ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આસામમાં ઉગ્રવાદીઓએ કોલસાની પાંચ ટ્રકોને આગ લગાવી, 1નું મૃત્યુ - આસામના સમાચાર

દિમા હસાઓના ઉમરાંગસો-લંકા રોડ પર ડિસમાઓ ગામ નજીક તોફાનીઓએ ઓછામાં ઓછી 7 ટ્રકોને આગ ચાંપી દીધી હતી. અગાઉ, બદમાશોએ કેટલાક રાઉન્ડ ફાયર કર્યા હતા અને વાહનોને આગ લગાવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પાંચ મૃતદેહોને બહાર કાઢ્યા છે.

aag
આસામાં આતંકવાદીઓએ કોલસાની પાંચ ટ્રકોને આગ લગાવી, 1નું મૃત્યુ

By

Published : Aug 27, 2021, 10:55 AM IST

ગુવાહાટી: આસામના દૂરના દિમા હસાઓ જિલ્લાના દિયુંગબ્રા પાસે ગઈકાલે રાત્રે શંકાસ્પદ ઉગ્રવાદીઓએ અનેક ટ્રકોને આગ ચાંપી દીધી હતી. જેના કારણે પાંચ ટ્રક ચાલકો દાઝી ગયા હતા. દિમા હસાઓના ઉમરાંગસો-લંકા રોડ પર ડિસમાઓ ગામ નજીક ઉગ્રવાદીઓએ ઓછામાં ઓછી 7 ટ્રકોને આગ ચાંપી દીધી હતી. અગાઉ, બદમાશોએ કેટલાક રાઉન્ડ ફાયર કર્યા હતા અને વાહનોને આગ લગાવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પાંચ મૃતદેહો બહાર કાઢ્યા છે.

સર્ચ ઓપરેશન ચાલું

આસામ પોલીસે કહ્યું છે કે હુમલા પાછળ શંકાસ્પદ DNLA આતંકવાદી જૂથોનો હાથ હોઇ શકે છે. જિલ્લાના એસપીએ કહ્યું કે આસામ રાઇફલ્સની મદદથી આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details