ન્યુઝ ડેસ્ક:ભારતમાં મોરને (peacock astrology) ખૂબ મહત્વ આપવામાં આવે છે. તે દેશનું રાષ્ટ્રીય પક્ષી છે. આ ઉપરાંત મોરનું ધાર્મિક મહત્વ પણ છે. મોર કાર્તિકેયનું વાહન કહેવાય છે. જો કે, હવામાન પરિવર્તનને કારણે મોર જંગલોમાંથી ગાયબ થઈ રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો અચાનક મોર દેખાય તો તેને શુભ માનવામાં આવે છે. તેમજ તેમની પાંખો તમામ પ્રકારના ગ્રહ દોષોને દૂર કરવાનું કામ કરે છે.
ઘરમાં મોર: જો સવારે અચાનક તમારા ઘરે મોર આવી જાય તો તમારા પર ભાગ્ય ચમકશે. આ સાથે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ઓછી થાય છે. ભાગ્યમાં પણ વધારો થાય છે. આ સૂચવે છે કે, ઘરમાં કોઈ શુભ કાર્ય ચાલી રહ્યું છે.