ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી ભાજપ નેતા કપિલ મિશ્રાએ જીતની ખુશી જતાવી કહ્યું યુવા, મહિલા અને ખેડૂતો નરેન્દ્ર મોદી સાથે - દિલ્હી ભાજપ નેતા

દિલ્હી ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું છે કે 2023ની ચૂંટણીઓ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની પૂર્વસૂચક છે. આ ઉપરાંત દિલ્હી ભાજપ નેતા રાજકુમાર ગ્રોવરે આરોપ લગાવ્યો છે કે મીડિયામાં ભાજપનો નેગેટિવ પ્રચાર કરવામાં આવ્યો છે.

દિલ્હી ભાજપ નેતા કપિલ મિશ્રાએ જીતની ખુશી જતાવી કહ્યું યુવા, મહિલા અને ખેડૂતો નરેન્દ્ર મોદી સાથે
દિલ્હી ભાજપ નેતા કપિલ મિશ્રાએ જીતની ખુશી જતાવી કહ્યું યુવા, મહિલા અને ખેડૂતો નરેન્દ્ર મોદી સાથે

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 2:27 PM IST

નવી દિલ્હી : રવિવારે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના પરિણામ આવી રહ્યાં છે, જેને લઈને તમામ પાર્ટીઓના નેતાઓ પોતાની જીતના દાવા કરી રહ્યા છે. આ દરમિયાન દિલ્હી ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કપિલ મિશ્રાએ ટ્વિટર પર પોસ્ટ કર્યું છે કે તે સ્પષ્ટ થઈ ગયું છે કે યુવાનો, મહિલાઓ, ગરીબો અને ખેડૂતો નરેન્દ્ર મોદીની સાથે છે. 2024માં મોદીની સુનામી આવવાનો આ માત્ર સંકેત છે.

ભાજપ વિરુદ્ધ જાણી જોઈને નકારાત્મક પ્રચાર : તેમણે આગળ લખ્યું કે જનતાએ રાહુલ ગાંધીની જૂઠાણાંની રાજનીતિ, હિંદુઓને જાતિઓમાં વહેંચવાનું કાવતરું અને મુસ્લિમ તુષ્ટિકરણને નકારી કાઢ્યું છે. તેમના સિવાય પશ્ચિમ દિલ્હી બીજેપી જિલ્લા અધ્યક્ષ રાજકુમાર ગ્રોવરે કહ્યું કે જ્યારે સંપૂર્ણ પરિણામ જાહેર થશે ત્યારે વાસ્તવિકતા દરેકની સામે આવશે. મીડિયાએ ખૂબ જ નકારાત્મક પરિણામો દર્શાવ્યા છે. તેમણે કહ્યું કે ભાજપ વિરુદ્ધ જાણી જોઈને નકારાત્મક પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે રાજસ્થાનમાં ભાજપ હારી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મધ્યપ્રદેશમાં પણ ભાજપની સ્થિતિ નબળી દેખાઈ રહી છે. તેમણે દાવો કર્યો હતો કે રાજ્યોમાં ભાજપ જંગી બહુમતી સાથે આવી રહી છે.

ભાજપ મુખ્યાલયમાં હલવો બનાવાયો : ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણામાં મતગણતરી ચાલી રહી છે. સાંજ સુધીમાં ઉમેદવારો અને પક્ષોની જીત-હારની ખબર પડી જશે તેવી ધારણા છે. જો કે ક્યા રાજ્યમાં કયો પક્ષ જીતશે અને કયા પક્ષને હારનો સ્વાદ ચાખવો પડશે તે તો સમય જ કહેશે. એક તરફ જ્યાં રવિવારે સવારે દિલ્હીના ભાજપ મુખ્યાલયમાં હલવો તૈયાર કરવામાં આવ્યો હતો, તો બીજી તરફ દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં ઢોલ વગાડવાની સાથે લાડુ પણ લાવવામાં આવ્યાં હતાં. ચોક્કસપણે આ ચાર રાજ્યોના પરિણામોની અસર 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પર પણ દેખાશે.

  1. PM મોદી સાંજે પાર્ટી હેડક્વાર્ટર પહોંચશે, કાર્યકરો સાથે જીતની ઉજવણી કરશેઃ સૂત્રો
  2. ચાર રાજ્યમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામને લઈને પાટીલે આપ્યું રિએક્શન

ABOUT THE AUTHOR

...view details