કર્ણાટક:કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે 2023માં ચૂંટણી માટે પાંચ રાજ્યોમાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે સૌથી જૂની પાર્ટી પાંચેય રાજ્યોમાં સરકાર બનાવશે. તેમણે કહ્યું કે આ તમામ રાજ્યોમાં કેન્દ્ર સરકાર સામે વિરોધની લહેર છે. તેથી જ લોકો કોંગ્રેસને પસંદ કરશે.
ANI સાથે વાત કરતા ખડગેએ કહ્યું કે છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારો તેમનું કામ યોગ્ય રીતે કરી રહી છે. ત્યાંના લોકો રાજ્ય સરકારથી ખુશ છે. તેમને રાજ્ય સરકાર સાથે કોઈ વાંધો નથી. પાંચ રાજ્યોમાં ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારીઓ સારી રીતે ચાલી રહી છે. અમને વિશ્વાસ છે કે અમે તમામ રાજ્યોમાં જીતીશું. લોકો મુખ્યત્વે મોંઘવારી અને બેરોજગારીથી પરેશાન છે. આ કારણોસર ભાજપ માટે સત્તા વિરોધી લહેર છે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશમાં લોકો શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વવાળી ભાજપ સરકારની વિરુદ્ધ છે.
ખડગેએ લગાવ્યા આરોપ: કેન્દ્રમાં ભાજપ પર આરોપ લગાવતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે પાર્ટીએ તેના એકપણ ચૂંટણી વચનો પૂરા કર્યા નથી. જે પણ વચનો આપ્યા હતા, ભાજપે એક પણ વચન પૂરું કર્યું નથી. પછી તે બેરોજગારી હોય, ખેડૂતોની આવક બમણી કરવી હોય કે રોકાણ. કેન્દ્ર સરકાર કર્ણાટકની અવગણના કરી રહી છે. તેમણે કહ્યું કે (કર્ણાટકને) કોઈ કેન્દ્રીય પ્રોજેક્ટ આપવામાં આવી રહ્યો નથી.
નવેમ્બરમાં તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમમાં એક કે બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મિઝોરમમાં 7 નવેમ્બરે, છત્તીસગઢમાં 7 નવેમ્બર અને 17 નવેમ્બરે, મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે, રાજસ્થાનમાં 25 નવેમ્બરે અને તેલંગાણામાં 30 નવેમ્બરે ચૂંટણી યોજાશે. તમામ રાજ્યોમાં મતગણતરી 3 ડિસેમ્બરે થશે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસ અને ભાજપ આમને સામને છે. તેલંગાણામાં સત્તારૂઢ ભારત રાષ્ટ્ર સમિતિ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિકોણીય મુકાબલો થવાની સંભાવના છે.
- India-China War of 1962: કેન્દ્રીયમંત્રીએ 1962ના ચીન યુદ્ધ માટે કોંગ્રેસને ઠેરવ્યું જવાબદાર, કહ્યું- નબળા નેતૃત્વની કિંમત ભારતે ચૂકવવી પડી
- MP Assembly Election: એમપી વિધાનસભા ચૂંટણીને લઈને JDUએ ઉમેદવારોની યાદી જાહેર કરી