નવી દિલ્હીઃ ભારત માટે સ્પોર્ટ્સ સેકટરમાં આ વર્ષ ઘણું મહત્વનું રહ્યું. આ વર્ષે શરુઆતથી જ ખેલાડીઓ એશિયન ગેમ્સ 2023 માટે સજ્જ થઈ ગયા હતા. વર્ષ પૂરુ થવા આવ્યું તે પહેલા તો એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ ભારતનું નામ રોશન કરી દીધું. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓએ ભારતને કુલ 107 મેડલ અપાવ્યા. જેમાં 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ મેડલ હતા. એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારતીય ખેલાડીઓનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું.
એશિયન ગેમ્સ 2023નું આયોજન 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન ચીનના હાંગઝોઉમાં થયું હતું. એશિયન ગેમ્સ દર 4 વર્ષે રમાય છે. વર્ષ 2022માં એશિયન ગેમ્સ યોજાવાની હતી પરંતુ કોવિડ-19ને લીધે તેનું આયોજન વર્ષ 2023માં કરવામાં આવ્યું.
એશિયન ગેમ્સમાં ભારતના કુલ 655 એથ્લેટ્સે ભાગ લીધો હતો. આ દરમિયાન આ ખેલાડીઓએ બેડમિન્ટન, સ્કવૈશ, તીરંદાજી, આર્ટિસ્ટિક સ્વિમિંગ, બોક્સિંગ, બ્રેકિંગ, હોકી, નૌકાયાન, ટેનિસ, શૂટિંગ, ઈક્વેસ્ટ્રિયન, સેલિંગ, એથલેટિક્સ, ગોલ્ફ, રોલર સ્કેટિંગ, કૈનો સ્પ્રિંટ, કુશ્તી, કબડ્ડી અને ક્રિકેટ જેવી રમતોમાં ભાગ લીધો. આ ખેલાડીઓએ પોત પોતાની રમતમાં શાનદાર પ્રદર્શન કરીને દેશને મેડલ્સ અપાવ્યા.
આ વખતે ભારતે એશિયન ગેમ્સની ક્રિકેટમાં પહેલીવાર પોતાની પુરુષ અને મહિલા ટીમને મોકલી હતી અને બંને ટીમોએ ફાઈનલ જીતીને ભારતને ગોલ્ડ અપાવ્યો હતો. ભારતની પુરુષ ક્રિકેટ ટીમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ હતા જ્યારે મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીત કોર હતા.
એશિયન ગેમ્સ 2023માં અરુણાચલ પ્રદેશના ભારતીય ખેલાડીઓને ચીને વીઝા ન આપીને ભાગ લેતા અટકાવ્યા હતા. આ રાજ્યના 3 વુસુ ખેલાડીઓ ન્યેમાન વાંગસુ, ઓનિલુ તેગા અને મેપુંગ લામ્ગુને એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યા હતા. તેમને બોર્ડિંગની મંજૂરી આપવામાં આવી નહતી. તેથી આ ખેલાડીઓ એશિયન ગેમ્સ 2023માં ભારતનું પ્રતિનિધિત્વ કરી શક્યા નહીં.
ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીઓ
ટીમ ઈન્ડિયા શૂટિંગ પુરુષોની 10 મીટર એર પિસ્ટલ ટીમે ગોલ્ડ જીત્યો હતો.(અર્જુન ચીમા, સરબજ્યોત સિંહ, શિવ નરવાલ)
ટીમ ઈન્ડિયા શૂટિંગ પુરુષોની 50 મીટર રાયફલ 3 પોઝિશન ટીમે ગોલ્ડ જીત્યો હતો. (સ્વપ્નિલ કુશલે, ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, અખિલ શ્યોરાણ)
ટીમ ઈન્ડિયા શૂટિંગ પુરુષ ટ્રેપ ટીમ ગોલ્ડ(કિનાન ચેનાઈ, જોરાવર સિંહ સંધૂ, પૃથ્વીરાજ ટોંડિમાન)
ટીમ ઈન્ડિયા તીરંદાજી મહિલા કંપાઉંડ ટીમ ગોલ્ડ(જ્યોતિ સુરેખા વેન્નમ, અદિતિ સ્વામી, પરનીત કૌર)
ટીમ ઈન્ડિયા તીરંદાજી પુરુષ કંપાઉંડ ટીમ ગોલ્ડ(અભિષેક વર્મા, ઓજસ પ્રવીણ દેવતાલે, પ્રથમેશ જાવકર)
ટીમ ઈન્ડિયા શૂટિંગ પુરુષોની 10 મીટર એર રાયફલ ટીમે ગોલ્ડ જીત્યો હતો.(રુદ્રાક્ષ પાટીલ, ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, દિવ્યાંશ સિંહ પંવાર)
ટીમ ઈન્ડિયા ક્રિકેટ મહિલા ટી 20 ક્રિકેટ ગોલ્ડ(હરમનપ્રીત કૌર અને ટીમ)
ટીમ ઈન્ડિયા ક્રિકેટ પુરુષ ટી 20 ક્રિકેટ ગોલ્ડ(ઋતુરાજ ગાયકવાડ અને ટીમ)
ટીમ ઈન્ડિયા શૂટિંગ મહિલાઓની 25 મીટર પિસ્ટલ ટીમ ગોલ્ડ(મનુ ભાકર, રિધમ સાંગવાન, ઈશા સિંહ)
ટીમ ઈન્ડિયા હોકી પુરુષ ટીમ ગોલ્ડ(પીઆર શ્રીજેશ અને ટીમ)
ટીમ ઈન્ડિયા કબ્બડી મહિલા ગોલ્ડ(અક્ષિમાં અને ટીમ)
અવિનાશ સેબલ એથલેટિક્સ પુરુષ 3000 મીટર સ્ટીપલચેઝ ગોલ્ડ
તજિંદરપાલ સિંહ તૂર એથ્લેટિક્સ પુરુષ શોટપુટમાં ગોલ્ડ
પારુલ ચૌધરી એથ્લેટિક્સ મહિલા 5000 મીટર સ્વર્ણ
અન્નુ રાની એથ્લેટિક્સ મહિલા ભાલા ફેંકમાં ગોલ્ડ
નીરજ ચોપડા એથ્લેટિક્સ પુરુષ ભાલા ફેંકમાં ગોલ્ડ
ટીમ ઈન્ડિયા એથ્લેટિક્સ પુરુષ 400 મીટર રિલે ગોલ્ડ
ટીમ ઈન્ડિયા સ્કવૈશ મિશ્રિત યુગલ ગોલ્ડ