નવી દિલ્હીઃ અત્યારે કૉગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન કમિટિની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં આગામી દિવસોમાં જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ થવાની છે તેના બાકી રહેલા ઉમેદવારો પર ચર્ચા થઈ રહી છે. આજે બાકી રહેલા તમામ ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. નવી દિલ્હીના કૉંગ્રેસ હેડક્વાર્ટરમાં આ બેઠક મળી છે. આ બેઠક કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાઈ છે. આ બેઠકમાં રાજસ્થાન મુખ્ય પ્રધાન અશોક ગેહલોતની સાથે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને સીઈસીના અન્ય સભ્યો તેમજ રાજ્યોના સ્ક્રિનિંગ સમિતિના સભ્યો ઉપસ્થિત છે.
Congress CEC Meeting: નવી દિલ્હીમાં કૉંગ્રેસ સેન્ટ્રલ ઈલેકશન કમિટિની બેઠક ચાલી રહી છે, ઉમેદવારોના નામોથી થશે જાહેરાત - રાજસ્થાન
દિલ્હીમાં કૉંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન કમિટિની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં થનાર વિધાનસભા ચૂંટણી માટેના બાકી રહેલા ઉમેદવારો પર ચર્ચા થઈ રહી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક
Published : Oct 18, 2023, 12:23 PM IST
રાહુલનો હુંકારઃ આ પહેલા 13 ઓક્ટોબરે કૉંગ્રેસ પાર્ટીએ AICC હેડક્વાર્ટરમાં મધ્ય પ્રદેશ, તેલંગાણા વિધાનસભા ચૂંટણીઓને ધ્યાને રાખીને સેન્ટ્રલ ઈલેક્શન કમિટિની એક બેઠક યોજી હતી. આ બેઠક અગાઉ રાહુલ ગાંધીએ વિધાનસભા ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે એક સભાના સંબોધનમાં કહ્યું હતું કે, કૉંગ્રેસ તેલંગાણા, મધ્ય પ્રદેશ, છત્તીસ ગઢ, રાજસ્થાન અને મિઝોરમમાં જીતી રહી છે મારા આ શબ્દોને નોંધી લેજો. કૉંગ્રેસ પાર્ટી હંમેશા લોકો માટે કામ કરે છે.
મિઝોરમને બનાવવું છે મોડલ રાજ્યઃ રાહુલ ઉમેરે છે કે રાજસ્થાન પાસે અત્યારે આરોગ્ય નીતિ છે. કર્ણાટકમાં સામાજિક સુરક્ષા યોજનાઓ કાર્યરત છે. જ્યારે છત્તીસગઢ મજબૂત નીતિઓ સાથે ઈન્ડસ્ટ્રિયાલિસ્ટને આકર્ષિત કરી રહ્યા છે. અમે મધ્ય પ્રદેશમાંથી ભ્રષ્ટ ભાજપ સરકારને ખદેડી મુકીશું. અમારી 6 ગેરંટી તેલંગાણામાં અમને એક મોટી જીત અપવાશે. કૉંગ્રેસ પાસે મિઝોરમ માટે ખાસ યોજનાઓ છે. મિઝોરમ મોડલ રાજ્ય બને તેના માટે અમે કટિબદ્ધ છીએ.