મેષ: આજે આપના ખિસ્સું નાણાંથી ભરેલું રહેશે. સમાજમાં આપના યશ અને કિર્તીમાં વધારો થાય. વેપારધંધામાં લાભ થાય. લગ્નોત્સુક યુવક- યુવતીઓના લગ્ન ગોઠવાય. બપોર પછી આપનું સ્વાસ્થ્ય નરમગરમ રહેવાની શક્યતા નકારી શકાય નહીં. મૂડીરોકાણ કરતા પહેલાં વિચારવું. પરિવારના સભ્યો સાથે આપને કોઈપણ બાબતે તણાવ થઈ શકે છે માટે આ સ્થિતિ ટાળવાનો અગાઉથી જ પ્રયાસ કરવો. પારકી કડાકૂટમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. વાહન ચલાવતાં સંભાળવું તેમજ બિનજરૂરી ઉતાવળ ટાળવી.
વૃષભ: આજે આપનો દિવસ શુભફળદાયી નીવડશે. નોકરી-ધંધામાં અનુકૂળ સંજોગો વચ્ચે આપના કામની કદર થાય. સમાજમાં માન પ્રતિષ્ઠાની વૃદ્ધિ થાય. આપના કાર્યો સરળતાથી પાર પડે અને તેમાં લાભ થાય. દાંપત્યજીવનમાં ખુશાલી વ્યાપશે. નવા કાર્યોનું આયોજન કરવા અથવા નવું કામ શરૂ કરવા માટે શુભ સમય છે. સામાજિક આર્થિક ક્ષેત્રે લાભ અને વૃદ્ધિનું સૂચન છે. સ્ત્રી મિત્રો ફાયદાકારક નીવડે. રમણીય સ્થળે પ્રવાસનું આયોજન થાય.
મિથુન: આપનો આજનો દિવસ મિશ્રફળદાયી નીવડશે. આપની તબિયત થોડી નરમગરમ રહેશે. નોકરીમાં પણ ઉપરી અધિકારીઓ સાથે વધુ પડતી ચર્ચામાં ઉતરવું નહીં. વધારે પડતો ધનખર્ચ ટાળવા માટે અગાથઉ. સંતાનો માટે વધુ સમય ફાળવવાનો પ્રયાસ કરવો. મધ્યાહન બાદ આપના કાર્યો પાર પડવાથી ખુશી અનુભવશો. નોકરી વ્યવસાયના સ્થળે પણ સાનુકૂળ પરિસ્થિતિ સર્જાય. વડીલોના આશીર્વાદ આપની સાથે રહે. નોકરીમાં બઢતીના યોગ છે. ધનપ્રાપ્તિ થાય.
કર્ક: આજે મનને હળવું રાખવા માટે ઇશ્વર નામ સ્મરણ અને આધ્યાત્મિક વાંચન કે પ્રવૃત્તિ જ એકમાત્ર ઉપાય છે. ગુસ્સાને વશમાં રાખવો પડશે. નૈતિક કૃત્યો અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું. જરૂર મુજબ પૈસાની અગાઉથી જોગવાઈ રાખવી. બપોર પછી તનની સ્વસ્થતા ઓછી રહે પરંતુ મનની સ્વસ્થતા પાછી મેળવી શકશો. મોજશોખ પાછળ ખર્ચ થશે. ઓફિસમાં ઉપરી અધિકારીઓથી સંભાળીને રહેવું. વિદેશથી સમાચાર પ્રાપ્ત થાય. હરીફો સાથે વાદવિવાદમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે.
સિંહ:આપને આજે મોજશોખ અને મનોરંજનના તમામ સાધનો ઉપલબ્ઘ થશે. તેથી મિત્રો અને સગાં- સ્નેહીઓ સાથે તેની મોજ માણવામાં વ્યસ્ત રહેશો. વિજાતીય વ્યક્તિઓ તમારા જીવનમાં પ્રવેશશે, અથવા તેની સંગતનો આનંદ આપ ઉઠાવી શકશો. એકાદ પર્યટનની પણ શક્યતા છે. પરંતુ બપોર પછી વધુ પડતા વિચારોને કારણે આપ માનસિક થાકનો અનુભવ કરશો. ક્રોધની લાગણી તમારી સ્વસ્થતા હરી લેશે. આ સમયે બોલવા પર સંયમ રાખશો તો વિખવાદ નિવારી શકશો. નાણાંભીડ રહે.
કન્યા: આપનો આજનો દિવસ શુભ હોવાનું જણાઈ રહ્યું છે. આજે આપને કાર્યોમાં સફળતા મળવાથી ખૂબ આનંદમાં હશો. યશકિર્તીમાં વધારો થાય. પરિવારનો માહોલ ખુબ સારો રહે. આપ તન- મનથી તાજગી અને સ્વસ્થતા અનુભવશો. ભાવના અને પ્રવાહમાં ખેંચાશો. મધ્યાહન બાદ પ્રણય અને રોમાન્સ આપની સાંજને રંગીન બનાવશે. વિજાતીય પાત્રોની સંગતને માણશો ભાવતા ભોજનનો આસ્વાદ માણશો. દંપતીઓ ઉત્તમ દાંપત્યસુખ માણી શકશે. ભાગીદારોથી લાભ થશે.