મેષ:આપનો આજનો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ અનોખી અનુભૂતિ કરાવનાર નીવડશે. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ શીખવામાં વિશેષ રસ લેશો. આધ્યાત્મિક સિદ્ધિઓ મળવાના પણ યોગ છે. નવા કામની શરૂઆત માટે શુભ સમય નથી. પ્રવાસમાં અણધારી મુશ્કેલીઓ આવી પડે. ક્રોધ અને વાણી પર સંયમ રાખવો. હિતશત્રુઓ આપને હાનિ ન પહોંચાડે તેની કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે.
વૃષભ:આજે આપને દાંપત્યજીવનને વિશેષ માણવાની તક મળે આપ સહકુટુંબ કોઇ સામાજિક મેળાવડામાં ફરવાના સ્થળે અથવા તો ટૂંકા પ્રવાસે જઇ આનંદમાં દિવસ પસાર કરશો. સ્નેહીજનો અને મિત્રો સાથે ઉત્તમ ભોજન લેવાનો પ્રસંગ બને. વિદેશ વસતા સ્નેહીજનના સમાચાર મળે. આકસ્મિક ધન લાભ થાય. વેપારીઓને વેપારમાં વૃદ્ધિ થાય. સામાજિક તેમજ જાહેર ક્ષેત્રે યશ પ્રતિષ્ઠા મળશે.
મિથુન:બાકી રહેલા કામ પૂરા કરવા માટે સમય સારો છે. આપના પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ હશે. આપના કામમાં આપ યશ પ્રતિષ્ઠા મેળવી શકશો. લોકો સાથેના સંપર્ક દરમિયાન સ્વભાવને શાંત રાખવો જરૂરી છે, બોલવામાં સંયમ રાખશો તો મનદુઃખને ટાળી શકશો. નાણાંકીય લાભ મેળવી શકશો. વિરોધીઓ સામે વિજય મેળવી શકશો. નોકરી કરતા લોકો લાભ મેળવી શકશે.
કર્ક:આજે આપે શાંતિથી દિવસ પસાર કરી લેવો. આજે શરીર અને મનમાં અજંપો ટાળવા માટે કામકાજમાંથી વિરામ લઈને મનપસંદ પ્રવૃત્તિમાં ભાગ લેવાની અથવા પિકનિક પર જવાની સલાહ આપવામાં આવે છે. આપને પેટને લગતી તકલીફો હોય તો ભોજન પર અંકુશ રાખવો. અચાનક ધનખર્ચની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી રાખવી. પ્રેમીઓ વચ્ચે મુલાકાતના પ્રસંગો ઘટી શકે છે. વિજાતીય પાત્ર તરફ આપ વધુ આકર્ષિત થશો પરંતુ આગળ વધતા પહેલાં આપે ધ્યાન રાખવું પડશે. આજે આપ નવું કામ શરૂ કરો અને પ્રવાસ મુલતવી રાખો તે સલાહભર્યુ છે.
સિંહ:આજે આપને થોડો શારીરિક માનસિક ઉચાટ અનુભવાશે તેમ જ કુટુંબીજનો સાથે પણ વર્તન અને વાણીમાં સૌમ્ય રહેવાનું પડશે. માતા પ્રત્યે વધુ લાગણીશીલ બનશો. આજનો દિવસ જમીન, વાહન કે મકાનની ખરીદી તેમ જ તેના દસ્તાવેજ માટે યોગ્ય નથી. ખોટા અને નકારાત્મક વિચારોને મનમાંથી દૂર કરશો તો ઘણી સમસ્યાથી બચી શકશો. પાણીથી સાચવવું પડે. નોકરીમાં સ્ત્રીઓ સાથે કોઈપણ કામકાજ વખતે સાવચેત રહેવું.
કન્યા:આજે આપ વિચાર્યા વગર કોઇ સાહસમાં ઝંપલાવશો નહીં. આપ લાગણીના સંબંધો બાંધી શકશો. સહોદરો સાથે સારા સંબંધ જળવાશે. મિત્રો અને સ્નેહીજનોને મળવાનું થાય. ગૂઢ અને રહસ્યમય વિદ્યામાં આપનો રસ વધશે તેમ જ તેમાં આગળ વધી શકશો. વિરોધીઓ સામે સારી રીતે ટક્કર લઇ શકશો.