ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તુ મારો નહિં તો કોઈનો નહિં : પતિના બીજા લગ્નથી પત્નિ થઇ નારાજ, કર્યું કંઇક આવું.... - બિરૌલ પોલીસ સ્ટેશન

બિહારના દરભંગામાં સંતાનની ઈચ્છામાં પતિએ બીજા લગ્ન કર્યા હતા. આ વાત પહેલી પત્નીને લાગી ગઈ હતી તેથી પત્નીએ પેટ્રોલ છાંટીને આખા ઘરને આગ લગાવી દીધી (Fire In Husband Wife Dispute In Darbhanga) હતી. હવે આ ઘરનો કોઈ સભ્ય બચ્યો નથી.

તુ મારો નય તો કોઈનો નય, બિહારમાં પતિના બીજા લગ્નથી નારાજ, પત્નીએ પેટ્રોલ છાંટીને આગ લગાવી, પરિવારના 4 સભ્યો જીવતા સળગ્યા
તુ મારો નય તો કોઈનો નય, બિહારમાં પતિના બીજા લગ્નથી નારાજ, પત્નીએ પેટ્રોલ છાંટીને આગ લગાવી, પરિવારના 4 સભ્યો જીવતા સળગ્યા

By

Published : May 14, 2022, 9:35 PM IST

દરભંગાઃ પતિના બીજા લગ્નથી નારાજ પત્ની (Fire In Husband Wife Dispute In Darbhanga)એ એવું પગલું ભર્યું જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. જિલ્લાના બિરૌલ પોલીસ સ્ટેશન વિસ્તારના સુપૌલ બજારના શેખપુરા મોહલ્લામાં શનિવારે એક હૃદયદ્રાવક મામલો સામે આવ્યો છે . પતિએ બીજા લગ્ન કર્યા બાદ પત્નીએ પેટ્રોલ છાંટીને આખા ઘરમાં આગ (Woman sets house on fire Bihars Darbhanga) લગાવી દીધી. પરિવારના ચાર સભ્યો તેની ઝપેટમાં આવી ગયા હતા.

આ પણ વાંચો:'બેવફા તેરી બેવફાઈને માર ડાલા', પ્રેમી સાથે પત્ની ભાગી થઈ ગઈ તો પતિએ કરી આત્મહત્યા

ચાર લોકો જીવતા દાઝી ગયાઃ આગની આ ઘટનામાં પ્રથમ પત્ની અને સાસુ ઘટનાસ્થળે જ જીવતા દાઝી ગયા હતા. સાથે જ પતિ અને તેની બીજી પત્ની દાઝી જવાથી ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે CHCમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને DMCHમાં રીફર કરવામાં આવ્યા હતા. બંને ઇજાગ્રસ્તોનું DMCHમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટના સવારે લગભગ 5 વાગ્યાની જણાવવામાં આવી રહી છે. માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

પહેલી પત્નીએ ઘરમાં આગ લગાવી: મૃતકોમાં 65 વર્ષીય રૂફૈદા ખાતૂન, 35 વર્ષીય બીબી પરવીન, 40 વર્ષીય પતિ ખુર્શીદ આલમ અને ખુર્શીદની 32 વર્ષીય બીજી પત્ની રોશની ખાતુનનો સમાવેશ થાય છે. કહેવાય છે કે ખુર્શીદ અને તેની પહેલી પત્ની બીબી પરવીન વચ્ચે અવારનવાર વિવાદ થતો હતો. શનિવારે બીબી પ્રવીણે પેટ્રોલ છાંટીને આખા ઘરને આગ લગાવી દીધી હતી. જેમાં ઘરના ચારેય સભ્યો ખરાબ રીતે દાઝી ગયા હતા.

આ પણ વાંચો:Rajkot Murder Case : રાજકોટમાં સાવકી માતા અને પુત્રએ સાથે મળીને પિતાનું કર્યું ભડથું

પતિના બીજા લગ્નથી નારાજ હતી: લોકોનું કહેવું છે કે શેખપુરા મોહલ્લામાં રહેતા ખુર્શીદ આલમના લગ્ન લગભગ દસ વર્ષ પહેલા બીબી પરવીન સાથે થયા હતા. સંતાન ન હોવાથી ખુર્શીદે બે વર્ષ પહેલા પડોશી ગામની રોશની ખાતુન સાથે બીજા લગ્ન કર્યા હતા. પ્રથમ પત્ની બીબી પરવીન તેના પતિના બીજા લગ્નનો વિરોધ કરી રહી હતી. તેણે પતિ ખુર્શીદને પણ ચેતવણી આપી હતી કે પરિણામ ખરાબ આવશે. આ બાબતે બંને વચ્ચે ઘણી વખત વિવાદ પણ થયો હતો. આખરે પરવીને સમગ્ર પરિવારને ખતમ કરવા માટે આ મોટું પગલું ભર્યું હતુ.

ABOUT THE AUTHOR

...view details