ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM Modi Visit To Karnataka: PM મોદી આજે કર્ણાટકની મુલાકાતે, દાવણગેરેમાં રેલીને સંબોધશે - PM Modi visits Karnataka today

લગભગ 4250 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી મેટ્રો લાઇનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉદ્ઘાટન કરશે. જેના કારણે બેંગલુરુમાં મુસાફરોને સ્વચ્છ, સલામત, ઝડપી અને આરામદાયક મુસાફરીની સુવિધા મળશે.

PM Modi Visit To Karnataka: PM મોદી આજે કર્ણાટકની મુલાકાતે, દાવણગેરેમાં રેલીને સંબોધશે
PM Modi Visit To Karnataka: PM મોદી આજે કર્ણાટકની મુલાકાતે, દાવણગેરેમાં રેલીને સંબોધશે

By

Published : Mar 25, 2023, 9:19 AM IST

બેંગલુરુ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચૂંટણી રાજ્ય કર્ણાટકની મુલાકાત લેશે, જે આ વર્ષની તેમની સાતમી રાજ્ય મુલાકાત હશે. આ દરમિયાન, વડાપ્રધાન વિવિધ સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપશે અને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આયોજિત વિશાળ જાહેર સભાને સંબોધશે. આગામી થોડા દિવસોમાં, ચૂંટણી પંચ મે મહિનામાં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે મતદાન કાર્યક્રમ જાહેર કરે તેવી અપેક્ષા છે.

કૃષ્ણરાજપુરા મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન:મોદી ચિક્કાબલ્લાપુર ખાતે 'શ્રી મધુસૂદન સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ'નું ઉદ્ઘાટન કરશે અને બાદમાં તેઓ બેંગલુરુ મેટ્રોની વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) કૃષ્ણરાજપુરા મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કરશે અને ટ્રેનની સવારી પણ કરશે. ત્યારપછી તેઓ દાવંગેરે જિલ્લાના મુખ્યાલયમાં જશે અને ભાજપની 'વિજય સંકલ્પ યાત્રા'ના સમાપન પ્રસંગે જાહેર સભાને સંબોધશે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્ણાટકમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ત્યારથી પાર્ટીની આ પહેલી બેઠક છે, જેમાં વડાપ્રધાન હાજરી આપશે.

10 લાખ લોકો ભાગ લે તેવી અપેક્ષા:દાવંગેરેથી ભાજપના સાંસદ જી. એમ. સિદ્ધેશ્વરે કહ્યું કે રેલીમાં કુલ 10 લાખ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે. તેમણે કહ્યું કે એકલા દાવંગેરે જિલ્લામાંથી લગભગ ત્રણ લાખ લોકો ભાગ લેશે. દાવંગેરે પહેલાથી જ કેસરી રંગવામાં આવ્યું છે અને GMIT કોલેજની બાજુમાં 400 એકર જમીનમાં પંડાલ બનાવવામાં આવ્યો છે. ભાજપના પ્રદેશ મહાસચિવ મહેશ તેંગિનકાઈએ દાવો કર્યો હતો કે રાજ્યભરમાં ચાર અલગ-અલગ દિશામાંથી વિશેષ રીતે તૈયાર કરાયેલા વાહનો અથવા 'રથ'માં શરૂ થયેલી ચાર 'વિજય સંકલ્પ યાત્રાઓ' સફળ રહી છે.

CRPF 84th Raising Day: જગદલપુરમાં CRPFના 84માં રાઇઝિંગ ડે કાર્યક્રમમાં અમિત શાહ

400 કાઉન્ટર ખોલવામાં આવશે:તેમણે કહ્યું કે આ યાત્રા હેઠળ કુલ 5,600 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હતું, જેમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. અમે 224 મતવિસ્તારો સુધી પહોંચ્યા. પાર્ટીના જાહેરનામા મુજબ રેલી માટે મોટા પાયે ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને 400 કાઉન્ટર ખોલવામાં આવશે. તેમણે કહ્યું કે એક હજાર રસોઈયાની નિમણૂક કરવામાં આવી છે અને પાર્કિંગ માટે 44 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાના 75માં જન્મદિવસના અવસર પર, રાજ્યના મધ્ય ભાગમાં આવેલા દાવણગેરેમાં જ એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

Central Government: કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો, કેબિનેટમાં મંજૂરી

વમેટ્રો સ્ટેશન ખાતે ઉદ્ઘાટન:ડાપ્રધાન શનિવારે શ્રી મધુસૂદન સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ (SMSIMSR)નું ઉદ્ઘાટન કરશે. એસએમએસઆઈએમએસઆરની સ્થાપના શ્રી સત્ય સાઈ યુનિવર્સિટી ફોર હ્યુમન એક્સેલન્સ દ્વારા સત્ય સાંઈ ગામ, મુદ્દેનહલ્લી, ચિક્કાબલ્લાપુર ખાતે કરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારમાં સ્થિત અને તબીબી શિક્ષણ અને આરોગ્યસંભાળના બિન-વ્યાવસાયીકરણના વિઝન સાથે સ્થપાયેલ, SMSIMSR તમામને તબીબી શિક્ષણ અને ગુણવત્તાયુક્ત તબીબી સંભાળ પૂરી પાડશે - સંપૂર્ણપણે મફત. એક સત્તાવાર રીલીઝમાં કહેવામાં આવ્યું છે કે સંસ્થા શૈક્ષણિક વર્ષ 2023 થી કામ કરવાનું શરૂ કરશે. બેંગલુરુ મેટ્રો ફેઝ II હેઠળ વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) મેટ્રોથી કૃષ્ણરાજપુરા મેટ્રો લાઇનની 13.71 કિમી લાંબી રીચ-1 એક્સ્ટેંશન પ્રોજેક્ટનું વડાપ્રધાન દ્વારા વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) મેટ્રો સ્ટેશન ખાતે ઉદ્ઘાટન કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details