ચેન્નાઈ:આસામ અને તમિલનાડુ વચ્ચે હાથીને લઈને વિવાદ વધી રહ્યો (Elephant Controversy Assam Tamilnadu) છે. તમિલનાડુએ કોર્ટમાં પોતાનો પક્ષ રાખતા આસામથી લાવેલા હાથીઓને પરત કરવાનો ઇનકાર કર્યો (Fighting On Elephant Joymala) છે. બીજી તરફ, આસામના મુખ્યપ્રધાનએ નિવેદન આપ્યું છે કે, તેઓ આ હાથીઓને પાછા લાવશે, ભલે આ માટે તેમણે આસામ હાઈકોર્ટ અથવા તમિલનાડુ હાઈકોર્ટનો સંપર્ક કરવો પડે.
મામલો કોર્ટમાં પહોંચ્યો :આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વા શર્માએ (Assam Chief Minister Himanta Biswa Sharma) કહ્યું કે, અમે આ મામલાને ગૌહાટી હાઈકોર્ટમાં લઈ જઈ રહ્યા છીએ. આજે શુક્રવારે પિટિશન દાખલ કરવામાં આવશે. તેણે વધુમાં કહ્યું કે, જો ત્યાંથી મનપસંદ ચુકાદો મળે તો સારું. શર્માએ કહ્યું કે, જો ચેન્નાઈ હાઈકોર્ટ તરફથી સારો નિર્ણય આવશે તો અમે તેનું સ્વાગત કરીશું, અમને કોર્ટમાં પૂરો વિશ્વાસ છે. temple elephant Jayamala