ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Assembly Election 2023: ભાજપ વડાપ્રધાન મોદીના નામ પર ચૂંટણી જીતશેઃ કેન્દ્રીય પ્રધાન બધેલ - રાજસ્થાન

વર્ષના અંતમાં દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. આ વિધાનસભા ચૂંટણી સંદર્ભે કેન્દ્રીય પ્રધાન પ્રોફેસર એસ. પી. બધેલે ઈટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી છે.

ભાજપ વડા પ્રધાન મોદીના નામ પર ચૂંટણી જીતશેઃ કેન્દ્રીય પ્રધાન એસ. પી. બધેલ
ભાજપ વડા પ્રધાન મોદીના નામ પર ચૂંટણી જીતશેઃ કેન્દ્રીય પ્રધાન એસ. પી. બધેલ

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2023, 7:10 PM IST

આગરાઃ દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેમાં કુલ 679 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. સોમવારે ચૂંટણી પંચે પાંચેય વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે 7થી 30 નવેમ્બર દરમિયાન ચૂંટણીઓ યોજાવાની જાહેરાત કરી છે. 3 ડિસેમ્બરે દરેક ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. દરેક રાજકીય પક્ષોએ આ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે.

વડા પ્રધાન મોદી અને અમિત શાહનો પ્લાનઃ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીએ સીનિયર નેતા, સાંસદો અને કેન્દ્રીય પ્રધાનોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ ચહેરો ફરી એકવાર નરેન્દ્ર મોદી જ રહેશે. કોઈ કંઈ પણ કહે પરંતુ પાર્ટીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહનું જ ચાલશે. ભાજપે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં સામુહિક નેતૃત્વનો ખેલ ખેલ્યો છે. જેનાથી બંન રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. ઈટીવી ભારતે ભાજપના સામુહિક નેતૃત્વના દાવ પર કેન્દ્રીય પ્રધાન પ્રો. એસ. પી. સિંહ બધેલ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી છે. તેમણે કહ્યું કે વરિષ્ઠ નેતા, સાંસદ અને કેન્દ્રીય પ્રધાનોને ચૂંટણીમાં ઉતારવાને લીધે મુખ્ય પ્રધાનના અનેક ચહેરા ભાજપ પાસે છે. જેનાથી પાર્ટી કોઈ વિશિષ્ટ ચહેરા પર નિર્ભર નહીં રહે.

પાંચ રાજ્યોમાં રાજકારણ ગરમાયુંઃ ભાજપ તરફથી વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદી મહત્વના છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પાર્ટી જોરશોરથી ચૂંટણી મેદાનમાં ઉતરી છે. જો કે મુખ્ય પ્રધાનનું નામ હજુ સુધી જાહેર કર્યુ નથી. તેથી પાર્ટીએ વર્તમાન સાંસદ અને કેન્દ્રીય પ્રધાનોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેના પરિણામે ભાજપને ચૂંટણી બાદ મુખ્ય પ્રધાનના અનેક ચહેરા છે.

રાજકારણમાં સાંસદ અને કેન્દ્રીય પ્રધાનનું કદ મહત્વનુંઃ કેન્દ્રીય પ્રધાન પ્રો. એસ. પી. સિંહ બધેલ જણાવે છે કે જે સાંસદ છે તેમનું રાજકારણમાં બહુ મોટું નામ અને કદ છે. ભાજપે જે રાજ્યોમાં સાંસદ અને વરિષ્ઠ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તેમનાથી વિધાનસભાને મજબૂત કરવાનો હેતુ છે. વિધાનસભામાં પણ નેતૃત્વને વિકસાવવા માટે આ મહત્વનું પગલું છે. વિધાનસભામાં રાજકીય માપદંડ વધારવા માટે પ્રધાન પરિષદમાં પ્રમાણિક, કર્મઠ, નિષ્ઠાવાન લોકો જોડાય તે જરૂરી છે. તેથી પાર્ટીએ આ દિશામાં નિર્ણય લીધો છે. જે અંતર્ગત મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વર્તમાન સાંસદ અને કેન્દ્રીય પ્રધાનોને વિધાનસભામાં ટિકિટ આપી છે.

પાર્ટીને કોઈ નુકસાન ન થાયઃ કેન્દ્રીય પ્રધાન પ્રો. એસ. પી. બધેલ જણાવે છે કે કોઈ પણ વિસ્તારમાં જનતા કોઈ એક વ્યક્તિને લઈને મતભેદ ના રાખે. જેમકે મુખ્ય પ્રધાન તરીકે જનતા કોઈ ઉમેદવારને પસંદ ન કરે તો તેનું સીધુ નુકસાન પાર્ટીને જાય છે. પાર્ટીએ જે રીતે આ વખતની ચૂંટણીઓમાં સાંસદ, વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાનોને ટિકિટ આપી છે તેથી હવે મુખ્ય પ્રધાનના અનેક ચહેરા ભાજપ પાસે છે. મુખ્ય પ્રધાન બની શકે તેવા 10થી 11 નેતાઓ ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

મધ્ય પ્રદેશમાં 7 સાંસદોને ટિકિટઃ કેન્દ્રીય પ્રધાને મધ્ય પ્રદેશની વાત કરતા જણાવ્યું કે ભાજપાએ મુખ્ય પ્રધાન તરીકે શિવરાજ સિંહનું નામ જાહેર કર્યુ નથી. જે બેઠકો ભાજપ છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં હારી છે તેના પર ભાજપે ખાસ ધ્યાન આપ્યું છે. આ બેઠકો પર ભાજપે 7 વર્તમાન સાંસદોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેમાં 3 કેન્દ્રીય પ્રધાનો છે. તેની સાથે જ ભાજપે મધ્ય પ્રદેશમાં પાર્ટીના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. મધ્ય પ્રદેશમાં 17 નવેમ્બરે મતદાન થવાનું છે.

રાજસ્થાનમાં 7 સાંસદોને ટિકિટઃ રાજસ્થાનમાં ભાજપ અંદરખાને પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેને મુખ્ય પ્રધાન બનાવી શકે છે તેવી ચર્ચા છે. જો કે પાર્ટીએ મુખ્ય પ્રધાન ઉમેદવાર તરીકે વસુંધરા રાજેના નામની જાહેરાત કરી નથી. સોમવારે ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી ત્યારબાદ ભાજપે 41 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં 7 વર્તમાન સાંસદોનો સમાવેશ થાય છે. જેમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન કર્નલ રાજ્ય વર્ધન સિંહ રાઠોડ, દિયા કુમારી, નરેન્દ્ર કુમાર, કિરોડી લાલ મીણા, ભાગીરથ ચૌધરી, દેવજી પટેલ, બાબા બાલકનાથને વિધાનસભા ચૂંટણીની ટિકિટ આપી છે. 23 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે.

  1. Cracking Down on Political Crimes A Call for Accountability: રાજકીય ગુનાઓને ડામવાઃ એક જવાબદારીનું આહવાન
  2. SC audit EVMs: સુપ્રીમ કોર્ટે EVM સોફ્ટવેરના સ્વતંત્ર ઓડિટની વિનંતી કરતી અરજી ફગાવી

ABOUT THE AUTHOR

...view details