જકાર્તા:ભારતની યુવા હોકીટીમે (Indian Hockey Team 2022) જાપાનને 1-0થી પરાસ્ત કરીને એશિયાકપમાં બ્રોન્ઝ (Bronze medal) મેડલ જીતી લીધું છે. દક્ષિણ કોરિયા સામેની મેચમાં 4-4ના સ્કોરથી મેચ ડ્રો ગયા બાદ ગોલ ડિસ્ટન્સના આધાર પર ફાઈનલમાં જગ્યા બનાવવાથી ચૂકી ગયેલી ગત ચેમ્પિયન ભારતીય ટીમ માટે સાતમી મિનિટમાં રાજકુમાર પાલે મસ્ત ગોલ કર્યો હતો. પછી ભારતીય હોકી ટીમે વીજવેગ જેવો પાવર દેખાડતા હરીફ ટીમને રીતસરની ગોલ માટે હંફાવી (India Vs Japan Hockey Match) દીધી હતી. જેથી જાપાન એક પણ ગોલ ન કરી શક્યું.
આ પણ વાંચો:3 જૂનથી શરૂ થશે ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ ક્વોલિફિકેશન રાઉન્ડ
પહેલી પાંચ મિનિટ: ભારતીય હોકી ટીમે પહેલી પાંચ મિનિટમાં અનેક વખત અટેક કર્યા હતા. પણ ડીની અંદરમાં ખાસ કોઈ સફળતા પ્રાપ્ત થઈ નહીં. વારંવાર બોલ ફોરવર્ડ થતો રહ્યો હતો. સાતમી મિનિટમાં ઉત્તમસિંહે વળતો જવાબ આપીને હરીફ ટીમને હંફાવી દીધી હતી. ઉત્તમસિંહે વળતો જવાબ આપી જમણી બાજું ફ્લૈંકથી બોલ રાજકુમારને આપી દીધો હતો. જેનાથી જાપાનના ગોલકિપર તકાશીને હંફાવીને ગોલની જગ્યા બનાવીને હીટ મારવામાં આવી હતી. ત્રણ મિનિટ બાદ ભારતીય હોકી ટીમને સતત બે પેનલ્ટી કોર્નર મળ્યા હતા. પણ કોઈ રીતે ગોલ ન થયો.
અંતિમ પાંચ મિનિટ: પહેલા ક્વાર્ટરની અંતિમ પાંચ મિનિટમાં જાપાને બરોબરી કરવા માટે ગોલ કરવા માટે અટેક કર્યા, પણ ભારતીય હોકી ટીમની ડીફેન્સ ટુકડીએ દરેક વારને નિષ્ફળ પુરવાર કર્યા. જાપાનને 20 મિનિટમાં બે પેનલ્ટી કોર્નર મળ્યા હતા. પણ ડીફેન્સ ટુકડીએ ગોલ કરવા માટે કોઈ ચાન્સ ન આપ્યો. બીજા ક્વાર્ટરમાં બન્ને ટીમે ઘણા ચાન્સ ઊભા કર્યા. પણ ત્રીજા ક્વાર્ટરમાં ફોર્મ ઘટી ગયું. બ્રેક પછી જાપાનની હોકી ટીમે આક્રમકતા દેખાડી અને અટેક કર્યા. જેથી પેનલ્ટી કોર્નર બનાવી. પણ ભારતીય હોકી ટીમની બખ્તર જેવી સુરક્ષામાં છીંડું પાડી ન શક્યા
આ પણ વાંચો:સૌરવ ગાંગુલી પર ફરી અટકળો શરૂ, શા માટે કરી નવી ઇનિંગ શરૂ કરવાની જાહેરાત
એક ગોલ મેચ વીન: આ મેચમાં ભારતીય હોકી ટીમને ગોલ કરવા માટેનો મસ્ત ચાન્સ મળ્યો હતો. અંતિમ બે ક્વાર્ટરમાં જાપાનની ટીમે ઘણા પ્રયત્નો કર્યા પણ બીરેન્દ્ર લાકડાના નેતૃત્વમાં રમી રહેલી ભારતીય હોકી ટીમે હરીફ ટીમના પરસેવા છોડાવી દીધા. 48મી મિનિટમાં ત્રણ પેનલ્ટી કોર્નર મળ્યા. તેમ છતાં કોઈ ગોલ ન થયા. એશિયાકપમાં મેન્સ હોકી ટીમ સ્થાન બનાવી શકી ન હતી. આ પહેલા પણ ભારતીય હોકી ટીમે જાપાનની ટીમને 2-1થી પરાસ્ત કરી દીધી હતી. પણ આ વખતે ગોલ્ડને બદલે બ્રોન્ઝ મેડલથી જ સંતોષ માનવો પડશે.