ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Assembly elections 2022: પ્રિયંકા ગાંધી પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પુત્રને મળ્યા - Congress Establishment day

પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના (Former PM Lal Bahadur Shastri) પુત્ર સુનીલ શાસ્ત્રી ફરી કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી સંભાવના છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ (Congress General Secretary Priyanka Gandhi) સુનીલ શાસ્ત્રી સાથે મુલાકાત કર્યા (Priyanka Gandhi met Sunil Shahtri) બાદ જણાવ્યું હતું કે, અમે સાથે મળીને દેશ માટે લડીશું અને જીત પણ હાંસિલ કરીશું.

Assembly elections 2022: પ્રિયંકા ગાંધી પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પુત્રને મળ્યા
Assembly elections 2022: પ્રિયંકા ગાંધી પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પુત્રને મળ્યા

By

Published : Dec 29, 2021, 4:20 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Congress General Secretary Priyanka Gandhi) મંગળવારના રોજ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના (Former PM Lal Bahadur Shastri) પુત્ર (Son of Lal Bahadur Shastri) સુનિલ શાસ્ત્રીને મળ્યા (Priyanka Gandhi met Sunil Shahtri) હતા અને દિવંગત વડાપ્રધાનને પાર્ટીના 'સૈનિક' ગણાવ્યા હતા. પ્રિયંકા ગાંધીની મુલાકાત બાદ ચ્રર્ચા થઇ રહી છે કે, સુનીલ શાસ્ત્રી ટૂંક સમયમાં ફરી કોંગ્રેસમાં જોડાઈ શકે છે. હાલ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે.

સુનીલ શાસ્ત્રી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે કામ કરે તેવી શક્યતા

પ્રિયંકા ગાંધીએ સુનીલ શાસ્ત્રી સાથે મુલાકાત કર્યા બાદ જણાવ્યું હતું કે, અમે સાથે મળીને દેશ માટે લડીશું અને જીત પણ હાંસિલ કરીશું. સુનીલ શાસ્ત્રી આગામી વર્ષે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી 2022માં (Assembly elections 2022) કોંગ્રેસ માટે કામ કરે તેવી શક્યતા સેવાઇ રહી છે.

પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર શેર કરી તસવીર

કોંગ્રેસના ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધીએ (Congress Uttar Pradesh incharge Priyanka Gandhi) સુનીલ શાસ્ત્રીને મળ્યાની તસવીર ટ્વિટર પર શેર કરી અને લખ્યું છે કે, કોંગ્રેસના સૈનિક અને ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના (Congress soldier former PM Lal Bahadur Shastri) પુત્ર સુનીલ શાસ્ત્રીજીને મળવા માટે કોંગ્રેસના સ્થાપના દિવસથી (Congress Establishment day) વધુ સારી તક હોય જ ના શકે. આ મુલાકાત દરમિયાન ઘણી બાબત ઉપર ચ્રર્ચા કરવામાં આવી હતી. આ સાથે તેમણે કહ્યું કે 'તેઓ દેશ માટે સાથે મળીને લડશે અને જીત પણ મેળવશે'.

આ પણ વાંચો:

Gujarat Assembly Election 2022 - ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાઇ કોંગ્રેસ કારોબારી બેઠક

Gujarat Assembly Election 2022 - દિલ્હી અને પંજાબ બાદ કેજરીવાલ ગુજરાતમાં ફ્રી વીજળીનું વચન આપે તો શું? કેટલો બોજો પડશે

ABOUT THE AUTHOR

...view details