ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદી સાંજે પાર્ટી હેડક્વાર્ટર પહોંચશે, કાર્યકરો સાથે જીતની ઉજવણી કરશેઃ સૂત્રો - undefined

PM નરેન્દ્ર મોદી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીતની ઉજવણી કરવા માટે પાર્ટી હેડક્વાર્ટરની મુલાકાત લઈ શકે છે. આ દરમિયાન તેઓ પાર્ટીના કાર્યકરો અને નેતાઓ અને જનતાને સંબોધિત કરી શકે છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 12:12 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીતની ઉજવણી કરવા માટે રવિવારે સાંજે પાર્ટી હેડક્વાર્ટર પહોંચી શકે છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, જો ચૂંટણી પરિણામો પાર્ટીના પક્ષમાં આવે છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે 6:30 વાગ્યા પછી પાર્ટીના મુખ્યાલય પહોંચીને પાર્ટી કાર્યકર્તાઓ સાથે વિજયની ઉજવણી કરી શકે છે અને કાર્યકર્તાઓ તેમજ જનતાનો આભાર માની શકે છે.

વડાપ્રધાન મોદી જનતાને સંબોધિત કરી શકે છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટી હેડક્વાર્ટરથી પાર્ટી કાર્યકર્તાઓ, નેતાઓ અને જનતાને પણ સંબોધિત કરી શકે છે. ચારેય રાજ્યોમાં મતગણતરી હજુ ચાલુ છે. મત ગણતરીના વલણો અનુસાર મધ્યપ્રદેશમાં ભાજપ મોટી જીત તરફ આગળ વધી રહ્યું છે.

આ પ્રકારના પરિણામો જોવા મળી રહ્યા છે : ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, અત્યાર સુધીની મતગણતરી મુજબ રાજસ્થાનમાં ભાજપ 199માંથી 107 સીટો પર આગળ છે. પાર્ટીએ રાજ્યમાં બહુમતીના જાદુઈ આંકડાને સ્પર્શ કર્યો છે. તો છત્તીસગઢમાં પણ કોંગ્રેસની 37 બેઠકોની સરખામણીએ ભાજપ 52 બેઠકો પર આગળ છે. મધ્યપ્રદેશમાં ભાજપ 154 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 71 બેઠકો પર આગળ છે. હાલમાં ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર થયા બાદ જ સરકાર બનાવવાના પ્રયાસો શરૂ થશે.

  1. ચાર રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાણવા અહીંયા ક્લિક કરો
  2. ચૂંટણીની કસોટીઃ ચાર રાજ્યોમાં કોણ બનાવશે સરકાર, તમામની નજર પરિણામો પર

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details