ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આસામમાં પૂરની સ્થિતિ બગડી, લગભગ 2.26 લાખ લોકો પ્રભાવિત - જળસ્તરમાં વધારો

આસામમાં પૂરની પરિસ્થિતિ શનિવારે બગડી ગઈ કારણ રે બ્રમ્હપુત્રા નદી અને તેની સહાયક નદીઓએ 15 જિલ્લાઓને પાણીમાં ગરકારવ કરી દીધા છે અને આ કારણે રાજ્યમાં 2,25,501 લોકો પ્રભાવિત થયા છે.

aasam
આસામમાં પૂરની સ્થિતિ બગડી, લગભગ 2.26 લાખ લોકો પ્રભાવિત

By

Published : Aug 29, 2021, 10:20 AM IST

  • અરૂણાચલ પ્રદેશમાં વરસાદને કારણે આસામમા પૂર
  • અનેક જિલ્લાઓ વરસાદને પ્રભાવિત
  • બ્રમ્હપુત્રાના જલસ્તરમાં પણ વધારો

ગોહાટી: આસામ રાજ્ય આપદા પ્રબંધન એજન્સીના તરફથી બહાર પાડવામાં આવેલા દૈનિક બુલેટીન અનુસાર આસામમાં શનિવારે પૂરની પરિસ્થિતિ બગડી ગઈ હતી કારણ કે બ્રમ્હપુત્ર નદી અને તેની સહાયક નદીઓએ 15 જિલ્લાઓને પાણીમાં ગરકાવ કરી નાખ્યા હતા જેના કારણે 2,25,501 લોકો પ્રભાવિત થયા હતા. બુલેટીનમાં કહેવામાં આવ્યું હતું કે, હજુ સુધી કોઈ જાનમાલ હાની નથી થઈ.

અનેક જિલ્લાઓ પાણીમાં ગરકાવ

જલમગ્ન વિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે બક્સા, બારપેટ, વિશ્વનાથ, બોંગાઈગાવ, ચિરાંગ, ધેમાજી, ડિબ્રુગઢ, ગોલાઘાટ, જોરહાટ, લખમીપૂર, માજુલી, મોરીગામ, શિવસાગર, સોનિતપુર અને તિનસુકિયા જિલ્લાઓને પ્રભાવિત કર્યા છે. 34 રાજસ્વ મંડલોની હેઠળ 512 ગામ પ્રભાવિત થયા છે.

આ પણ વાંચો :હવે સિંચાઈનું પાણી નહીં અપાય, સરકારનું ફોકસ પીવાના પાણીનું રીઝર્વેશન : વિજય રૂપાણી

પ્રભાવિત જિલ્લાઓ પાસેથી વહી રહેલી નદીઓમાં વધી રહ્યું છે જળસ્તર

એક અધિકારીએ જણાવ્યું કે, માટી ભાગની નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે અને કેટલાય સ્થળોએ નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. અધિકારીએ કહ્યું ," અરૂણાચલ પ્રદેશના ઉપરી વિસ્તારોમાં સતત વરસાદને કારણે બ્રમ્હપુત્ર નદીનું જળસ્તર વધી રહ્યું છે જેના કારણે રાજ્યમાં પૂર આવી ગયું હતું. સૌથી વધુ 91,437 લોકો લખમીપૂર અને આ બાદ માજુલીમાં 47,752 લોકો ધેમાજીમાં 32,839 લોકો પ્રભાવિત થયા છે. અધિકારીએ આગળ જણાવ્યું કે, " બોંગાઈગામ, ચિંરાગ, ધેમાજી, માજુલીના જિલ્લા પ્રસાશન તરફથી બનાવવામાં આવેલી 62 રાહત શિબિરીમાં કુલ 6898 લોકએ શરણ લીધી છે. બક્સા, ડિબ્રુગઢ અને જોરહાટમાં રાહત કેન્દ્રો તૈયાર રાખવામાં આવ્યા છે. શનિવારે હોડી દ્વારા 20 લોકોને અને 40 જાનવરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : NATIONAL SPORTS DAY 2021: મેજર ધ્યાનચંદને ભારત રત્ન આપવાની માગ કેટલાય સમયથી દેશમાં

ABOUT THE AUTHOR

...view details