ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - today astrology news

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે મંગળવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ

rashifal
rashifal

By

Published : Apr 14, 2021, 6:21 AM IST

મેષ: આજે આપનો દિવસ અનુકૂળતાભર્યો રહે. આપના તમામ કાર્યોમાં સફળતા મળતાં આપ મનમાં હર્ષ અને પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. આર્થિક ક્ષેત્રે આપનો દિવસ લાભદાયી નીવડે. મિત્રો અને સગાં સ્‍નેહીઓ સાથે મિલન થતાં ઘરનું વાતાવરણ આનંદ ઉલ્‍લાસભર્યું રહે. ઉત્તમ વસ્‍ત્રો અને ભોજન મળે. મિત્ર વર્ગ તથા શુભેચ્‍છકો તરફથી ભેટ- ઉપહાર મળતાં પ્રસન્‍નતા અનુભવો. સૂર્યના મેષ રાશિમાં પ્રવેશ સાથે જ આપનો આત્મવિશ્વાસ વધશે. જોકે. તમે થોડા ગુસ્સાવાળા પણ થઇ શકો છો. તમારે અહંકારથી બચવું પડશે. રોકાણ બાબતે નિર્ણય લેવામાં બહુ ઉતાવળ ના કરવી. આંખોની સમસ્યા થઇ શકે છે. ઉપાય- દરરોજ પિતાજીના આશીર્વાદ લેવા.

વૃષભ: આજે આપનું મન અનેક પ્રકારના વિચારોથી ઘેરાયેલું રહેશે. તંદુરસ્‍તીમાં થોડી સુસ્તિ કે આળસ વર્તાય અને ખાસ કરીને આંખની બાબતમાં સંભાળવું. ઘરમાં પરિવારજનો અને સ્‍નેહીજનો તરફથી આપને અપેક્ષા પ્રમાણે સહકાર ના મળે તો નિરાશ થવું નહીં. ખર્ચનું પ્રમાણ વધશે. શરૂ કરેલા કાર્યો પાર પાડવા માટે વધુ મહેનતની તૈયારી રાખવી. આકસ્મિક ઈજાથી બચવા ધીરજ રાખવી. સૂર્યનો મેષ રાશિમાં પ્રવેશ થવાથી તમારા ખર્ચમાં અચાનક વધારો થઇ શકે છે. આ સમય દરમિયાન તમે કામમાંથી રજા લેવાની પણ યોજના બનાવી શકો છો. વિદેશ સંબંધિત કાર્યો સાવધાનીપૂર્વક કરવાની સલાહ છે. ઉપાય- ભગવાન સૂર્યને જળથી અર્ઘ્ય આપવું.

મિથુન: આજના દિવસમાં મળનારા વિવિધ લાભોથી આપના હર્ષોલ્‍લાસમાં બમણો વધારો થશે એવો સંકેત મળી રહ્યો છે. પરિવારમાં પત્‍ની અને પુત્ર તરફથી લાભદાયક સમાચાર મળે. મિત્રો સાથેની મુલાકાત આપને આનંદ આપશે. સંતાનો અંગે સારા સમાચાર મળે. નોકરી- વ્‍યવસાયમાં પણ લાભ થાય. આવકમાં વધારો થાય. જીવનસાથીની શોધ કરનારાઓને યોગ્‍ય પાત્ર મળી રહે. સમયસર સારું ભોજન મળે. આજે દાંપત્‍યસુખ સારું રહે. સૂર્યનું મેષ રાશિમાં ભ્રમણ થવાથી મિથુન રાશિના જાતકો માટે શુભ ફળદાયી રહેશે. ઘણા મોટા લોકો સાથે તમારો સંપર્ક વધી શકે છે. તમારી કમ્યુનિકેશન કળા ખીલી ઉઠશે. તમે ઘણી નવી યોજનાઓ ઘડી શકો છો. ઉપાય – આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો.

કર્ક: આજે આપના માટે અનુકૂળતાભર્યો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. આપનું દરેક કાર્ય આજે સરળતાભર્યું પાર પડે. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે મહત્વની બાબતે ચર્ચાવિચારણા થાય. કુટુંબના સભ્‍યો સાથે નિખાલસતાપૂર્વક ચર્ચાવિચારણા થાય. ગૃહસજાવટમાં રસ લઇ કંઇક નવું કરશો. ઓફિસના કામ અર્થે બહારગામ જવાનું થાય. માતા સાથેના સંબંધો સારા રહે. સરકાર તરફથી લાભ મળે. આરોગ્‍ય સારું રહે. સૂર્યનું મેષ રાશિમાં ભ્રમણ શરૂ થવાતી કર્ક રાશિના જાતકો માટે થોડો ચિંતનનો સમય કહી શકાય. જોકે, તમારા વ્યવસાયમાં ઉન્નતિ થવાના ચાન્સ છે પરંતુ જમીન- મિલકતો સંબંધિત મુદ્દા તમને પરેશાન કરી શકે છે. માતા-પિતાના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઉપાય- સૂર્યાષ્ટકનો પાઠ કરવાથી આપને ઉત્તમ પરિણામો પ્રાપ્ત થશે.

સિંહ: મઘ્‍યમ ફળદાયી નીવડશે. આજે નિર્ધારિત કાર્ય કરવા તરફ પ્રેરાઓ અને એ બાબતમાં પ્રયાસ કરો. આજે આપનું વલણ ન્‍યાયિક રહે. આપ ધાર્મ‍િક અને માંગલિક કાર્યોમાં પ્રવૃત્ત રહો. ધા‍ર્મ‍િક પ્રવાસનું આયોજન પણ થાય. ગુસ્‍સાનું પ્રમાણ વધુ રહે. વિદેશ વસતા સ્‍વજનોના સમાચાર મળે. થોડીક માનસિક અશાંતિ રહે. આ ઉપરાંત, વિવાહિતોને સંતાનોની ચિંતા સતાવે. વ્‍યવસાયમાં થોડી મંદી અથવા અડચણોનો સામનો કરવાનો થાય. મેષ રાશિમાં સૂર્યના આગમનથી સિંહ રાશિના જાતકો માટે મિશ્ર પરિણામો મળી શકે છે. આ સમયમાં તમે મોટાભાગના સમયમાં ભાગ્યના ભરોસે રહેશો માટે તમને અત્યારે ખાસ તો મહેનત કરવાની સલાહ આપવામાં આવે છે. મુસાફરી દરમિયાન વિશેષ સાવધાની રાખવી. ઉપાય- ભગવાન સૂર્યને દરરોજ અર્ઘ્ય આપવું.

કન્યા: આજના દિવસે નવા કાર્યની શરૂઆત શક્ય હોય ત્યાં સુધી મુલતવી રાખવી. આરોગ્‍ય પણ નરમગરમ રહેશે. ખાસ કરીને બહારનું ખાવાપીવાનું ટાળવું. ગુસ્‍સો અંકુશમાં રહેશે એટલો તમારા માટે ફાયદો છે. તેથી બોલવા પર સંયમ રાખવો. પરિવારજનો સાથે ઉગ્ર વાતચીતથી મનદુ:ખ ન થાય તેનું ધ્‍યાન રાખવું. પાણીથી સંભાળવું. ધનખર્ચ વધુ થાય. રાજ્ય કે સરકાર વિરોઘી પ્રવૃત્ત‍િઓથી દૂર રહેવું. કોઈની સાથે નજીવી બાબતે ઝગડો કે વિવાદ ટાળવો. સૂર્યના મેષ રાશિમાં પ્રવેશથી કન્યા રાશિના જાતકોએ એક મહિના સુધી વિશેષ સાવધાની રાખવાની છે. વાહન વગેરેનો ઉપયોગ કરવામાં સહેજ પણ ઉતાવળ ના કરવી. શ્વસુર પક્ષ સાથે કોઇ બાબતે મતભેદની સંભાવના છે. આ સમય દરમિયાન ધન કમાવવા માટે તમે કોઇ મોટી યોજના પર કામ કરો તેવી સંભાવના છે. ઉપાય- દરરોજ ગાયત્રી મંત્રની એક માળાનો જાપ કરવો.

તુલા: આપનો આજનો દિવસ મોજશોખ અને આનંદપ્રમોદમાં પસાર થશે. આજે વિજાતીય પાત્રો તમારા જીવનમાં છવાયેલાં રહેશે. તેમની સંગત આનંદ આપશે. મિત્રો અને ‍પ્રિયપાત્રો આપના પ્રવાસના આનંદને દ્વિગુણિત કરશે. નવા વસ્‍ત્રોની ખરીદી થાય તેમજ નવા વસ્‍ત્રઅલંકારો પરિધાન કરવાના પ્રસંગ આવે. તન મનની તંદુરસ્‍તી સારી રહે. જાહેર માન- સન્‍માન મળે. ઉત્તમ ભોજન અને દાંપત્યસુખની પ્રાપ્તિ થાય. પ્રણયપ્રસંગ માટે શુભ દિવસ છે. મેષમાં સૂર્યના ભ્રમણના કારણે આપના જીવનમાં ઉત્સાહનું સ્તર જળવાઇ રહેશે. જોકે, કોઇ મુદ્દે વિવાહિતોને તેમના જીવનસાથી અથવા બિઝનેસ પાર્ટનર સાથે દલીલબાજી થઇ શકે છે. આ સમય દરમિયાન તમારે બીજાની સલાહને વિશેષ મહત્વ આપવાનું રહેશે. ઉપાય – દરરોજ ભગવાન સૂર્યના બાર નામનું ઉચ્ચારણ કરવું.

વૃશ્ચિક: આજના દિવસે કેટલીક અણધારી ઘટનાઓ બનશે. અગાઉ નક્કી કરેલી મુલાકાતો રદ થતાં મનમાં હતાશા અને રોષની લાગણી પેદા થાય, તો બીજી તરફ કેટલાક લોકો સાથે અનઅપેક્ષિત મુલાકાત અને તેનાથી મળતું શુભ ફળ તમને આશ્ચર્યમાં પણ મુકશે. આપના હાથમાં આવેલી તકો સરી જતી રોકવા માટે વ્યૂહાત્મક રીતે નિર્ણય લેવો. પરિવારજનો સાથે મતભેદ ટાળવો. મોસાળપક્ષ તરફથી થોડું સાચવવું પડશે. વિરોધી, પ્રતિસ્‍પર્ધીઓથી સંભાળવાની સલાહ આપવામાં આવે છે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહેશે. મેષ રાશિમાં સૂર્ય આવવાથી વૃશ્ચિક રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે લાભદાયી પૂરવાર થશે. આ સમય દરમિયાન આપ શત્રુઓ પર હાવિ રહેશો. જોકે, ગુપ્ત શત્રુઓથી તમારે સાવધાન રહેવાની જરૂર છે. કોઇપણ કામ માટે ઉધાર લેવાની અથવા લોન લેવાની યોજના બનાવી શકો છો. ઉપાય- દરરોજ સૂર્ય નમસ્કારનું આસન અવશ્ય કરવું.

ધન: આજે કાર્ય સફળતા ન મળે તો પણ નિરાશ ન થવાની આપને સલાહ છે. આજે આપે ક્રોધની લાગણી પર કાબુ રાખવો પડશે. સંતાનોના વિવિધ પ્રશ્નોમાં તમારી વ્યસ્તતા ઘણી વધારે રહેશે. આજે શક્ય હોય ત્યાં સુધી લાંબી મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવે છે. છતાં, પ્રણય મોરચે વાત કરીએ તો, પ્રિયપાત્ર સાથેની રોમાંચક મુલાકાત થાય. પ્રણય પ્રસંગો સર્જાવાની શક્યતા છે. મેષ રાશિમાં સૂર્યના આગમનના કારણે ધન રાશિના જાતકોની વિચારધારામાં વધારો થશે. આ સમયમાં તમે પોતાની રુચિ પ્રમાણે કંઇક નવું વાંચવાનું અથવા નવું કૌશલ્ય શીખવાનું પસંદ કરશો અને તે દિશામાં પ્રયત્ન પણ કરશો. જોકે, સંતાન સંબંધિત કોઇ ચિંતા રહેવાની ચોકક્સ શક્યતા છે. ઉપાય – દરરોજ ગાયત્રી ચાલીસાના પાઠ કરવા.

મકર: આજનો દિવસ આપના માટે થોડો નબળો પુરવાર થઈ શકે છે. શારીરિક અને માનસિક બંને રીતે આજે આપને બેચેની રહેશે. ઘરમાં પણ કુટુંબીઓ સાથે મહત્વની ચર્ચા ટાળવી તેમજ શક્ય હોય ત્યાં સુધી મૌન રહેવું. આજે ભોજન લેવામાં વિલંબ થઈ શકે છે. અનિદ્રાની ફરિયાદ પણ વધે. પાણી અને વિજાતીય વ્યક્તિઓથી સંભાળવું. પ્રતિષ્ઠાને હાનિ થાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવાની સલાહ છે. સૂર્યનું મેષ રાશિમાં પરિવર્તન થવાથી મકર જાતકો માટે આ ગ્રહ સ્થિતિ થોડી ચિંતા લઇને આવી રહી છે. આ સમય દરમિયાન જમીન – મિલકતો સંબંધિત કોઇ મુદ્દા તમને પરેશાન કરી શકે છે. માતાના સ્વાસ્થ્યની ચિંતા પણ વધી શકે છે. આ સમયમાં કંઇપણ નવું ખરીદવા અંગેનો વિચાર તમારે માંડી વાળવો જોઇએ. ઉપાય- દરરોજ ઉગતા સૂર્યને પાણીમાં કંકુ નાંખીને અર્ઘ્ય આપવું.

કુંભ: આજે આપ માનસિક રીતે ઘણી હળવાશ અનુભવશો. આપના મન પર છવાયેલાં ચિંતાના વાદળ દૂર થતાં આપના ઉત્‍સાહમાં વધારો થશે. ઘરમાં ભાઇબહેનો સાથે મળીને કોઇ આયોજનો હાથ ધરશો. તેમની સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. ચિત્તમાં પ્રસન્‍નતા રહે. મિત્રો- સ્‍વજનો સાથે મુલાકાત થાય. નાનકડો પ્રવાસ પણ થઇ શકો. હરીફો સામે વિજય મળે. ભાગ્‍યવૃદ્ધિ થાય. પ્રિયતમાના સંગાથથી આનંદ અનુભવશો. સૂર્યના મેષ રાશિમાં ભ્રમણના કારણે કુંભ જાતકો માટે સારો સમય રહેશે. આ સમયમાં તમારું ભાગ્ય તમને સાથ આપશે અને ભાઇ-બહેનો તરફથી પણ સારો સહયોગ મળી રહેશે. તમારા પરાક્રમમાં વધારો થશે. જોકે, કાર્યસ્થળ પર તમારે બિનજરૂરી દલીલબાજી અને ચર્ચાઓથી દૂર રહેવું પડશે. ઉપાય- દરરોજ સૂર્યોદય વખતે ગાયત્રી મંત્રની એક માળાનો જાપ કરવો.

મીન: આજે આપને ખર્ચ પર કાબૂ રાખવાની સલાહ છે. આ સાથે જ ક્રોઘ અને જીભ પર સંયમ રાખશો તો સંખ્યાબંધ સમસ્યાઓ ઉદભવતા પહેલા જ ટાળી શકશો. નાણાંકીય બાબત કે લેવડદેવડમાં સાવધાની રાખવી તેમજ કોઈની સાથે કરેલા આર્થિક વ્યવહારોની લેખિત નોંધ રાખવી. શરીર તથા મનનું સ્‍વાસ્‍થ્‍ય મધ્‍યમ રહે. પરિવારજનો સાથે ખટરાગ ટાળવો. નકારાત્‍મક વિચારોને મનમાં ન આવવા દેશો. ખાનપાન પર સંયમ રાખવો. સૂર્યના મેષ રાશિમાં પ્રવેશના કારણે મીન રાશિના જાતકોની વાણીમાં થોડી કઠોરતા રહેશે. પરિવારના સભ્યો સાથે તમારે વાતચીતમાં અહંકાર વધી શકે છે. આ સમય દરમિયાન મોટાભાગના સમયમાં મૌન રહેવાની સલાહ આપવામાં આવે છે. ઉપાય- આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ આપના મનને ઘણી શાંતિ આપશે.

ABOUT THE AUTHOR

...view details