ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શુક્રવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

astrology prediction
astrology prediction

By

Published : Mar 12, 2021, 6:19 AM IST

મેષ: આપનો આજનો દિવસ સામાજિક પ્રવૃત્તિઓ અને મિત્રો સાથેની દોડધામમાં પસાર થશે. આની પાછળ ધનખર્ચ પણ થશે. એમ છતાં આકસ્મિક ધનલાભ મળતા આપ આનંદ અનુભવશો. સરકારી કાર્યોમાં સફળતા મળે. વડીલો તેમજ પૂજનીય વ્‍યક્ત‍િઓને મળવાનું થાય. દૂર રહેવા સંતાનોના શુભ સમાચાર મળશે. પર્યટનની શક્યતા છે. અપરિણિતો માટે લગ્‍ન યોગ છે.

વૃષભ: આપ નવા કાર્યોના પ્રારંભ કરી શકશો. નોકરિયાતો માટે આજનો દિવસ શુભ છે, તેમને આવકવૃદ્ધિ કે પદોન્‍નતિના સમાચાર મળે. સરકારી લાભ મળે. ગૃહસ્‍થજીવનમાં સુખ શાંતિ રહે. ઉચ્‍ચ અધિકારીઓનું પ્રોત્‍સાહન આપનો ઉત્‍સાહ વધારશે. અધૂરાં કાર્યો પૂર્ણ થાય. દાંપત્‍યજીવનમાં મધુરતા રહેશે. સરકાર તરફથી લાભ મેળવી શકશો.

મિથુન: દિવસ દરમ્‍યાન આપને થોડીક પ્રતિકૂળતા અને થોડી અનુકૂળતા વચ્ચે પસાર થાય. શરીરમાં સ્‍ફૂર્તિ અને ચુસ્તિનું સ્તર જાળવી રાખવા માટે પુરતી ઉંઘ અને પૌષ્ટિક આહાર લેવાની સલાહ છે. ધાર્યું કામ પાર પાડવા માટે પણ તમારે થોડા પ્રયાસો વધારવા પડશે. માનસિક ચિંતાથી વ્‍યગ્રતા અનુભવશો માટે મન પ્રફુલ્લિત રહે તેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો. આપના નોકરી વ્‍યવસાયના સ્‍થળે પણ સહકર્મચારીઓનો સહકાર અપેક્ષા કરતા ઓછો રહે. ઉપરી અધ‍િકારીઓ સાથે વાદ વિવાદમાં ન ઉતરવાની સલાહ આપવામાં આવે છે. પ્રતિસ્‍પર્ધીઓથી ચેતતા રહેવું.

કર્ક: ક્રોધ અને નકારાત્‍મક વિચારો આપની માનસિક સ્‍વસ્‍થતા હરી લેશે, જેથી આજે સંયમ રાખવો ખૂબ જરૂરી છે. ખાન-પાન પર ધ્‍યાન નહીં રાખો તો આરોગ્‍ય બગડવાની શક્યતા વધી શકે છે. કુટુંબમાં દરેકની સાથે સૌમ્ય વર્તન રાખવું. ખર્ચમાં વધારો થવાથી આર્થિક તંગી અનુભવાશે. નવા સંબંધો ઉપાધિકારક બનશે. નવા કામની શરૂઆત ન કરવાની સલાહ છે.

સિંહ: આજે આપના દાંપત્‍યજીવનમાં નજીવી બાબતમાં પારસ્પરિક સહકાર વધારવાની સલાહ છે. શક્ય હોય ત્યાં સુધી તમારા સાથીને વધુ સમય આપવો. પતિ- પત્‍ની બંનેને એકબીજાના સ્વાસ્થ્યની સંભાળ લેવાની ટકોર કરવામાં આવે છે. વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું. જાહેરજીવનમાં ખોટુ કામ કરવાથી દૂર રહેજો અન્યથા તમારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી શકે છે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાત બહુ આનંદદાયક ન રહે.

કન્યા: આજે આપને દરેક બાબતમાં સાનુકૂળતાનો અનુભવ થશે. ઘરમાં સુખ શાંતિ સ્‍થપાય, જેથી મન પ્રસન્‍ન રહે. સુખપ્રદ બનાવો બને. આરોગ્‍ય જળવાય. માંદા માણસોના આરોગ્‍યમાં સુધારો થાય. આર્થિક લાભની પ્રાપ્તિ થાય. કાર્યક્ષેત્રે પણ બધાનો સાથ સહકાર મળી રહેશે. હરીફો સાથેનો પડકાર ઝીલવામાં સફળતા મળશે.

તુલા: બૌદ્ધિક પ્રવૃત્તિઓ અને ચર્ચા આજે અગ્રસ્‍થાને રહેશે. આપની કલ્‍પના અને સર્જનશક્તિને સારી રીતે કામે લગાડી શકશો. સંતાનોની પ્રગતિથી સંતોષ અનુભવશો. વ્‍યર્થ વાદવિવાદ કે ચર્ચામાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. આરોગ્‍યની બાબતમાં પાચનતંત્રને લગતી સમસ્‍યાઓ રહેશે. પ્રિયપાત્ર સાથેનું મિલન સુખદ રહેશે.

વૃશ્ચિક: માનસિક અને શારીરિક સ્‍વસ્‍થતા અગાઉની તુલનાએ ઓછી રહેશે. આપ્‍તજનો સાથે વાણી અને વર્તનમાં વધુ સહકારની ભાવના રાખવી અને દરેકને પુરતો આદર આપવો. આર્થિક વ્યવહારોમાં અને ખર્ચ અથવા રોકાણના નિર્ણયોમાં સમજી-વિચારીને આગળ વધવાની સલાહ છે. જાહેરજીવનમાં વધુ પડતી પ્રતિષ્ઠાની દોડમાં જોડાવું નહીં. જમીન, વાહન વગેરેનો સોદો કરવાનું કે તેના દસ્‍તાવેજ કરવાનું ટાળવાની સલાહ છે. સ્‍ત્રીવર્ગ તથા પાણીથી નુકસાન થવાની શક્યતા છે.

ધન: ગૂઢ રહસ્‍યમય વિદ્યાઓ અને આધ્‍યાત્મિકતાનો પ્રભાવ આપના પર વિશેષ રહેશે અને તેના અભ્‍યાસ સંશોધનમાં પણ રસ લેશો. આપનું મન શાંત અને પ્રસન્‍ન રહે. ભાઇ બહેનો સાથે વધુ મનમેળ રહે. નવા કામની શરૂઆત આજના દિવસે કરી શકો છો. સગાં વહાલાં, મિત્રો વગેરેનું આપને ત્‍યાં આગમન થતાં આનંદ અનુભવાય. નાની મુસાફરી થવાની પણ શક્યતા છે. ભાગ્‍યવૃદ્ધિની તક મળશે.

મકર: સંયમિતવાણી આપને ઘણી મુશ્‍કેલીઓમાંથી ઉગારી લેશે, તેથી વિચારીને બોલવું. કુટુંબીજનો સાથે ગેરસમજ થાય તેવી કોઈપણ ચર્ચા અથવા વર્તનથી દૂર રહેવાની સલાહ છે. આરોગ્‍યની સંભાળ લેવી પડશે જેથી ભોજનની અતિશયોક્તિ ટાળવી અને પુરતી ઉંઘ લેવી. શેર સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં મૂડી રોકાણ માટે આયોજન થાય. ગૃહિણીઓ માનસિક અસંતોષની લાગણી અનુભવે. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં ઈચ્છિત પરિણામ માટે મહેનત વધારવી પડશે.

કુંભ: શારીરિક, માનસિક રીતે સ્‍વસ્‍થતા અને તાજગી ભર્યો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. નાણાકીય દૃષ્ટિએ આપનો દિવસ લાભદાયી હશે. સ્‍નેહી સંબંધીઓ તેમ જ મિત્રો સાથે મિષ્‍ટ અને સુરૂચિપૂર્ણ ભોજનનો આસ્‍વાદ માણશો. એકાદ પર્યટનનું પણ આયોજન થશે. આજે આપ ચિંતનશક્તિ અને આધ્‍યાત્મિક શક્તિના પ્રભાવને જાણી શકશો. નકારાત્‍મક વિચારોને દૂર રાખવાથી લાભ થશે.

મીન: આજે આપના મનમાં એકાગ્રતા વધારવા માટે મેડિટેશન કરવાની સલાહ છે. વધુ પડતા વિચારો કરવાના બદલે શક્ય હોય એટલું મન શાંત રાખવાનો પ્રયાસ કરવો. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. સ્‍વજનોને ઓછો સમય આપી શકશો. કોર્ટ કચેરીના કામમાં તેમજ કોઇના જામીન થવાની બાબતમાં ખૂબ કાળજીથી કામ લેવાની સલાહ છે. વાણીની અસંયમિતતા ઝઘડો કરાવે. ટૂંકાગાળાનો લાભ લેવાની લાલચ ભારે પડશે.

ABOUT THE AUTHOR

...view details