ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આસામમાં આજે અંતિમ તબક્કાનું મતદાન, મતદારોથી લઈને ઉમેદવારો સુધીની માહિતી એક ક્લિકમાં…

આસામના 11 જિલ્લાઓની 40 બેઠકો પર આજે એટલે કે 6 એપ્રિલના રોજ ત્રીજા અને અંતિમ તબક્કા 39 લાખથી વધુ મહિલાઓ તેમજ 139 ટ્રાન્સજેન્ડર સહિત કુલ 79,19,641 મતદારો વિવિધ રાજકીય પાર્ટીઓના 337 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

By

Published : Apr 5, 2021, 11:09 PM IST

  • આસામમાં 6 એપ્રિલના રોજ યોજાશે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન
  • કુલ 40 મતક્ષેત્રોના 11,401 મતદાન મથકો પર 79.29 લાખ મતદારો નોંધાયા
  • ગુવાહાટી પશ્ચિમની બેઠક પર સૌથી વધુ 15 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી જંગ
    ત્રીજા તબક્કાની કેટલીક આંકડાકીય માહિતી

હૈદરાબાદ: આસામમાં 6 એપ્રિલના રોજ વિધાનસભાની ચૂંટણીના ત્રીજા અને છેલ્લા તબક્કાના મતદાનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યના 11 જિલ્લાઓમાં યોજાનારા આ મતદાન માટે 40 મતક્ષેત્રના 11,401 મતદાન મથકો પર 39,07,963 મહિલાઓ અને 139 ટ્રાન્સજેન્ડર સહિત કુલ 79,19,641 મતદારો મતદાન કરશે. ત્રીજા તબક્કાના મતદાનમાં 31 રાષ્ટ્રીય અને રાજ્યની રાજકીય પક્ષોના 337 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થશે. આ વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં 7,337 ઉમેદવારોમાંથી 25 મહિલાઓ અને 312 પુરૂષ ઉમેદવારો ઉભા રહ્યા છે.

સૌથી વધુ ઉમેદવારો ગુવાહાટી પશ્ચિમની બેઠક પર

ત્રીજા તબક્કાના મતદાનમાં કુલ 40 બેઠકો પૈકી ગુવાહાટી પશ્ચિમની બેઠક પર સૌથી વધુ 15 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે બોકો એસ.સી બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો નોંધાયા છે.

વાંચો, શું કહે છે ADR રિપોર્ટ?

60 ઉમેદવારો ધરાવે છે ગુનાહિત ભૂતકાળ

આસામમાં ત્રીજા તબક્કા માટે વિવિધ રાજકીય પક્ષોના કુલ 60 ઉમેદવારો મેદાનમાં છે. જે પૈકી 60(18 ટકા) ઉમેદવારો ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. આ 60 ઉમેદવારો પૈકી 45(13 ટકા) ઉમેદવારો વિરૂદ્ધ ગંભીર ગુનાઓ નોંધાયા છે. મહત્વના રાજકીય પક્ષો પૈકી INCના 24 પૈકી 14(58 ટકા) ઉમેદવારો ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. જે પૈકી 13(54 ટકા) ઉમેદવારો વિરૂદ્ધ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારોની સંખ્યા

કોરોનાને કારણે મતદાન મથકોમાં 34.71 ટકાનો વધારો

કોરોનાને કારણે આ વખતે ચૂંટણી પંચ દ્વારા કોરોનાને અનુલક્ષીને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. મતદાન મથક દીઠ વધુમાં વધુ 1,000 મતદારો ફાળવવામાં આવ્યા છે. આ વ્યવસ્થાને કારણે વર્ષ 2016માં 24,890 મતદાન મથકો આ વખતે વધીને 33,530 પર પહોંચ્યા છે.

કરોડપતિ ઉમેદવારો

મતદારોને આકર્ષવા માટે ઈકો-ફ્રેન્ડલી મતદાન મથકો

આ વખતે આસામમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદારોને રીઝવવા માટે રાજ્યના સાંસ્કૃતિક વારસો તેમજ સ્થાનિક કલાકારો અને તેમના મૂલ્ય વર્ધક ઉત્પાદનોને મુદ્દો બનાવવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા મતદારોને આકર્ષવા માટે ઈકો-ફ્રેન્ડલી મતદાન મથકો પણ બનાવવામાં આવ્યા છે.

સૌથી વધુ પોલીસ ફરિયાદ નોંધાઈ હોય તેવા ઉમેદવારો
નોંધપાત્ર ઉમેદવારો

27 માર્ચ અને 1 એપ્રિલના રોજ પ્રથમ બે તબક્કાનું મતદાન યોજાઈ ચૂક્યું છે

ત્રણ તબક્કામાં યોજાયેલી આસામ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ બે તબક્કા 27 માર્ચ અને 1 એપ્રિલના રોજ યોજાઈ ચૂક્યાં છે.પ્રથમ તબક્કાના મતદાનમાં 47 મતક્ષેત્રોમાં 264 ઉમેદવારો અને બીજા તબક્કાના મતદાનમાં 39 મતક્ષેત્રોના 345 ઉમેદવારો ઉભા હતા. જ્યારે, ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન 40 મતક્ષેત્રોના 337 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે.

મુખ્ય પાર્ટીઓમાં મહિલા ઉમેદવારોની સંખ્યા
નોંધપાત્ર ઉમેદવારો

2 મેના રોજ જાહેર થશે પરિણામ

આસામ વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની તમામ માહિતી, જૂઓ આ વીડિયોમાં...

આસામમાં મતદાનની શરુઆત પોસ્ટલ બેલેટથી કરવામાં આવી હતી. ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ, કોરોના સંક્રમિત અને 80 વર્ષથી વધુ ઉંમર ધરાવતા મતદારો માટે ચૂંટણી શરૂ થઈ તેના 2 સપ્તાહ અગાઉ પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થા રાખવામાં આવી હતી. આસામ વિધાનસભાની કુલ 126 બેઠકો પર યોજાયેલા અને યોજાનારા મતદાનનું પરિણામ 2 મે ના રોજ જાહેર થશે.

ABOUT THE AUTHOR

...view details