પણજીઃકોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદંબરમ (Congress leader P Chidambaram) ગોવા વિધાનસભા ચૂંટણી 2022ને (Goa Assembly Election 2022) લઈને મોટું નિવેદન આપ્યું છે. કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવા કોઈપણ પક્ષનું સમર્થન લેવા તૈયાર છે. તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના (TMC Party) ગોવા ડેસ્ક પ્રભારી મહુઆ મોઇત્રાની (Mahua Moitra) સલાહ બાદ તુરંત જ આ નિવેદન આપ્યું છે. મમતા બનર્જીની આગેવાની હેઠળની ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP Party ) કોંગ્રેસ સાથે ચૂંટણી પહેલા ગઠબંધન કરવા માટે તૈયાર છે.
ભૂતપૂર્વ કેન્દ્રીયપ્રધાને આપી માહિતી
ભૂતપૂર્વ કેન્દ્રીયપ્રધાને પત્રકારોને કહ્યું. "મેં અખબારમાં TMCએ આપેલું નિવેદન વાંચ્યું છે, સત્તાવાર નિવેદનની રાહ જુઓ," ચિદંબરમ કહ્યું કે, કોંગ્રેસ પોતાના દમ પર ભાજપને હરાવવા સક્ષમ છે, પરંતુ જો કોઈ પાર્ટી ભાજપને હરાવવા કોંગ્રેસને સમર્થન આપવા માંગતી હોય તો હું ના કેમ કહું?
કોંગ્રેસના માત્ર બે ધારાસભ્યો જ ગૃહમાં બચ્યા
2017માં 40 સભ્યોની ગોવા વિધાનસભામાં મહત્તમ 17 બેઠકો જીત્યા પછી, છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસની તાકાત ઓછી થઈ ગઈ છે. પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો ચાલ્યા ગયા. આ ઉપરાંત કોંગ્રેસના માત્ર બે ધારાસભ્યો જ ગૃહમાં બચ્યા છે.
TMCએ MGP સાથે ગઠબંધન કર્યું