મેષ: આપના કોઇ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકાર તરફથી લાભ મળશે. ઓફિસમાં અગત્યના મુદ્દાઓ અંગે ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા થશે. ઓફિસના કામકાજના અર્થે પ્રવાસે જવાનું થાય. કામનું ભારણ વધે. પરિવારની બાબતમાં ઉંડો રસ લઇ સભ્યો સાથે વિચાર વિમર્શ કરશો. ગૃહસજાવટ માટે આયોજન કરશો. માતા સાથે વધારે નિકટતા અનુભવશો.
વૃષભ: વિદેશગમન માટેની તકો ઉજળી બને. વિદેશ વસતા સ્નેહી કે મિત્રના સમાચાર મળે. વેપારીઓને વેપારમાં ધનલાભ થાય. નવા આયોજનો હાથ ધરી શકશો. લાંબા અંતરની મુસાફરી થાય. યાત્રાધામની મુલાકાત થાય. આધ્યાત્મિકતામાં પ્રગતિ કરી શકો. સંતાનોની પ્રગતિ થાય. આરોગ્ય સંભાળવાની સલાહ આપવામાં આવે છે.
મિથુન:આપને બેકાબૂ ક્રોધ પર લગામ રાખવાની સલાહ છે. બદનામી અને નિષેધાત્મક વિચારોથી દૂર રહેવું આપના હિતમાં રહેશે. વધુ પડતા ખર્ચથી નાણાંભીડ અનુભવશો. કુટુંબીજનો અને ઓફિસમાં સહકર્મચારીઓ સાથે મનદુ:ખ કે વિવાદના પ્રસંગ ટાળવા માટે સમાધાનકારી નીતિ રાખવી, દરેકને આદર કરવો અને સૌને સહકાર આપવો.. બીમાર દર્દીએ નવી સારવાર અને ઓપરેશન ન કરાવવાની સલાહ છે. ઇશ્વરની આરાધના, જાપ તેમજ આધ્યાત્મિકતા આપને શાંતિનો અનુભવ કરાવશે.
કર્ક: આજનો દિવસ સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રે આપના માટે લાભદાયી પુરવાર થશે. મોજશોખના સાધનો ઉત્તમ વસ્ત્રાભૂષણ અને વાહનની ખરીદી કરશો. મોજમજા અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં સમય પસાર થાય આ સાથે જ વિજાતીય વ્યક્તિ સાથેની રોમાંચિત મુલાકાતથી સુખ અનુભવશો. દાંપત્યજીવનમાં ઉત્કટ પ્રેમની અનુભૂતિ થાય. ભાગીદારીમાં લાભ થાય. પર્યટનની પણ શક્યતા છે.
સિંહ:આજે આપનું મન હળવું રહે અને શારીરિક રીતે સ્ફૂર્તિ જળવાય તે માટે કામકાજનું અતિ ભારણ લેવાના બદલે વિરામ લેવાનું પસંદ કરજો. આમ કરવાથી તમે આપ્તજનોને વધુ સમય આપી શકશો અને સંબંધોમાં પણ મીઠાશ ભળશે. એમ છતાં ઘરમાં શાંતિનું વાતાવરણ હોય રોજિંદા કામોમાં થોડો અવરોધ આવે પરંતુ થોડા પ્રયાસોથી તે ટાળી શકશો. વધારે પરિશ્રમ કર્યા બાદ અધિકારીઓ સાથે વાદવિવાદમાં પડવું નહીં.
કન્યા: ચિંતા, ઉદ્વેગ ભર્યા આજના દિવસે આપને કોઇને કોઇ કારણસર મનમાં વ્યાકુળતા રહેવાની સંભાવના હોવાથી મનમાં વધુ પડતા વિચારો લાવવા નહીં. ખાસ કરીને સંતાનો અને તમારા આરોગ્યને લગતી બાબતોમાં વધુ વ્યસ્ત રહેશો. પેટને લગતી બીમારી હોય તેમણે ભોજન પર અંકુશ રાખવો. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં બીજાનું માર્ગદર્શન લેવાથી ફાયદો થશે. આકસ્મિક ધન ખર્ચની તૈયારી રાખવી. શેરસટ્ટાથી દૂર રહેવાની ટકોર કરવામાં આવે છે. પ્રિયજન સાથે મુલાકાત થાય.
તુલા: આજે આપ વધારે પડતા લાગણીશીલ બનશો તેના કારણે તમારું વલણ કોઈ બાબતે પક્ષપાતી ના થઈ જાય તેનું ધ્યાન રાખવું. વ્યવહારુ અભિગમ તમારા માટે વધુ બહેતર રહેશે. માતા સાથેના સંબંધોમાં વિનમ્રતા રાખવી અને તેમના માટે વધુ સમય ફાળવવો. મુસાફરી કરવાની હોય તો શક્ય હોય ત્યાં સુધી જાતે વાહન ચલાવવાનું ટાળજો. કૌટુંબિક અને જમીન મિલકતને લગતી ચર્ચાઓ છંછેડવી નહીં. પાણીથી સંભાળવું પડશે.
વૃશ્ચિક: કાર્ય સફળતા, આર્થિક લાભ અને ભાગ્ય વૃદ્ધિ માટે સારો દિવસ છે. નવા કાર્યની શરૂઆત પણ કરી શકો છો. ભાઇ ભાંડુઓનું વલણ આજે વધારે સહકારભર્યું અને પ્રેમાળ રહેશે. પ્રતિસ્પર્ધીઓને પછડાટ આપી શકશો. પ્રિયજન સાથે મિલન થતાં મન આનંદ અનુભવશે. નાની મુસાફરી થાય. આરોગ્ય જળવાઈ રહેશે.
ધન:દ્વિધાયુક્ત મનોસ્થિતિ વચ્ચે આજે કૌટુંબિક માહોલમાં પણ તણાવનો અહેસાસ થઈ શકે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ સાથે અને દરેક સ્થિતિમાંતમારું વર્તન નિષ્પક્ષ અને વ્યવહારું રાખવું પડશે. વધુ ધન ખર્ચની શક્યતા હોવાથી પૂર્વતૈયારી રાખવી. વિલંબથી કાર્યો પૂરા થાય. અગત્યનો કોઇ નિર્ણય લેવો આજે હિતાવહ નથી. કુટુંબીજનો સાથે ગેરસમજ ટાળવાના પ્રયાસ કરવો પડશે. દૂર વસતા મિત્ર કે સ્નેહીના સમાચાર કે સંદેશવ્યવહાર આપને લાભદાયી નીવડશે.
મકર: ઇશ્વરના નામસ્મરણથી આપના દિવસનો શુભારંભ થશે. ધાર્મિક કાર્યો અને પૂજા પાઠ થાય. ગૃહસ્થજીવનમાં આનંદમય વાતાવરણ રહે. આપનું દરેક કાર્ય સરળતાથી પાર પડે. મિત્રો, સગાસંબંધીઓ તરફથી ભેટ સોગાદ મળે. શારીરિક માનસિક રીતે પ્રફુલ્લિત રહો. નોકરી વ્યવસાયમાં પણ અનુકૂળ પરિસ્થિતિ રહેશે. દાંપત્યજીવનમાં પરમસુખનો અનુભવ કરશો. પડવા વાગવાથી સંભાળવાની સલાહ આપવામાં આવે છે.
કુંભ: આજે શક્ય હોય ત્યાં સુધી કોઇના જામીન ન થવાની તેમજ નાણાંની લેવડદેવડ ન કરવાની સલાહ છે. ખર્ચનું પ્રમાણ પણ વધારે રહેવાની શક્યતા હોવાથી પૂર્વતૈયારી રાખજો. આરોગ્યની બાબતમાં ધ્યાન રાખવું તેમજ કુટુંબીજનો સાથે વર્તનમાં વિનમ્રતા વધારવી પડશે. કોઇ સાથે ગેરસમજ ટાળવી. ક્રોધને જેટલો અંકુશમાં રાખશો એટલા ફાયદામાં રહેશો. પારકાનું ભલું કરવામાં તમારી પોતાની સમસ્યાઓ વધી ના જાય તેનું ધ્યાન રાખવું. અકસ્માતથી સંભાળવું.
મીન: આજે આપના માટે લાભદાયી દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. નોકરી ધંધાના ક્ષેત્રે આવક વૃદ્ધિ થાય. વડીલવર્ગ અને મિત્રો તરફથી આપને કોઇક ફાયદો થાય. નવા મિત્રો બને, જેમની મિત્રતા ભવિષ્ય માટે લાભદાયક નીવડે. માંગલિક પ્રસંગમાં જવાનું થાય. મિત્રો સાથે પ્રવાસ પર્યટનનું આયોજન કરશો. સંતાનો અને પત્ની તરફથી શુભ સમાચાર મળે. આકસ્િમક ધન લાભ થાય.