હૈદરાબાદઃ એશિયન ગેમ્સ 2023માં ભારતીય પુરુષ હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યુ છે. ભારતે જાપાનને 5-1થી હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ભારતના કેપ્ટન હરમનપ્રીત સિંહે 2 ગોલ ફટકાર્યા હતા. આજના દિવસે ભારતને મળેલો આ પ્રથમ ગોલ્ડ છે. એશિયન ગેમ્સના 13મા દિવસે ભારત હોકી ટીમે ગોલ્ડ જીતી લીધો છે. આ વિજયે ભારતીય હોકી ટીમને પેરિસ ઓલ્મપિક માટે ડાયરેક્ટ ક્વોલિફાય કરી દીધી છે.
ભારતીય હોકી ટીમનું પ્રદર્શનઃ આ મેચમાં ભારતે સરળતાથી જાપાનને હરાવી દીધું છે. ભારત માટે મનપ્રીત સિંહે મેચની 25મી મિનિટે ગોલ કર્યો. જ્યારે અમિત રોહિદાસે 36મી મિનિટે ગોલ કર્યો હતો. કેપ્ટન હરમનપ્રીત સિંહે 32મી મિનિટે, અભિષેકે 48મી મિનિટે અને ફરીથી કેપ્ટન હરમનપ્રીત સિંહે 59મી મિનિટે ગોલ ફટકારીને જાપાનને હરાવી દીધું હતું. આ દરેક ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું. વિજય બાદ દરેક ખેલાડીઓ મેદાન પર તિરંગા સાથે જુમી ઉઠ્યા હતા.