ચડાવઉતારનો જણાઇ રહ્યો છે. જીવનસાથી જોડે કોઇ બાબતે વિવાદ થઇ શકે છે. ઉપાય – રવિવારે ભગવાન સૂર્યને મીઠાઇ અથવા કોઇપણ ગળી વસ્તુનો ભોગ ધરાવવો.