ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Delhi Firing: સાકેત કોર્ટ પરિસરમાં ફાયરિંગ, વકીલના ડ્રેસમાં આરોપીએ યુવતી પર 4 ગોળી ચલાવી - SAKET COURT PREMISES Firing

દિલ્હીમાં સાકેત કોર્ટ શુક્રવારે સવારે ગોળીબારના અવાજથી ગૂંજી ઉઠી હતી. અહીં વકીલના વેશમાં આવેલા એક વ્યક્તિએ મહિલા પર ગોળીબાર કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીએ મહિલા પર 4 ગોળીઓ ચલાવી હતી.

Delhi Firing:
Delhi FiriDelhi

By

Published : Apr 21, 2023, 12:38 PM IST

Updated : Apr 21, 2023, 1:17 PM IST

નવી દિલ્હી: સાકેત કોર્ટ સંકુલ શુક્રવારે સવારે ગોળીબારના અવાજથી ગુંજી ઉઠ્યું હતું. અહીં વકીલના વેશમાં આવેલા એક વ્યક્તિએ મહિલા પર ગોળીબાર કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીએ મહિલા પર 4 ગોળીઓ ચલાવી હતી, ત્યારબાદ તેને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ તેની હાલત નાજુક છે.

સાકેત કોર્ટ પરિસરમાં ફાયરિંગ: સાકેત કોર્ટમાં વહેલી સવારે વકીલના વેશમાં આવેલા એક શખ્સે યુવતી પર ગોળી ચલાવી હતી. વકીલોના બ્લોક પાસે બનેલી આ ઘટનાએ સમગ્ર કોર્ટમાં ખળભળાટ મચાવી દીધો હતો. ગોળી વાગતા યુવતીની હાલત ગંભીર બની હતી. તેને તાત્કાલિત સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આરોપીની પણ ઓળખ થઈ ગઈ છે. મહિલા અને આ વ્યક્તિ વચ્ચે પૈસાને લઈને જૂનો વિવાદ ચાલી રહ્યો હતો. જેના કારણે આરોપીએ તેને ગોળી મારી હતી.

આ પણ વાંચો:Atiq Ashraf murder: અતીક-અશરફ હત્યા કેસમાં તપાસ ટીમે ઘટનાસ્થળના દરેક પગલાને માપીને ક્રાઇમ સીન કર્યું રીક્રીએટ

મહિલા પર ચાર ગોળીઓ ચલાવી: સામે આવેલી માહિતી પ્રમાણે આરોપી વકીલ તરીકે કોર્ટ પરિસરમાં પ્રવેશ્યો હતો. મળતી માહિતી મુજબ આરોપીએ મહિલા પર ચાર ગોળીઓ ચલાવી હતી જે તેના પેટ અને અન્ય ભાગોમાં વાગી હતી. સ્થળ પર હાજર દિલ્હી પોલીસના SHO મહિલાને જીપમાં બેસાડી AIIMS લઈ ગયા, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં મહિલાની સારવાર ચાલી રહી છે.

પૈસા આપવા અને લેવા બાબતે ઝઘડો: સાકેત બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ કરનૈલ સિંહે જણાવ્યું કે જે મહિલાને ગોળી વાગી હતી તે સાકેત કોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ પણ કરે છે. અને તેને ગોળી મારનાર પણ સસ્પેન્ડેડ વકીલ છે. ત્રણ મહિના પહેલા દિલ્હીની બાર કાઉન્સિલે કોઈ બાબતને લઈને તેનું લાઇસન્સ રદ કર્યું હતું. મહિલાની ઓળખ રાધા તરીકે થઈ છે. મહિલા અને આરોપી વચ્ચે પૈસા આપવા અને લેવા બાબતે ઝઘડો થયો હતો. સાકેત કોર્ટના પ્રમુખ વિનોદ શર્માનું કહેવું છે કે ગોળીબાર કરનારનું નામ કામેશ્વર પ્રસાદ સિંહ છે. મહિલા સાથે પૈસાની લેવડ-દેવડ બાબતે તેનો વિવાદ ચાલી રહ્યો હતો અને મહિલા તેના પૈસા પરત કરતી ન હતી.

આ પણ વાંચો:Rajasthan News : જયપુરમાં ગેરકાયદે કોલ સેન્ટર પર પોલીસનો દરોડો, 32 મહિલા-પુરુષોની ધરપકડ

વકીલના વેશમાં આવ્યો આરોપી:ઘટના દરમિયાન વકીલો કોર્ટમાં પહોંચી રહ્યા હતા. બ્લોકની આસપાસ કેટલાક વકીલો હતા. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આરોપી હથિયાર સાથે કોર્ટની અંદર કેવી રીતે પહોંચ્યો જ્યારે એન્ટ્રી ગેટ પર દરેકને સ્કેનરથી સ્કેન કરવામાં આવે છે. આરોપીએ વકીલ હોવાનો ફાયદો ઉઠાવીને સુરક્ષા તપાસ કરાવી ન હતી અને સીધો અંદર ગયો હતો. બંને વચ્ચે પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો હતો. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Last Updated : Apr 21, 2023, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details