ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Horoscope of Cancer Today news

આજનો દિવસ એટલે કે સોમવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ...

rashifal
rashifal

By

Published : May 10, 2021, 6:18 AM IST

Updated : May 10, 2021, 7:06 AM IST

મેષ : અનુકૂળતાભર્યા આજના દિને આપ તમામ કાર્યો તન-મનની સ્‍વસ્‍થતા સાથે કરશો. જેના કારણે કામ કરવામાં ઉત્‍સાહ અને સ્ફૂર્તિનો અનુભવ કરશો. આર્થિક લાભ થશે. પરિવારમાં આનંદ ઉલ્‍લાસનો માહોલ રહેશે. ઘરમાં મિત્રો અને સગાં- સ્‍નેહીઓના આગમનથી વાતાવરણ પ્રફુલ્લિત રહેશે. માતા તરફથી લાભ થાય.

વૃષભ : આપના મન પર ક્રોધ અને હતાશા હાવિ ના થાય તેની કાળજી લેવી પડશે. તંદુરસ્તીની પણ વિશેષ કાળજી લેવાની સલાહ છે. કુટુંબ અને આર્થિક બાબતોમાં વધુ પડતા ઉંડા ઉતરવું નહીં. સ્વભાવની ઉગ્રતાને કારણે કોઇની સાથે મતભેદ કે ઝગડો ના થઈ જાય તે જોવું. મહેનતની સાથે સાથે આયોજનપૂર્વક આગળ વધજો. ક્યાંય પણ ગેરસમજ થાય તો તુરંત સ્પષ્ટતા કરવી.

મિથુન : આજનો દિવસ આપના માટે તમામ રીતે લાભદાયી નીવડશે. અવિવાહિત વ્‍યક્તિઓને યોગ્‍ય જીવનસાથી મળી જાય. ધન પ્રાપ્તિ માટે શુભદિવસ છે. મિત્રો સાથે આનંદપ્રદ મુલાકાત થાય અને તેમના થકી લાભ મળે. સુરૂચિપૂર્ણ ભોજન અને પત્‍ની તથા પુત્ર તરફથી લાભ થાય. સંતાનોના શુભ સમાચાર મળે. નોકરી- ધંધામાં લાભ થાય. આવકમાં વધારો થાય. દાંપત્‍યજીવન સુખમય રહે.

કર્ક : ઘરની સાજસજાવટ પર વધારે ધ્‍યાન આપશો. નવું રાચરચીલું ખરીદવાની શક્યતા છે. વેપારીઓ અને નોકરિયાતો લાભ તથા બઢતીની આશા રાખી શકે છે, પરિવારની સુખ શાંતિ જળવાય, સરકારી લાભ મળે. આપની માન- પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થશે. આર્થિક લાભ થાય. આજે તમામ કાર્યો સ્‍વસ્‍થતાથી અને સરળતાથી પાર પાડી શકશો.

સિંહ : સ્‍વભાવમાં ઉગ્રતા અને ક્રોધ ટાળવાની સલાહ છે. આપને કામ કરવામાં મન ના લાગે તો વધુ પડતા પ્રયાસો કરવાના બદલે થોડો આરામ કરી લેવો. વાદવિવાદમાં અહમને અંકુશમાં રાખવો. આરોગ્‍યની કાળજી લેવી પડે. ઉતાવળા નિર્ણયો કે પગલાંથી નુકસાન થવાની સંભાવના છે. નોકરી ધંધાના ક્ષેત્રે અવરોધ આવવાથી ધાર્યું કામ પાર પાડી નહીં શકો. ધાર્મિક યાત્રાનું આયોજન થાય.

કન્યા : આજે નવું કાર્ય હાથ ધરવું હિતાવહ નથી. બહારના ખાદ્યપદાર્થો ખાવાથી તબિયત બગડવાની શક્યતા હોવાથી સ્વાસ્થ્ય વધુ સંભાળવું. ક્રોધને કાબુમાં રાખવા મૌનનું શસ્‍ત્ર વધારે કારગત નીવડશે. ધનખર્ચ વધારે થાય. હિતશત્રુઓ આપનું અહિત નહીં કરી શકે પરંતુ છતાંય જેટલા સાવધ રહેશો એટલો તમારો જ ફાયદો છે. આગ અને પાણીથી સંભાળવું. સરકાર વિરોધી કે અનૈતિક પ્રવૃત્તિઓ આપને કોઈપણ પ્રકારે મુશ્કેલીમાં મુકી શકે છે માટે તેનાથી દૂર રહેવું.

તુલા : પ્રણય, રોમાન્સ, મનોરંજન અને મોજમજાભર્યો આજનો દિવસ છે. જાહેરજીવનમાં આપ મહત્તા પામશો. યશકીર્ત‍િમાં વૃદ્ધિ થશે. ભાગીદારો સાથે લાભની વાત થાય. સુંદર વસ્‍ત્રો કે આભૂષણોની ખરીદી કરશો. દાંપત્‍યસુખ અને વાહનસુખ ઉત્તમ મળે. તંદુરસ્‍તી અને માનસિક સ્‍વસ્‍થતા જળવાઇ રહેશે. મિત્રો સાથે પર્યટન થાય.

વૃશ્ચિક : આજે આપના ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. આપનું શારીરિક તેમજ માનસિક આરોગ્‍ય પણ સારું રહે. જરૂરપૂર્વકનો જ ખર્ચ થાય. બીમાર વ્‍યક્તિની તબિયતમાં સુધારો થતો જણાય. હરીફો અને શત્રુઓ પર વિજય મેળવશો. ઓફિસમાં સહકાર્યકરોનો સહકાર મેળવી શકશો. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. મોસાળમાંથી સમાચાર મળે. નાણાકીય લાભ મળે. અટવાયેલાં કાર્યો પૂર્ણ થાય.

ધન : આપને યાત્રાપ્રવાસ ટાળવાની સલાહ છે. આજે પેટને લગતી બીમારીઓની સમસ્‍યા ઊભી થઈ શકે તેમ હોવાથી ખાવા-પીવામાં ધ્યાન રાખવું. સંતાનોના આરોગ્‍ય કે અભ્‍યાસ વિશેની ચિંતામાં થોડી વ્યાકુળતા વધુ શકે છે. કાર્ય સફળતા મેળવવા માટે પ્રયાસો વધારવા પડશે. ગુસ્‍સાની લાગણી પર કાબૂ રાખવો. કલ્‍પનાના તરંગો મનમાં ઊઠે, સાહિત્‍ય કલા પરત્‍વે આજે રૂચિ રહે. પ્રિયપાત્ર સાથેની રોમાંચક ક્ષણો માણી શકશો. પ્રણય પ્રસંગો સર્જાય. વાટાઘાટો કે બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવું.

મકર : આજના દિવસ દરમ્‍યાન આપની મનોસ્થિતિ અને શારીરિક સ્‍વસ્‍થતા બહુ સારી ન હોય, તો સાવ ખરાબ પણ નહીં હોય. પરિવારમાં કલેશની સ્થિતિ ટાળવી તેમજ મન મોટુ રાખવું. શરીરમાં સ્‍ફૂર્ત‍િ કે તાજગી ઓછી રહેશે. આપ્‍તજનો સાથે મનદુ:ખના પ્રસંગો ના બને તે માટે કેટલીક વખત નમતું પલ્લું રાખવું પડશે. બીમાર જાતકોને ખાસ કરીને છાતીમાં પીડા કે વિકાર થાય. સુખપૂર્વક નિદ્રા ન માણી શકો. સ્‍ત્રીઓ તેમજ પાણીથી સંભાળવાની સલાહ આપવામાં આવે છે. માનસિક ઉદ્વેગ અને પ્રતિકૂળતાઓમાં વધારો થઈ શકે છે.

કુંભ : આજે આપનું મન ચિંતામુક્ત થતાં હળવાશ અનુભવશો, અને આપના ઉત્‍સાહમાં પણ વધારો થશે. વડીલો કે મિત્રો તરફથી લાભની અપેક્ષા રાખી શકો. સ્‍નેહમિલન કે પ્રવાસના માધ્‍યમથી મિત્રો સ્‍વજનો સાથે આનંદપૂર્વક સમય પસાર કરવાનો મોકો મળે. પ્રિયપાત્રનો સંગાથ અને દાંપત્‍યજીવનમાં વધુ ઘનિષ્‍ઠતા અનુભવાશે. આર્થિક લાભ અને સામાજિક માન પ્રતિષ્‍ઠાના અધિકારી બનશો.

મીન : નાણાકીય આયોજનો હાથ ધરવા માટે આજે શુભ દિવસ છે. ધારેલા કાર્યો પૂરા થાય. આવક વધે. પરિવારમાં સુખ શાંતિ છવાયેલી રહે. સુરૂચિપૂર્ણ ભોજન પ્રાપ્‍ત થાય. આરોગ્‍ય સારું રહે તથા મનની સ્‍વસ્‍થતા આપ જાળવી રાખશો.

Last Updated : May 10, 2021, 7:06 AM IST

ABOUT THE AUTHOR

...view details