મેષ: આજે આપે સાવચેતીપૂર્વક દિવસ પસાર કરી લેવો જોઇએ. આપનું સ્વાસ્થ્ય નરમગરમ રહે અને શરદી-તાવની તકલીફ થાય તેવી શક્યતા છે. આપે પ્રિયજનો માટે આજે ઓછો સમય ફાળવી શકશો. કોઇનું ભલું કરવા જતા પોતાના જ કાર્યો અટકી ના પડે તેનું ધ્યાન રાખવાની સલાહ છે. આપને મનનો અજંપો દૂર કરવા માટે ધર્મ અને સંસારને લગતી પ્રવૃત્તિઓમાં વધુ રસ લેવાની સલાહ છે. આપ ખોટી જગ્યાએ નાણાંનું રોકાણ ન કરી બેસો તે અંગે સાવચેત રહેવું પડશે.
વૃષભ:આપના કુટુંબમાં સુખશાંતિભર્યું વાતાવરણ જળવાશે. પરિવારજનો અને મિત્રો સાથે આપ મોજમસ્તી માણી શકશો. આપના વેપાર ધંધામાં વૃદ્ધિ થશે અને આપની આવક પણ વધશે. સુંદર સ્થળોએ પ્રવાસ પર જવાનું થાય તેવી પણ શક્યતા છે. મહિલાઓથી લાભ અને માનપાન મેળવી શકશો. ધંધામાં સંપર્ક વધશે અને તેનાથી લાભ થશે. સંતાનો અને પત્ની તરફથી સારા સમાચાર મળતા આનંદ અનુભવશો. લગ્નજીવનમાં આનંદ વ્યાપશે.
મિથુન: આપનો આજનો દિવસ શુભ અને અનુકૂળતાભર્યો હશે. પરિવારના સભ્યો, ઓફિસમાં સહકર્મચારીઓ અને ઉપરી અધિકારીઓ સાથે સુમેળભર્યા સંબંધો રહેશે. ઉચ્ચ હોદ્દેદારોની કૃપાદૃષ્ટિ રહે. સમાજમાં આપનો માન- મરતબો વધે. નોકરીમાં બઢતીના યોગ જણાય છે. મિત્રો- સ્નેહીજનો તરફથી આપને ભેટ- સોગાદ મળે. ગૃહસ્થજીવનમાં માધુર્ય વ્યાપી રહે. શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે. સાંસારિક જીવન આનંદમય રહે.
કર્ક: દિવસે આપ ધાર્મિક કાર્યો, દેવદર્શન વગેરેમાં વ્યસ્ત રહેશો. ધાર્મિક સ્થળની મુલાકાતથી આપ આનંદ પામશો. પરિવારજનો, સહોદરો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય નાનું પ્રવાસ પર્યટન પણ થઇ શકે. શરીર સ્વાસ્થ્ય સારું રહેશે અને મન પણ ચિંતારહિત રહે. નોકરિયાતોને નોકરીમાં લાભ થાય. આકસ્મિક ધનલાભ થાય. કોઇ વિશેષ પ્રસંગથી આપના ભાગ્યમાં સારું પરિવર્તન આવે.
સિંહ: આજનો દિવસ સંભાળીને ચાલવાની સલાહ આપવામાં આવે છે કારણ કે આજે આપની સમક્ષ થોડી પ્રતિકૂળતાઓ આવવાની સંભાવના છે. તબિયતની બાબતમાં આજે આપે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. માંદગીના કારણે દવાખાનામાં ખર્ચ કરવો પડે. આ ખર્ચ આકસ્મિક પણ હોઈ શકે છે. પરિવારના સભ્યો સાથે સંભાળીને રહેવું. આજે શક્ય હોય ત્યાં સુધી કોઈપણ નવા કામ કરવાના બદલે થોડો આરામ લઈને મન પ્રફુલ્લિત થાય તેવા કાર્યોમાં ધ્યાન આપવું અને કાયદા વિરોધી કોઈપણ કાર્યોથી દૂર રહેવું. ઇશ્વરનું સ્મરણ અને આધ્યાત્મિકતા આજે આપને ખૂબ જ શાંતિ આપશે.
કન્યા: સામાજિક અને જાહેર ક્ષેત્રે આપની ખ્યાતિમાં વધારો થાય. આપ સુંદર વસ્ત્રો અને આભૂષણોની ખરીદી કરો. વિજાતીય વ્યક્તિઓ સાથે પરિચય તેમજ પરિણય થાય. વાહનસુખ મળે. જાહેર જીવનમાં માન પ્રતિષ્ઠાની વૃદ્ધ થાય. પત્ની અને ભાગીદારો સાથેના સંબંધો સારા રહે. પતિ- પત્ની વચ્ચેના સંબંધોમાં ઘનિષ્ઠા વધે.